Search

    Language Settings
    Select Website Language

    GDPR Compliance

    We use cookies to ensure you get the best experience on our website. By continuing to use our site, you accept our use of cookies, Privacy Policy, and Terms of Service.

    BijnorNews
    Bijnor news

    26 સપ્ટેમ્બરનું અંકફળ:અંક 6ના જાતકોને ચારેય બાજુથી સફળતા અને સુખ પ્રાપ્ત થશે, અંક 9ના જાતકોને નોકરીાં નવી ઓફર્સ મળશે

    8 hours ago

    અંકફળ ભવિષ્ય મુજબ તમામ અંકના જાતકોને આજનો દિવસ કેવો રહેશે જાણો પં.મનીષ શર્મા પાસેથી… વિવાદોમાં તમારો પક્ષ મજબૂત બનશે અને સહકર્મચારીઓ કરતાં શ્રેષ્ઠ પ્રદર્શન કરવામાં સફળ રહેશો. કાર્યોમાં એકાગ્રતા રહેશે તેમજ વિચારોનું આદાન-પ્રદાન સરળ રહેવાથી કામમાં સુગમતા રહેશે. સાંસ્કૃતિક કાર્યક્રમોમાં જવાની તક મળશે. બપોરનો સમય પણ સારો રહેશે. સાંજના સમયે પોતાના કામ પર ધ્યાન આપશો તો વધુ લાભ થશે. કરિયર: વેપારમાં લાભ થશે અને નોકરીમાં પ્રગતિની તકો મળશે. લકી નંબર: 1, 6, 9 લકી કલર: કેસરી શું કરવું: ગાયને લીલું ઘાસ ખવડાવો. સ્વભાવમાં સરળતા આવશે અને સર્જનાત્મક પ્રવૃત્તિઓ સાથે જોડાવાનું મન થશે. આવક મેળવવામાં આવી રહેલી અડચણો દૂર થશે. બપોર પછી ઇચ્છાનુસાર કામ થવા લાગશે અને પ્રયાસોમાં સફળતા મળશે. મુશ્કેલીઓનો અંત આવશે અને પ્રવાસના યોગ બની રહ્યા છે. સાંજનો સમય પણ દરેક રીતે અનુકૂળ રહેશે. વિરોધીઓ શાંત રહેશે અને સન્માન પ્રાપ્ત થશે. કરિયર: નોકરીમાં સુધારો થશે અને કારોબારનો વિસ્તાર શક્ય બનશે. લવ: પ્રેમ સંબંધોમાં અન્ય લોકોની દખલગીરી અંત પામશે અને વૈવાહિક સંબંધોમાં સ્થિરતા આવશે. લકી નંબર: 2, 8, 9 લકી કલર: લાલ શું કરવું: હનુમાનજી સમક્ષ દીવો પ્રગટાવો. દિવસની શરૂઆત અને અંત સુખદ રહેશે. આવકમાં સુધારો થશે. કામ સમયસર પૂર્ણ થશે. વાહન સુખ મળશે અને પ્રતિષ્ઠિત લોકો સાથે મુલાકાત થશે. બપોરના સમયે નાણાકીય સમસ્યાઓ આવી શકે છે. કામથી સંતોષ નહીં રહે અને નિરાશાનો ભાવ હાવી થઈ શકે છે. સિદ્ધાંતોનું પાલન કરવામાં મુશ્કેલી પડશે; અન્ય લોકોના વિચારોની ઉપેક્ષા ન કરવી. સાંજે થોડો સુધારો થશે. કરિયર: અધિકારીઓ અનુકૂળ નહીં રહે. કાર્યસ્થળ પર અશાંતિ અનુભવાશે અને કંઈક નવું કરવાનું મન થશે. લવ: પ્રેમમાં આનંદદાયક સમય રહેશે અને જીવનસાથી તરફથી અનુકૂળતા મળશે. લકી નંબર: 3, 7, 9 લકી કલર: કથ્થઈ શું કરવું: ગરીબોને અન્નનું દાન કરો. સ્થિતિ ઉત્તમ યોગોનું નિર્માણ કરી રહી છે. અજ્ઞાત ભય અને ચિંતા દૂર થશે તેમજ યોગ્ય માર્ગદર્શન સાથે તમે આગળ વધશો. સમય અનુકૂળ થઈ ગયો છે. આર્થિક સ્થિતિ ઉત્તમ રહેશે અને તમારો પ્રભાવ વધશે. વિરોધીઓ પરાસ્ત થશે તથા ધાર્મિક કાર્યોમાં રસ વધશે. પરાક્રમ શ્રેષ્ઠ રહેશે. પરિવારમાં કોઈ માંગલિક પ્રસંગ યોજાઈ શકે છે. સાંજે થોડી નિરાશા મળી શકે છે. કરિયર: નવા ફાયદાકારક સોદા પ્રાપ્ત થશે. હોદ્દામાં વૃદ્ધિ સાથે પગાર વધારો શક્ય છે. લવ: વૈવાહિક જીવનમાં અસંતોષ રહી શકે છે અને પ્રેમમાં નિરાશા મળી શકે છે. લકી નંબર: 4, 6, 9 લકી કલર: મરૂન શું કરવું: ગણેશજીના દર્શન કરો. સવારનો સમય વિચારોમાં અસ્થિરતા લાવી શકે છે. વાણીમાં ગરબડ થઈ શકે છે અને ગુમસુમ રહેવાની વૃત્તિ વધી શકે છે. અણધાર્યા કાર્યો કરવા પડી શકે છે અને નાણાકીય આવકમાં રુકાવટ આવી શકે છે. બપોર પછી સ્થિતિ મજબૂત બનશે, જે રાત સુધી જળવાઈ રહેશે. કાર્યોની પ્રશંસા થશે, સહયોગ મળશે અને આવકમાં સુધારો થશે. કરિયર: બપોર પછી વેપારમાં સુધારો થશે અને નોકરીમાં અધિકારીઓ અનુકૂળ રહેશે. લવ: પ્રેમમાં સફળતા મળશે અને વૈવાહિક જીવનમાં સુખ-શાંતિ રહેશે. લકી નંબર: 5, 7, 9 લકી કલર: વાદળી શું કરવું: હનુમાનજીને તેલનો દીવો કરો. સવારનો સમય ખૂબ જ સારો રહેશે; ચારેય બાજુથી સફળતા અને ખુશીઓ પ્રાપ્ત થશે. બગડેલા કામ બનશે અને ધનપ્રાપ્તિ સરળ રહેશે. વિવાદસ્પદ બાબતોમાં વિજય મળશે. બપોરે કોઈ મોટું કામ મળી શકે છે અને મિત્રો સાથે મનોરંજનમાં સમય પસાર થશે. સાંજનો સમય પણ ઉત્તમ રહેશે. કામમાં સુધારો થશે અને સાહસ શ્રેષ્ઠ રહેશે. કરિયર: વેપારમાં સુધારો થશે, ટેન્ડર પક્ષમાં રહેશે અને નોકરીમાં પ્રમોશન શક્ય છે. લવ: વૈવાહિક જીવનથી સંતોષ રહેશે. પ્રેમ વ્યક્ત કરવામાં અડચણો આવી શકે છે. લકી નંબર: 3, 7, 9 લકી કલર: વાદળી શું કરવું: મહાદેવને જળ અર્પણ કરો. બૌદ્ધિક સ્તર ઊંચું રહેશે પરંતુ કામમાં મન નહીં લાગે. વિચારસરણી વ્યાપક બનાવવી પડશે; સંકુચિત માનસિકતાથી વિવાદ થઈ શકે છે. બપોરે સમયમાં સુધારો આવશે, કામમાં ઝડપ આવશે અને આવક વધશે. સાંજે પણ સમય સાનુકૂળ રહેશે. પરિવારમાં નાનો ઉત્સવ યોજાઈ શકે છે. આસપાસના લોકોની મદદ કરવી પડી શકે છે. કરિયર: વેપારમાં નવા સોદા મળશે અને નોકરીમાં વ્યસ્તતા વધશે. લવ: જીવનસાથી સાથેનો તણાવ દૂર થશે; પ્રેમમાં સાથીથી દૂર રહેવું પડી શકે છે. લકી નંબર: 5, 7, 9 લકી કલર: પીળો શું કરવું: શિવલિંગ પર બિલીપત્ર ચડાવો. સવારનો સમય આનંદ અને ઉત્સાહથી ભરેલો રહેશે. અન્યોને મદદ કરવી પડી શકે છે. બપોરે લાભ થશે, પ્રસન્નતા જળવાઈ રહેશે અને રોગોનો નાશ થશે. આત્મવિશ્વાસ વધશે. પરિવારમાં પ્રભાવ રહેશે અને પિતાનો સહયોગ મળશે. સાંજનો સમય પણ અનુકૂળ રહેશે, સાથ-સહકાર મળશે અને આવક સારી રહેશે. કરિયર: કારોબાર ઉત્તમ રહેશે અને નોકરીમાં વર્ચસ્વ વધશે. લવ: પ્રેમ સંબંધોમાં વિઘ્ન નાખનારાઓ પાછળ હટશે અને વૈવાહિક જીવનમાં સુખ રહેશે. લકી નંબર: 2, 4, 9 લકી કલર: સફેદ શું કરવું: શિવજીને દૂધથી અભિષેક કરો. પોતાની પ્રતિષ્ઠા સ્થાપિત કરવામાં સફળ રહેશો અને અન્ય લોકોને મદદ પણ કરવી પડશે. કાર્યશૈલીનો વિકાસ થશે તેમજ મહેનત કરવાની ધગશ સાથે આગળ વધવાનો ઉત્સાહ રહેશે. બપોરે કાર્યસ્થળ પર વ્યસ્તતા વધુ રહેશે. અન્યોની અપેક્ષાઓ પૂરી કરવામાં તમારું નુકસાન થઈ શકે છે. સાંજે શરીરમાં ભારેપણું અને આળસ અનુભવાશે તેમજ જૂની યાદોમાં ખોવાઈ શકો છો. કરિયર: નોકરીમાં નવી ઑફર્સ મળી શકે છે અને કારોબારમાં વ્યસ્તતા રહેશે. લવ: પ્રેમ સંબંધોમાં તણાવ આવી શકે છે; વૈવાહિક જીવનમાં મધુરતા જળવાઈ રહેશે. લકી નંબર: 1, 5, 9 લકી કલર: ગુલાબી શું કરવું: ગણેશજીને મીઠાઈનો ભોગ ધરાવો.
    Click here to Read More
    Previous Article
    26 સપ્ટેમ્બરનું ટેરો રાશિફળ:મેષ રાશિના લોકોએ આર્થિક બાબતોએ સાચવવું, મકર જાતકોને કોઈ જૂના રોકાણથી લાભ મળી શકે
    Next Article
    ગાંધીનગરમાં નિવૃત્ત સરકારી કર્મીની દાતરડાંથી કરપીણ હત્યા:અવાવરૂ જગ્યાએ મોરને દાણા નાખતા હતા તે સમયે પ્રાણપંખેરું ઊડી ગયું; આરોપી ચોકીદારની અટકાયત

    Related Religion Updates:

    Are you sure? You want to delete this comment..! Remove Cancel

    Comments (0)

      Leave a comment