Search

    Language Settings
    Select Website Language

    GDPR Compliance

    We use cookies to ensure you get the best experience on our website. By continuing to use our site, you accept our use of cookies, Privacy Policy, and Terms of Service.

    BijnorNews
    Bijnor news

    સમામાં બુટલેગર 'શિયાળ'ના દારૂના નેટવર્ક પર પોલીસનો દરોડો:મુખ્ય બુટલેગર સહિત પાંચ ઝડપાયા, એક ફરાર; 2.53 લાખનો મુદ્દામાલ જપ્ત

    18 घंटे पहले

    વડોદરા શહેર પોલીસે સમા વિસ્તારમાં ગેરકાયદે દારૂના ધંધા સામે રેડ કરતાં મુખ્ય બુટલેગર રમણ ઉર્ફે 'શિયાળ' માળી સહિત પાંચ આરોપીઓને ઝડપી પાડ્યા છે, જ્યારે એક આરોપી ફરાર થઈ ગયો હતો. પોલીસે સ્થળ પરથી વિદેશી દારૂ અને બિયરના 96 નંગ, છ મોબાઇલ ફોન, એક ટુ-વ્હીલર તથા રોકડ રૂપિયા સહિત રૂ.2.53 લાખનો મુદ્દામાલ કબજે કર્યો છે. રમણ ઉર્ફે 'શિયાળ' નેટવર્ક ચલાવતો હતો પોલીસ તપાસ દરમિયાન ઝડપાયેલા આરોપીઓમાં રમણભાઈ ઉર્ફે શિયાળ મયજીભાઈ માળી, તેનો પુત્ર મેહુલ રમણભાઈ માળી તેમજ કમલેશ તળપદા, સંતોષ માળી અને હરમનજીતસિંહ ઓજવાનો સમાવેશ થાય છે. જ્યારે પવન ભાઉ ઉર્ફે નિલેશ જયસ્વાલ નામનો આરોપી ફરાર હોવાનું સામે આવ્યું છે. વિદેશી દારૂ સહિત 2.53 લાખનો મુદ્દામાલ જપ્ત પ્રાથમિક તપાસમાં આરોપીઓ સંગઠિત રીતે ભારતીય બનાવટના વિદેશી દારૂ અને બિયરની ખરીદી, સંગ્રહ, હેરફેર અને વેચાણનો ધંધો ચલાવતા હોવાનું બહાર આવ્યું છે. પોલીસે દારૂનો જથ્થો, મોબાઇલ ફોન, વાહન અને રોકડ રકમ સહિત રૂ 2.53 લાખનો મુદ્દામાલ જપ્ત કર્યો હતો. આરોપીની શોધખોળ સાથે દારૂના સપ્લાય ચેઇન અને અન્ય સંડોવાયેલા શખ્સોની ઓળખ માટે પોલીસે વધુ તપાસ હાથ ધરી છે.
    Click here to Read More
    Previous Article
    ટાટા કેમિકલ્સ દ્વારા જામનગર મરીન સેન્ચ્યુરીમાં કેમિકલ વેસ્ટ છોડવાનો મામલો:NEERI ત્રણ મહિનામાં ઈન્સ્પેક્શન કરીને પર્યાવરણીય નુકસાન અને પર્યાવરણના પુનઃસ્થાપન ખર્ચ અંગે રીપોર્ટ આપશે
    Next Article
    ધોળી પૂર્વ પ્રાથમિક શાળામાં 6 નવા વર્ગખંડોનું ખાતમુહૂર્ત:ગોધરા તાલુકામાં APMC ચેરમેન માલવદીપસિંહ રાહુલજી રહ્યા ઉપસ્થિત

    Related Gujarat Updates:

    Are you sure? You want to delete this comment..! Remove Cancel

    Comments (0)

      Leave a comment