Search

    Language Settings
    Select Website Language

    GDPR Compliance

    We use cookies to ensure you get the best experience on our website. By continuing to use our site, you accept our use of cookies, Privacy Policy, and Terms of Service.

    BijnorNews
    Bijnor news

    26 એપ્રિલે મનપા-પંચાયતો માટે મતદાન:20 હજારથી વધુ કર્મચારીઓ અને 12 હજાર જવાનો તૈનાત રહેશે, 3,000 CCTV અને ડ્રોનથી નજર

    14 hours ago

    સુરત જિલ્લામાં આગામી 26 એપ્રિલ, રવિવારના રોજ સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણીઓ યોજાવા જઈ રહી છે. આ ચૂંટણીને નિષ્પક્ષ અને શાંતિપૂર્ણ વાતાવરણમાં સંપન્ન કરવા માટે જિલ્લા ચૂંટણી તંત્ર અને પોલીસ પ્રશાસન સંપૂર્ણ રીતે સજ્જ છે. કલેક્ટર ડો. સૌરભ પારધી અને પોલીસ કમિશનર અનુપમસિંહ ગહલૌતે પત્રકાર પરિષદમાં જણાવ્યું હતું કે, આ વખતે બે મોટા પડકારો છે: એક સુરક્ષા વ્યવસ્થા અને બીજું આકરો હીટવેવ. મતદારોને ગરમીથી બચાવવા માટે ખાસ ડોમ અને પીવાના પાણીની સુવિધા ઉભી કરાઈ છે, જ્યારે સુરક્ષા માટે હજારો જવાનોને મેદાનમાં ઉતારવામાં આવ્યા છે. મનપાથી લઈને તાલુકા પંચાયત સુધીની જંગ જિલ્લા ચૂંટણી અધિકારી ડો. સૌરભ પારધીના જણાવ્યા અનુસાર, સુરત મહાનગરપાલિકાના 30 વોર્ડમાં 483 ઉમેદવારો મેદાનમાં છે. આ ઉપરાંત તરસાડી, બારડોલી, માંડવી અને કડોદરા નગરપાલિકામાં 224 ઉમેદવારો, જિલ્લા પંચાયતની 32 બેઠકો પર 88 ઉમેદવારો અને તાલુકા પંચાયતની બેઠકો પર 513 ઉમેદવારો વચ્ચે ખરાખરીનો જંગ જામશે. કેટલીક બેઠકો બિનહરીફ જાહેર થયા બાદ હવે રવિવારે બાકીની બેઠકો પર સવારથી જ મતદાન પ્રક્રિયા હાથ ધરવામાં આવશે. મતદારોની સંખ્યા અને મથકોની સુવિધા સુરત મહાનગરપાલિકા વિસ્તારમાં કુલ 24.76 લાખથી વધુ મતદારો પોતાના મતાધિકારનો ઉપયોગ કરશે. જેમાં પુરુષ મતદારોની સંખ્યા 13.02 લાખ અને સ્ત્રી મતદારો 11.73 લાખ છે. સમગ્ર જિલ્લાની વાત કરીએ તો નગરપાલિકાઓ, જિલ્લા અને તાલુકા પંચાયતો મળીને લાખો મતદારો નોંધાયેલા છે. તંત્ર દ્વારા કુલ 2610 મતદાન મથકો તૈયાર કરવામાં આવ્યા છે, જેમાં કુદરતી છાંયડો ન હોય ત્યાં 1184 મતદાન બુથો પર મંડપ અને શેડની વ્યવસ્થા કરવામાં આવી છે જેથી મતદારોએ તડકામાં ઉભા ન રહેવું પડે. મતદારો માટે 'કૂલ' વ્યવસ્થા એપ્રિલ મહિનાની આકરી ગરમી અને હીટવેવની આગાહીને ધ્યાનમાં રાખીને ચૂંટણી તંત્રએ વિશેષ તકેદારી રાખી છે. દરેક મતદાન મથક પર ઠંડા પીવાના પાણીની વ્યવસ્થા, ઓઆરએસ (ORS) ના