Search

    Language Settings
    Select Website Language

    GDPR Compliance

    We use cookies to ensure you get the best experience on our website. By continuing to use our site, you accept our use of cookies, Privacy Policy, and Terms of Service.

    BijnorNews
    Bijnor news

    ગુજરાત પોલીસના પ્રમોશન પામેલા 254 PIને પોસ્ટિંગ:રાજ્યમાં સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણી પહેલા પોલીસ બેડામાં મોટા ફેરફાર

    1 day ago

    રાજ્યમાં સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણી પહેલા ગુજરાત પોલીસના 254 પોલીસ ઇન્સ્પેક્ટરોની બદલી કરવામાં આવી છે. રાજ્ય પોલીસ વડા દ્વારા બઢતી આપવામાં આવેલા પીઆઇને અલગ અલગ પોલીસ સ્ટેશનોમાં પોસ્ટિંગ આપવામાં આવ્યા છે. PSIથી PIના પ્રમોશન બાદ પોસ્ટિંગ આપવામાં આવ્યા બાદ જે તે જગ્યાએ મૂકવામાં આવ્યા હતા. પ્રમોશન બાદ જે તે પોલીસ સ્ટેશનમાં પોસ્ટિગ આપવામાં આવ્યા હતા. 254 જેટલા PIને એક સાથે પોસ્ટિંગ આપવામાં આવ્યા છે. પ્રમોશન પામેલા PIને પોસ્ટિંગ સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણી પહેલા ગુજરાતના 650થી વધારે પોલીસ ઇન્સ્પેક્ટરોની બદલીઓ કરવામાં આવનાર હોવાની ચર્ચા છેલ્લા બે દિવસથી ચાલી રહી હતી. જેની વચ્ચે આજે રાજ્ય પોલીસવડા ડો. કે. એલ. એન. રાવ દ્વારા 254 જેટલા પીઆઈની બદલી કરવામાં આવી છે જોકે આ તમામ પોલીસ ઇન્સ્પેક્ટર પીએસઆઇમાંથી પીઆઇ તરીકે પ્રમોશન મેળવી ચૂક્યા છે અને તેમને જે તે જગ્યા પર જ પ્રમોશન આપીને રાખવામાં આવ્યા હતા ત્યારબાદ હવે પોસ્ટિંગ આપી દેવામાં આવ્યા છે. આ સમાચાર અમે અપડેટ કરી રહ્યા છીએ
    Click here to Read More
    Previous Article
    કેરળના CMએ કહ્યું- રાહુલમાં પાર્ટીના કાર્યકર જેટલી પણ સમજણ નથી:થરૂરે કહ્યું- ભાજપ કેરળમાં 'ઝીરો સીટ'વાળી પાર્ટી, અમે કોઈની B-ટીમ નથી; અમે કેરળની A-ટીમ છીએ
    Next Article
    ભાવનગર માર્કેટયાર્ડમાં 6 દિવસ હરાજી બંધ રહેશે:અનાજ, તેલીબીયા, ડુંગળી સહિતની જાહેર હરાજી બંધ; શાકભાજી વિભાગનું કામકાજ રાબેતા મુજબ ચાલુ

    Related Gujarat Updates:

    Are you sure? You want to delete this comment..! Remove Cancel

    Comments (0)

      Leave a comment