Search

    Language Settings
    Select Website Language

    GDPR Compliance

    We use cookies to ensure you get the best experience on our website. By continuing to use our site, you accept our use of cookies, Privacy Policy, and Terms of Service.

    BijnorNews
    Bijnor news

    મોરબી સ્થાનિક સ્વરાજ ચૂંટણી:ચાર દિવસમાં ઓછો પ્રતિસાદ, 255 બેઠકો સામે માત્ર 65 ફોર્મ ભરાયા

    8 hours ago

    મોરબી જિલ્લામાં સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણી માટે ઉમેદવારી પત્રો ભરવાની પ્રક્રિયા ચાલી રહી છે. કુલ 255 બેઠકો માટે ચાર દિવસમાં માત્ર 65 ઉમેદવારી પત્રો ભરાયા છે. હવે ફોર્મ ભરવા માટે માત્ર બે દિવસ બાકી રહ્યા છે. જિલ્લામાં એક જિલ્લા પંચાયત, એક મહાનગરપાલિકા, ત્રણ નગરપાલિકા અને પાંચ તાલુકા પંચાયત માટે ચૂંટણી યોજાઈ રહી છે. મોરબી મહાનગરપાલિકાની 52 બેઠકો માટે ચાર દિવસમાં કુલ 31 ઉમેદવારી પત્રો ભરાયા છે. ગુરુવારે 22 અને તેના એક દિવસ પહેલા 9 ફોર્મ ભરાયા હતા. હજુ સુધી ભાજપ, કોંગ્રેસ અને આમ આદમી પાર્ટી દ્વારા તમામ બેઠકો માટે સત્તાવાર ઉમેદવારો જાહેર કરવામાં આવ્યા નથી. કોંગ્રેસે માત્ર 23 બેઠકો પર ઉમેદવારો જાહેર કર્યા છે. આથી, આગામી બે દિવસમાં મહાનગરપાલિકાની બેઠકો માટે ઉમેદવારી પત્રો ભરવા માટે ભારે ધસારો જોવા મળી શકે છે. જિલ્લાની ત્રણ નગરપાલિકાઓની કુલ 76 બેઠકો પૈકી, ટંકારા પાલિકાની એક બેઠક માટે જ ઉમેદવારી પત્ર ભરાયું છે. અન્ય નગરપાલિકાઓ માટે ભાજપ, કોંગ્રેસ, આમ આદમી પાર્ટી કે અપક્ષ ઉમેદવારો દ્વારા હજુ સુધી કોઈ ફોર્મ ભરવામાં આવ્યા નથી. પાંચ તાલુકા પંચાયતની કુલ 98 બેઠકો માટે અત્યાર સુધીમાં 24 ઉમેદવારી પત્રો ભરાયા છે. ગુરુવારે મોરબીમાં 9, વાંકાનેરમાં 5, ટંકારામાં 5 અને હળવદમાં 3 ઉમેદવારી પત્રો દાખલ થયા હતા. મોરબી જિલ્લા પંચાયતની 24 બેઠકો માટે ગુરુવારે 8 ઉમેદવારી પત્રો ભરાયા છે. તમામ તાલુકા પંચાયતો અને જિલ્લા પંચાયત માટે પણ રાષ્ટ્રીય પક્ષો દ્વારા હજુ સુધી સત્તાવાર ઉમેદવારો જાહેર કરવામાં આવ્યા નથી.
    Click here to Read More
    Previous Article
    કોલકાતાએ 182 રનનો ટાર્ગેટ આપ્યો:લખનઉના 6 બેટર્સ આઉટ; બદોની ફિફ્ટી ફટકારીને આઉટ, અનુકુલને બીજી વિકેટ મળી
    Next Article
    Nihal Sarin stuns World Champion Gukesh at Menorca Masters with ruthless attacking display

    Related Gujarat Updates:

    Are you sure? You want to delete this comment..! Remove Cancel

    Comments (0)

      Leave a comment