Search

    Language Settings
    Select Website Language

    GDPR Compliance

    We use cookies to ensure you get the best experience on our website. By continuing to use our site, you accept our use of cookies, Privacy Policy, and Terms of Service.

    BijnorNews
    Bijnor news

    ઇંગ્લેન્ડે ભારતને 259 રનનો ટાર્ગેટ આપ્યો:પહેલી વન-ડેમાં રૂટ અને ડૉસનની ફિફ્ટી; અક્ષર પટેલે 4 વિકેટ લીધી

    3 days ago

    જો રૂટ અને લિયામ ડૉસનની ફિફ્ટીની ઇનિંગ્સના જોરે ઇંગ્લેન્ડે પહેલી વન-ડેમાં ભારતને 259 રનનો ટાર્ગેટ આપ્યો છે. બર્મિંગહામના એજબેસ્ટન ખાતે યજમાન ટીમે 61 રન સુધી કોઈ વિકેટ ગુમાવી ન હતી, પરંતુ ત્યારબાદ 19 રનની અંદર જ 5 વિકેટ ગુમાવી દીધી હતી. આ પછી રૂટ અને ડૉસને છઠ્ઠી વિકેટ માટે 121 રનની ભાગીદારી કરી હતી. રૂટે 76 બોલમાં 76 રન બનાવ્યા હતા. ડૉસને 68 રનની ઇનિંગ્સ રમી હતી. ઇંગ્લેન્ડની ટીમ 47.5 ઓવરમાં 258 રન બનાવીને ઓલઆઉટ થઈ ગઈ હતી. ભારત તરફથી અક્ષર પટેલે સૌથી વધુ 4 વિકેટ ઝડપી હતી. પ્રસિદ્ધ ક્રિષ્ના અને ગુરનૂર બરારને 2-2 વિકેટ મળી હતી. જસપ્રીત બુમરાહ અને શિવમ દુબેને 1-1 સફળતા મળી છે. બન્ને ટીમની પ્લેઇંગ-11 ભારત (IND): રોહિત શર્મા, શુભમન ગિલ (કેપ્ટન), વિરાટ કોહલી, શ્રેયસ અય્યર, વોશિંગ્ટન સુંદર, કેએલ રાહુલ (વિકેટકીપર), શિવમ દુબે, અક્ષર પટેલ, ગરનૂર બરાર, જસપ્રીત બુમરાહ અને પ્રસિદ્ધ ક્રિષ્ના. ઇંગ્લેન્ડ (ENG): બેન ડકેટ, જેકબ બેથેલ, જો રૂટ, હેરી બ્રુક (કેપ્ટન), જોસ બટલર (વિકેટકીપર), સેમ કરન, વિલ જેક્સ, જોફ્રા આર્ચર, લિયામ ડૉસન, જોશ ટંગ અને આદિલ રશીદ.
    Click here to Read More
    Previous Article
    Karisma and Kareena Kapoor’s beauty secret revealed: ‘Using some malai’; expert weighs in
    Next Article
    Editor's View: પહેલા જમીન પર હવે દરિયામાં યુદ્ધ:ટ્રમ્પના હોર્મુઝ ટોલ અને હૂથીઓના ધડાકાથી દુનિયા ભયભીત, પેટ્રોલ-ડીઝલ ભડકે બળી શકે, ભારતમાં આર્થિક અંધાધૂંધીનો ખતરો

    Related સપોર્ટ Updates:

    Are you sure? You want to delete this comment..! Remove Cancel

    Comments (0)

      Leave a comment