Search

    Language Settings
    Select Website Language

    GDPR Compliance

    We use cookies to ensure you get the best experience on our website. By continuing to use our site, you accept our use of cookies, Privacy Policy, and Terms of Service.

    BijnorNews
    Bijnor news

    અમરેલીમાં મુખ્યમંત્રી રૂ. 25.23 કરોડના વિકાસકાર્યોનું લોકાર્પણ કરશે:APMCમાં 2 લાખ ચોરસ ફૂટના શેડ સહિત 10 કાર્યોનું ઉદ્ઘાટન

    1 week ago

    મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલ આજે અમરેલી જિલ્લામાં કુલ રૂ. 25.23 કરોડના 10 વિકાસકાર્યોનું લોકાર્પણ કરશે. આ પ્રસંગે તેઓ અમરેલી APMC ખાતે એક વિશાળ જનસભાને પણ સંબોધશે. આ વિકાસકાર્યો દ્વારા જિલ્લામાં શિક્ષણ, આરોગ્ય, ઊર્જા અને માર્ગ સુવિધાઓમાં વધારો થશે, જેનાથી નાગરિકોને વધુ સગવડો ઉપલબ્ધ બનશે. લોકાર્પણ થનારા કાર્યોમાં સહકાર વિભાગ (APMC) હસ્તક રૂ. 12 કરોડના ખર્ચે નિર્મિત 2 લાખ ચોરસ ફૂટના વિશાળ શેડનો સમાવેશ થાય છે. આ ઉપરાંત, માર્ગ અને મકાન વિભાગ (પંચાયત) હસ્તકના સાવરકુંડલાના ઢસેડીપરાથી ખોડિયાર મંદિર સુધી રૂ. 1.20 કરોડના ખર્ચે બનેલા રોડનું પણ લોકાર્પણ થશે. શિક્ષણ વિભાગ હેઠળ રૂ. 6.46 કરોડના પાંચ કામોનું ઉદ્ઘાટન કરવામાં આવશે. જેમાં કુકાવાવ ખાતે રૂ. 1.12 કરોડના ખર્ચે બનેલી મોંઘી બા કન્યા શાળા, લાઠી તાલુકાના ટોડા ખાતે રૂ. 1.09 કરોડના ખર્ચે બનેલી પ્રાથમિક શાળા, રાજુલા તાલુકાના ડોળિયા ખાતે રૂ. 1.06 કરોડના ખર્ચે બનેલી પ્રાથમિક શાળા, ધારીના છતડીયા ખાતે રૂ. 1.47 કરોડના ખર્ચે બનેલી માધ્યમિક શાળા અને સાવરકુંડલા તાલુકાના મિતિયાળા ખાતે રૂ. 1.72 કરોડના ખર્ચે બનેલી માધ્યમિક શાળાનો સમાવેશ થાય છે. આરોગ્ય વિભાગ હસ્તક સાવરકુંડલા તાલુકાના આંબરડી મુકામે રૂ. 1.52 કરોડના ખર્ચે નિર્મિત પ્રાથમિક આરોગ્ય કેન્દ્રનું પણ લોકાર્પણ થશે. ઊર્જા અને પેટ્રોકેમિકલ્સ વિભાગ હેઠળ PGVCL દ્વારા અમરેલી વર્તુળ કચેરીની રૂ. 2.29 કરોડના ખર્ચે નવનિર્મિત બે વિભાગીય કચેરીઓ તથા રાજુલા શહેર અને રાજુલા ગ્રામ્ય વિભાગની રૂ. 1.73 કરોડના ખર્ચે નિર્મિત કચેરીઓનું પણ ઉદ્ઘાટન કરવામાં આવશે. આ વિકાસકાર્યોના લોકાર્પણથી સ્થાનિક નાગરિકોને વધુ સારી અને ગુણવત્તાસભર સુવિધાઓ ઉપલબ્ધ બનશે. આ પ્રોજેક્ટ્સ જિલ્લાના સર્વાંગી વિકાસને વધુ વેગ આપશે તેવી અપેક્ષા છે.
    Click here to Read More
    Previous Article
    સુરતને ઈન્ટરનેશનલ એર મેપ પર મુકનાર પહેલી ફ્લાઈટ પર ગ્રહણ:28 માર્ચથી સુરતથી શારજાહની ઉડાન બંધ, એરલાઇન્સે રૂટનું બુકિંગ બંધ કરી દેતા મુસાફરોમાં રોષ
    Next Article
    Air India Tightens Fitness Norms For Cabin Crew, BMI To Be Key Factor

    Related Gujarat Updates:

    Are you sure? You want to delete this comment..! Remove Cancel

    Comments (0)

      Leave a comment