Search

    Language Settings
    Select Website Language

    GDPR Compliance

    We use cookies to ensure you get the best experience on our website. By continuing to use our site, you accept our use of cookies, Privacy Policy, and Terms of Service.

    BijnorNews
    Bijnor news

    26 અને 27 માર્ચે રામનવમી:રામ, લક્ષ્મણ અને જાનકીએ વનવાસના 12 વર્ષ ચિત્રકૂટમાં વિતાવ્યાં, જાણો સંપૂર્ણ રામ વન ગમન પથ

    2 days ago

    આ વર્ષે 26 અને 27 માર્ચે બે દિવસ રામનવમી છે. ત્રેતાયુગમાં રાજા દશરથને ત્યાં ભગવાન વિષ્ણુના સાતમા અવતાર શ્રીરામનો જન્મ થયો હતો. શ્રીરામ અને સીતાના લગ્નના થોડા દિવસો પછી રાજા દશરથે રામને રાજા બનાવવાની ઘોષણા કરી દીધી હતી. રાજ્યાભિષેક પહેલાં જ રાણી કૈકેયીએ દશરથ રાજા પાસેથી પોતાના બે વરદાન માંગી લીધા, શ્રીરામને વનવાસ અને ભરતને રાજ્ય. જે દિવસે રામજીનો રાજ્યાભિષેક થવાનો હતો, તે જ દિવસે શ્રીરામને સીતા અને લક્ષ્મણ સાથે વનવાસ જવું પડ્યું. વનવાસ 14 વર્ષનો હતો. વનવાસમાં લગભગ 12 વર્ષ શ્રીરામ, જાનકી (સીતા) અને લક્ષ્મણે ચિત્રકૂટમાં જ નિવાસ કર્યો, ત્યારબાદ તેઓ ચિત્રકૂટથી પંચવટી પહોંચ્યા. પંચવટીમાં માતા સીતાનું હરણ થયું. ત્યારબાદ સીતાજીની શોધ કરી અને રાવણનો વધ થયો. આ બધામાં લગભગ બે વર્ષનો સમય લાગ્યો હતો. મધ્ય પ્રદેશના ડૉ. રામગોપાલ સોનીએ 'રામ વન ગમન પથ' નામનું પુસ્તક લખ્યું છે. આ પુસ્તક અનુસાર જાણો શ્રીરામે વનવાસના સમયે કયા-કયા સ્થળોની યાત્રા કરી હતી અને અયોધ્યાથી લંકા સુધીનો પ્રવાસ કેવી રીતે કર્યો હતો… માતા કૈકેયીને આપેલા વચનને પૂરું કરવા માટે શ્રીરામ, લક્ષ્મણજી અને માતા સીતા વનવાસ માટે નીકળ્યાં, ત્યારે અયોધ્યાથી સુમંત્રના રથમાં બેસીને આગળ વધ્યાં હતાં. તેમણે તમસા નદી પાર કરી. ત્યારબાદ શ્રૃંગવેરપુરથી ગંગા નદી પાર કરીને તેઓ પ્રયાગરાજ પહોંચ્યાં હતાં. પ્રયાગરાજથી આગળ વધતાં તેઓ યમુના નદી પાર કરીને વાલ્મીકિ આશ્રમ પહોંચ્યાં. ત્યારબાદ તેઓ ચિત્રકૂટ પહોંચ્યાં હતાં. અયોધ્યાથી ચિત્રકૂટનું અંતર લગભગ 270 કિમી છે. આ યાત્રામાં લગભગ 140 કિમીની યાત્રા સુમંત્રના રથ દ્વારા અને ત્યારબાદ પગપાળા ચાલીને ચિત્રકૂટ પહોંચ્યાં. એવું માનવામાં આવે છે કે શ્રીરામ, માતા સીતા અને લક્ષ્મણજી ચિત્રકૂટમાં લગભગ 12 વર્ષ સુધી રોકાયાં હતાં. શ્રીરામ, માતા સીતા અને લક્ષ્મણજીએ લગભગ 12 વર્ષ ચિત્રકૂટમાં જ નિવાસ કર્યો. ચિત્રકૂટ પછી ત્રણેય સતી અનુસૂયાના આશ્રમે પહોંચ્યાં. અહીંથી ટિકરિયા, સરભંગા આશ્રમ, સુતીક્ષ્ણ આશ્રમ, અમરપાટણ, ગોરસરી ઘાટ, માર્કંડેય આશ્રમ, સારંગપુર થઈને અમરકંટક પહોંચ્યાં. ચિત્રકૂટથી અમરકંટકની યાત્રા લગભગ 380 કિમીની હતી. અમરકંટક પછી શ્રીરામ, લક્ષ્મણ અને સીતા પંચવટી તરફ ચાલ્યા ગયાં હતાં. પંચવટીમાં ગોદાવરી નદીના કિનારે તેમણે કુટિયા બનાવી. તે જગ્યાએ ગોદાવરી ધનુષાકાર હતી. અહીં શ્રીરામ અને જટાયુનો પરિચય થયો હતો. જટાયુએ શ્રીરામને જણાવ્યું હતું કે, તેઓ રાજા દશરથના મિત્ર છે. પંચવટીમાં એક દિવસ લંકાધિપતિ રાવણની બહેન શૂર્પણખા પહોંચી ગઈ અને તે શ્રીરામ પર મોહિત થઈ ગઈ હતી. તેણે શ્રીરામને લગ્ન કરવાની વાત કરી, તો શ્રીરામે ના પાડી દીધી. આ પછી શૂર્પણખા લક્ષ્મણ પાસે પહોંચી હતી. લક્ષ્મણે પણ લગ્ન માટે ના પાડી દીધી, તો શૂર્પણખા માતા સીતાને મારવા આગળ વધી, ત્યારે લક્ષ્મણજીએ તેના નાક અને કાન કાપી નાખ્યા. શૂર્પણખા ત્યાંથી ખર-દૂષણ પાસે પહોંચી. ખર-દૂષણ પંચવટી વિસ્તારમાં રહેતા હતા. ખર-દૂષણ શ્રીરામ અને લક્ષ્મણજીને મારવા પહોંચી ગયા. શ્રીરામ-લક્ષ્મણે તેમનો વધ કરી દીધો. આ પછી શૂર્પણખા રાવણ પાસે પહોંચી અને રાવણે યોજના બનાવીને મારીચની મદદથી માતા સીતાનું હરણ કરી લીધું. સીતા હરણ પછી જટાયુએ તેમને રાવણ વિશે જણાવ્યું, ત્યારે શ્રીરામ પંચવટીથી દક્ષિણ દિશા તરફ આગળ વધવા લાગ્યા. પંચવટીથી લગભગ 1255 કિમીની યાત્રા કર્યા પછી શ્રીરામ દક્ષિણ દિશામાં કિષ્કિંધા રાજ્ય પહોંચ્યા હતા. તે સમયે કિષ્કિંધા રામેશ્વરમથી લગભગ 25 કિમી દૂર ઋષ્યમૂક પર્વત પર સ્થિત હતી. હનુમાનજીએ શ્રીરામને પહેલી મુલાકાતમાં પૂછ્યું હતું કે, તમે પંપા નદી કિનારે શા માટે ફરી રહ્યા છો. હાલમાં પંપા નદી શબરી આશ્રમમાં અય્યપ્પા સ્વામી મંદિરથી લગભગ 4-5 કિમી દૂર છે. આના પરથી સ્પષ્ટ થાય છે કે કિષ્કિંધા નગરી દક્ષિણ દિશામાં પંપા નદીની નજીક જ હતી. કિષ્કિંધામાં શ્રીરામે બાલીને મારીને સુગ્રીવને રાજા બનાવ્યા હતા. આ પછી સુગ્રીવે ચારેય દિશાઓમાં સીતાની શોધમાં વાનર સેના મોકલી હતી. દક્ષિણ દિશામાં હનુમાનજી, અંગદ, જામવંત, નલ-નીલ વગેરે વાનરોને મોકલ્યા હતા. દક્ષિણ દિશામાં હનુમાનજીની મુલાકાત સંપાતિ નામના ગીધ સાથે થઈ. સંપાતિએ તેમને માતા સીતા વિશે જણાવ્યું કે, સીતાજી સમુદ્રમાં સ્થિત લંકામાં છે. હનુમાનજી લંકા પહોંચે છે અને માતા સીતાની શોધ કરીને શ્રીરામ પાસે કિષ્કિંધા આવે છે. આ પછી શ્રીરામ વાનર સેના સાથે દક્ષિણ દિશામાં સમુદ્ર કિનારે પહોંચે છે. અહીં નલ-નીલની મદદથી સમુદ્ર પર પુલ બાંધીને શ્રીરામ આખી વાનર સેના સાથે લંકા પહોંચી જાય છે. લંકામાં શ્રીરામે રાવણનો વધ કરીને સીતાને મુક્ત કરાવ્યા. આ પછી શ્રીરામ સીતાજી અને લક્ષ્મણજી સાથે પુષ્પક વિમાનથી અયોધ્યા પાછા ફરે છે.
    Click here to Read More
    Previous Article
    સેન્સેક્સમાં 1,000 અંકનો ઉછાળો:75,100 પર ટ્રેડિંગ, નિફ્ટી પણ 300 અંક વધ્યો; ઓટો અને બેન્કિંગ શેરોમાં વધુ તેજી
    Next Article
    હરીશ રાણાના અંતિમ સંસ્કાર કરાયા, ભાઈએ આપી મુખાગ્નિ:પિતાએ ભીની આંખે આપી વિદાય, 13 વર્ષથી કોમામાં હતો, સુપ્રીમ કોર્ટે દેશમાં પહેલીવાર ઈચ્છામૃત્યુની મંજૂરી આપી હતી

    Related Religion Updates:

    Are you sure? You want to delete this comment..! Remove Cancel

    Comments (0)

      Leave a comment