Search

    Language Settings
    Select Website Language

    GDPR Compliance

    We use cookies to ensure you get the best experience on our website. By continuing to use our site, you accept our use of cookies, Privacy Policy, and Terms of Service.

    BijnorNews
    Bijnor news

    નેશનલ લોક અદાલત બની વરદાનરૂપ:એક જ દિવસમાં વિક્રમજનક 26 હજારથી વધુ કેસોનો સુખદ નિકાલ, અકસ્માતના કેસોમાં 3.29 કરોડનું વળતર ચુકવાયું

    1 day ago

    ગાંધીનગર જિલ્લામાં ન્યાયની આશાએ વર્ષોથી અદાલતોના ચક્કર કાપતા હજારો પક્ષકારો માટે યોજાયેલી રાષ્ટ્રીય લોક અદાલત આશીર્વાદરૂપ સાબિત થઈ છે. કાનૂની ઇતિહાસમાં સીમાચિહ્નરૂપ કામગીરી કરતાં આ લોક અદાલતે એક જ દિવસમાં પેન્ડિંગ, ફોજદારી અને પ્રિ-લિટિગેશન સહિતના 29,200થી વધુ કેસોનો સફળતાપૂર્વક નિકાલ કરી નવો રેકોર્ડ સ્થાપિત કર્યો છે. લાંબી, ખર્ચાળ અને કંટાળાજનક કાનૂની લડાઈમાંથી મુક્તિ મળતાં પક્ષકારોમાં ભારે રાહત અને ખુશીની લાગણી જોવા મળી હતી. પ્રિન્સિપાલ ડિસ્ટ્રિક્ટ જજના માર્ગદર્શન હેઠળ માઇક્રો-પ્લાનિંગ સફળ આ ભગીરથ કાર્યની ભવ્ય સફળતા પાછળ ઉચ્ચ ન્યાયતંત્રનું સચોટ આયોજન અને દિશાનિર્દેશ રહેલા છે. ગાંધીનગર જિલ્લા અદાલત તેમજ તમામ તાલુકા અદાલતોમાં પ્રિન્સિપાલ ડિસ્ટ્રિક્ટ એન્ડ સેશન્સ જજ તથા જિલ્લા કાનૂની સેવા સત્તા મંડળના અધ્યક્ષ આશિષ જે.એસ. મલ્હોત્રાની સીધી રાહબરી હેઠળ સમગ્ર વ્યવસ્થા ગોઠવવામાં આવી હતી. પક્ષકારો વચ્ચે સૌહાર્દપૂર્ણ વાતાવરણમાં સમાધાન થાય તે હેતુથી અગાઉથી જ કેસોનું વર્ગીકરણ કરી ઝીણવટભરી તૈયારીઓ કરવામાં આવી હતી. બાર એસોસિએશન અને વકીલોના સહકારથી સમાધાનના દ્વાર ખુલ્યા લોક અદાલતને પરિણામલક્ષી બનાવવા માટે ગાંધીનગર જિલ્લાના તમામ બાર એસોસિએશનો અને વકીલ મિત્રોએ સક્રિય અને પ્રશંસનીય ભૂમિકા ભજવી હતી. કાનૂની સેવા સત્તા મંડળ દ્વારા અગાઉથી જ સમાધાન યોગ્ય કેસો જેમ કે નેગોશિયેબલ ઇન્સ્ટ્રુમેન્ટ એક્ટ હેઠળના ચેક રિટર્ન, મોટર અકસ્માત વળતર (MACP), કૌટુંબિક-દાંપત્ય વિવાદો તેમજ જમીન સંપાદન સંબંધિત કેસોની આગોતરી યાદી તૈયાર કરી ખાસ બેન્ચોની રચના કરવામાં આવી હતી. વકીલોની મધ્યસ્થતાથી પક્ષકારો જૂના મનદુઃખ ભૂલી પરસ્પર સંમતિથી વિવાદો ઉકેલવા આગળ આવ્યા હતા. ચેક રિટર્ન, અકસ્માત વળતર અને ફોજદારી કેસોનો મોટો નિકાલ આંકડાકીય વિગતો મુજબ, ચેક બાઉન્સની 69 અપીલો પૈકી 32 અપીલોનો સુખદ અંત આવ્યો હતો. જ્યારે મોટર અકસ્માતના 196 કેસોમાંથી 52 કેસમાં સમાધાન થતાં અકસ્માત પીડિતો અને તેમના આશ્રિતોને કુલ ₹3,29,71,000નું જંગી વળતર ચૂકવવાનો હુકમ કરાયો હતો. આ ઉપરાંત અન્ય 597 કેસો, સ્પેશિયલ સિટિંગ હેઠળના 16,327 ફોજદારી કેસો તથા પ્રિ-લિટિગેશન તબક્કાના 9,289 કેસો મળીને કુલ 29,213 કેસોનો કાયમી નિકાલ કરવામાં આવ્યો છે. આ અભૂતપૂર્વ સફળતાને પગલે ગાંધીનગર જિલ્લાની અદાલતો પરથી કેસોના ભારણમાં મોટો ઘટાડો નોંધાયો છે.
    Click here to Read More
    Previous Article
    લાલપુરમાં પર્યુષણ મહાપર્વના પાંચમા દિવસે ધાર્મિક કાર્યક્રમો યોજાયા:ભગવાનને વિશેષ આંગી અને શણગાર કરાયા, પૂજા-આરતીનો લાભ લીધો
    Next Article
    ગેરકાયદેસર યુરિયા ખાતરના કૌભાંડ મામલે અંતે પોલીસે ફરિયાદ નોંધી:34.42 લાખનું 76,500 કિગ્રા નીમ કોટેડ યુરિયા ઝડપાયું હતું, પોલીસે બેની અટકાયત કરી હતી

    Related Gujarat Updates:

    Are you sure? You want to delete this comment..! Remove Cancel

    Comments (0)

      Leave a comment