પેકેટ અને મેડિકલ કીટ ઉપલબ્ધ કરાવવામાં આવી છે. કોઈપણ કટોકટીના સમયે તાત્કાલિક સારવાર મળી રહે તે માટે પેરામેડિકલ સ્ટાફને પણ એલર્ટ મોડ પર રાખવામાં આવ્યો છે. વયોવૃદ્ધ અને દિવ્યાંગ મતદારો માટે વ્હીલચેર અને સહાયકની વ્યવસ્થા પણ સુનિશ્ચિત કરવામાં આવી છે. EVM અને સ્ટાફનું આયોજન ચૂંટણી પ્રક્રિયાને વેગ આપવા માટે કુલ 20,367 અધિકારીઓ અને કર્મચારીઓ ફરજ પર તૈનાત રહેશે. EVM મશીનોની વાત કરીએ તો, મનપા વિસ્તારમાં 6020 બી.યુ. (Ballot Unit) અને 3070 સી.યુ. (Control Unit) નો ઉપયોગ કરવામાં આવશે. જિલ્લા અને તાલુકા પંચાયતો માટે પણ પૂરતા પ્રમાણમાં રિઝર્વ મશીનો રાખવામાં આવ્યા છે. કલેક્ટરે સ્પષ્ટ કર્યું હતું કે મતદાર કાપલીઓનું વિતરણ થઈ ગયું છે, પરંતુ મતદારોએ પોતાની સાથે ઓળખનો માન્ય પુરાવો (જેમ કે આધાર કાર્ડ અથવા ચૂંટણી કાર્ડ) લાવવો ફરજિયાત રહેશે. 9,500થી વધુ જવાનોનું ડિપ્લોયમેન્ટ ચૂંટણી પ્રક્રિયાને સુચારુ રીતે પાર પાડવા માટે સુરત પોલીસ દ્વારા મોટા પાયે સ્ટાફની ફાળવણી કરવામાં આવી છે. જેમાં 20 DCP અને તેનાથી ઉચ્ચ કક્ષાના અધિકારીઓ, 22 ACP, 104 PI અને 225 PSI નો સમાવેશ થાય છે. આ ઉપરાંત SRP, હોમગાર્ડ અને ટ્રેનીઝ મળીને કુલ 9,500 થી વધુ જવાનો બૂથ, બિલ્ડિંગ અને સંવેદનશીલ વિસ્તારોમાં પેટ્રોલિંગ માટે ડિપ્લોય કરવામાં આવ્યા છે. પોલીસની આ ટીમ મતદાન મથકો પર કાયદો અને વ્યવસ્થા જાળવવા માટે કાર્યરત રહેશે. પેટ્રોલિંગ અને સ્પેશિયલ ટીમોની રચના શહેરના દરેક વિસ્તારમાં પોલીસની સતત હાજરી રહે તે માટે 565 ફોર-વ્હીલર વાહનો દ્વારા સતત પેટ્રોલિંગ કરવામાં આવશે. ખાસ કરીને જે બિલ્ડિંગમાં વધુ મતદાન મથકો છે, ત્યાં પોલીસની વિશેષ નજર રહેશે. ક્રાઈમ બ્રાન્ચ, PCB અને SOG ની કુલ 50 સ્પેશિયલ ટીમો બનાવવામાં આવી છે, જેમાં 400 થી વધુ જવાનો અને SRP ના જવાનોનો સમાવેશ થાય છે. આ ટીમો કોઈપણ આકસ્મિક પરિસ્થિતિમાં તાત્કાલિક પ્રતિસાદ આપવા માટે તૈયાર રહેશે. 3,000 CCTV અને બોડી વોર્ન કેમેરા ચૂંટણી પ્રક્રિયામાં પારદર્શિતા જાળવવા માટે સુરત પોલીસે ટેકનોલોજીનો ભરપૂર ઉપયોગ કર્યો છે. ફિલ્ડ પર રહેલા પોલીસ જવાનોને 900 બોડી વોર્ન કેમેરા અને 125 વીડિયો કેમેરા આપવામાં આવ્યા છે, જે સમગ્ર પ્રક્રિયાનું રેકોર્ડિંગ કરશે. શહેરના 3,000 CCTV કેમેરાનું મોનિટરિંગ કંટ્રોલ રૂમ દ્વારા કરવામાં આવશે. સિનિયર DCP કક્ષાના અધિકારીના સુપરવિઝનમાં કંટ્રોલ રૂમથી ફિલ્ડ યુનિટ્સને સતત સૂચનાઓ અપાશે, જેથી ભીડનું વ્યવસ્થાપન અને કાયદો-વ્યવસ્થા જળવાઈ રહે. ક્વિક રિસ્પોન્સ ટીમ અને ચેકપોસ્ટ કોઈપણ ઘટનાના સમયે મિનિટોમાં પહોંચવા માટે શહેરમાં 36 જેટલી ક્વિક રિસ્પોન્સ ટીમ (QRT) ની રચના કરવામાં આવી છે, જે દરેક પોલીસ સ્ટેશન દીઠ એક રહેશે. આ ઉપરાંત 102 સેક્ટર મોબાઈલ વાન અલગ-અલગ બૂથ પર પેટ્રોલિંગમાં રહેશે. શહેરની સરહદો અને મુખ્ય માર્ગો પર 10 જેટલી ચેકપોસ્ટ કાર્યરત કરવામાં આવી છે, જ્યાં દરેક શંકાસ્પદ હિલચાલ અને વાહનોનું સઘન ચેકિંગ કરવામાં આવી રહ્યું છે. ગુનેગારો સામે કડક હાથે કામગીરી શાંતિપૂર્ણ મતદાન માટે અગાઉ ગુનાઓમાં સામેલ હોય તેવા તત્વો સામે પોલીસે લાલ આંખ કરી છે. અત્યાર સુધીમાં કુલ 83 લોકો સામે પાસા (PASA) હેઠળ કાર્યવાહી કરવામાં આવી છે અને 30 લોકોને તડીપાર કરાયા છે. 14,000 જેટલા અસામાજિક તત્વો સામે અટકાયતી પગલાં લેવામાં આવ્યા છે. વળી, વર્ષોથી નાસતા-ફરતા 40 જેટલા રીઢા ગુનેગારોની પણ ધરપકડ કરવામાં આવી છે, જેથી ચૂંટણી પ્રક્રિયામાં કોઈ ખલેલ ન પહોંચાડે. દારૂ અને NDPS મુદ્દામાલની જપ્તી ગ્રામ્ય અને શહેર પોલીસ દ્વારા સંયુક્ત રીતે દારૂના દૂષણને નાબૂદ કરવા માટે ઝુંબેશ ચલાવવામાં આવી છે. જેમાં અંદાજે 2.57 કરોડની કિંમતનો વિદેશી દારૂ અને 9 લાખનો દેશી દારૂ જપ્ત કરવામાં આવ્યો છે. NDPS એક્ટ હેઠળ કાર્યવાહી કરી 1.60 કરોડનું ડ્રગ્સ પણ પકડવામાં આવ્યું છે. આ કડક કાર્યવાહીનો ઉદ્દેશ્ય ચૂંટણીમાં નશીલા દ્રવ્યોના માધ્યમથી મતદારોને પ્રભાવિત કરતા અટકાવવાનો છે. સોશિયલ મીડિયા પર નજર અને નાગરિકોને અપીલ ચૂંટણીના માહોલ દરમિયાન અફવાઓ ફેલાતી રોકવા માટે સોશિયલ મીડિયા મોનિટરિંગ ટીમ 24x7 કાર્યરત છે. ઉશ્કેરણીજનક પોસ્ટ કે ખોટી માહિતી ફેલાવનાર સામે કાયદેસરની કાર્યવાહી કરવાની ચીમકી જિલ્લા પોલીસ વડા રાજેશ ગઢીયાએ આપી છે. અંતમાં, વહીવટી તંત્ર અને પોલીસ વિભાગે સુરતના તમામ નાગરિકોને નિર્ભય બનીને, ભારે ઉત્સાહ સાથે મતદાન કરવા અને લોકશાહીના આ પર્વને સફળ બનાવવા નમ્ર અપીલ કરી છે.
    Click here to Read More
    Previous Article
    ઈરાનના વિદેશ મંત્રી ઈસ્લામાબાદના પ્રવાસે રવાના થયા:અરાઘચી પાકિસ્તાની અધિકારીઓ સાથે મિટિંગ કરશે, વાતચીતમાં અમેરિકા સામેલ નહીં થાય
    Next Article
    ચૂંટણી પહેલા જોરાવરનગર પોલીસનું ફૂટ પેટ્રોલિંગ:રતનપર-જોરાવરનગરના વિસ્તારોમાં 90 પોલીસકર્મીઓ સાથે કાયદો-વ્યવસ્થા જાળવવા પેટ્રોલિંગ

    Related Gujarat Updates:

    Are you sure? You want to delete this comment..! Remove Cancel

    Comments (0)

      Leave a comment