Search

    Language Settings
    Select Website Language

    GDPR Compliance

    We use cookies to ensure you get the best experience on our website. By continuing to use our site, you accept our use of cookies, Privacy Policy, and Terms of Service.

    BijnorNews
    Bijnor news

    દિવાળીએ ભાવનગર પોલીસનો ચુસ્ત બંદોબસ્ત, 26 ટીમો સતત પેટ્રોલિંગ કરશે:શહેરના 22 સ્થળે વધારાનો કાફલો તૈનાત કરાશે; સંવેદનશીલ વિસ્તારોમાં વિશેષ પેટ્રોલિંગ

    1 day ago

    દિવાળીના તહેવાર દરમિયાન કાયદો અને વ્યવસ્થાની સ્થિતિ જળવાઈ રહે તે માટે ભાવનગર પોલીસ દ્વારા શહેરમાં ખાસ બંદોબસ્ત ગોઠવવામાં આવ્યો છે. તહેવારના દિવસે સાંજથી મોડી રાત સુધી પોલીસની 26 વિશેષ ટીમો શહેરમાં સતત પેટ્રોલિંગ કરશે. આ ઉપરાંત સંવેદનશીલ વિસ્તારોમાં વિશેષ વોચ રાખવાની સાથે શહેરના 22 જેટલા મહત્વના સ્થળોએ ફિક્સ પોઇન્ટ ઊભા કરી વધારાનો પોલીસ કાફલો તૈનાત કરવામાં આવશે. જાહેરમાં ફટાકડા ફોડવા બાબતે કાયદો હાથમાં ન લેવા SPની અપીલ જિલ્લા પોલીસવડા નિતેશ પાંડેય જણાવ્યું કે, આગામી 8 નવેમ્બરના રોજ દિવાળીના તહેવારને ધ્યાનમાં રાખીને પોલીસ દ્વારા ખાસ આયોજન કરવામાં આવ્યું છે. અગાઉના વર્ષોમાં દિવાળીના તહેવાર દરમિયાન જાહેરમાં ફટાકડા ફોડવા જેવી બાબતોને લઈને આસપાસના લોકો અથવા જાહેર રસ્તા પરથી પસાર થતા રાહદારીઓ સાથે માથાકૂટ થતી હોય અને ઘણી વખત આવા સામાન્ય વિવાદો ગંભીર બનાવનું સ્વરૂપ ધારણ કરતા હોય છે. ત્યારે ભાવનગરના નાગરિકોને ખાસ અપીલ છે કે, જાહેરમાં ફટાકડા ફોડવા જેવી બાબતે કોઈ વિવાદ કે મુશ્કેલી ઊભી થાય તો જાતે કાયદો હાથમાં લેવાને બદલે તાત્કાલિક પોલીસના 112 નંબર પર કોલ કરી જાણ કરવી. પોલીસ તાત્કાલિક સ્થળ પર પહોંચી યોગ્ય કાર્યવાહી કરશે. શાંતિપૂર્ણ માહોલમાં તહેવારની ઉજવણી માટે પોલીસ સજ્જ કાયદો-વ્યવસ્થા જળવાઈ રહે તેને લઈ દિવાળીના દિવસે સાંજથી મોડી રાત સુધી પોલીસની અલગ-અલગ 26 ટીમો શહેરમાં સતત પેટ્રોલિંગમાં રહેશે, જેથી કોઈપણ બનાવની જાણ થતાં પોલીસ તાત્કાલિક પહોંચી શકે. આ ઉપરાંત શહેરના જેટલા સંવેદનશીલ આઇડેન્ટિફાય કરી તે વિસ્તારોમાં વિશેષ પેટ્રોલિંગની સાથે પોલીસના ફિક્સ પોઇન્ટ ઊભા કરવામાં આવશે. શહેરના આશરે 22 જેટલા મહત્વના સ્થળોએ વધારાની પોલીસ ફોર્સ તૈનાત રાખવામાં આવશે, જેથી નાગરિકો શાંતિપૂર્ણ માહોલમાં દિવાળીના તહેવારની ઉજવણી કરી શકે.
    Click here to Read More
    Previous Article
    50 વર્ષની સૌથી કારમી હાર:ટ્રમ્પનો યુદ્ધનો જુગાર, મોંઘવારી અને સિક્રેટ કૉલ લીક થતાં અમેરિકામાં રિપબ્લિકન સામ્રાજ્ય ધ્વસ્ત!
    Next Article
    Man Arrested For Sexually Assaulting Woman After Befriending Her At Bengaluru Pub

    Related Gujarat Updates:

    Are you sure? You want to delete this comment..! Remove Cancel

    Comments (0)

      Leave a comment