Search

    Language Settings
    Select Website Language

    GDPR Compliance

    We use cookies to ensure you get the best experience on our website. By continuing to use our site, you accept our use of cookies, Privacy Policy, and Terms of Service.

    BijnorNews
    Bijnor news

    'મેયર હોય કે મોદી, મને શું ફરક પડે':'વારાણસીથી ટિકિટ આપે તો 2.51 લાખ મત ન લાવું તો રાજનીતિ છોડી દઈશ', સુરતથી AAP ઉમેદવાર અને સો.મીડિયા ઈન્ફ્લુએન્સરનો પડકાર

    14 hours ago

    ગુજરાતમાં સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણીઓનો માહોલ ગરમાયો છે. ત્યારે સુરતમાં આમ આદમી પાર્ટીએ સોશિયલ મીડિયા ઈન્ફ્લૂએન્સર ભાવેશ ધામેલિયાને વોર્ડ નંબર-6થી મેદાને ઉતાર્યાં છે. એટલે કે ત્યાંથી ત્યારે ભાવેશ ધામેલિયા ઉર્ફે પાટીદારનો એક વીડિયો સોશિયલ મીડિયા પર વાયરલ થઈ રહ્યો છે. જેમાં ભાવેશ ધામેલિયાએ જણાવ્યું હતું કે મેયર હોય કે નરેન્દ્ર મોદી, મારે શું ફરક પડે. આમ આદમી પાર્ટીની અંદર જો તાકાત હોય તો મને વારાણસીથી ટિકિટ આપે લોકસભાની તો હું નરેન્દ્ર મોદી સાથે પણ લડવા તૈયાર છું. વોર્ડ નંબર 6માંથી ઉમેદવારી નોંધાવી ભાવેશભાઈએ વોર્ડ નંબર 6માંથી પોતાની ઉમેદવારી નોંધાવી છે. વોર્ડ નંબર 6 એ સુરતના પૂર્વ મેયરનો મતવિસ્તાર છે, જે ભાજપનો મજબૂત ગઢ માનવામાં આવે છે. આ વખતે ભાજપે અહીંથી મજબૂત પેનલ મેદાનમાં ઉતારી છે. જેની સામે આમ આદમી પાર્ટીએ ભાવેશ ધામેલિયા પર પસંદગી ઉતારી છે. પૂર્વ મેયરની પેનલ સામે એક યુવા ચહેરાની પસંદગી થતા આ બેઠક પર સૌની નજર છે. હાર-જીતનો ફેંસલો જનતાના હાથમાં ચૂંટણીના પરિણામો અંગે વાત કરતા તેમણે જણાવ્યું હતું કે, હાર કે જીત જે પણ હોય, તેનો અંતિમ નિર્ણય 'જનતા જનાર્દન'ના હાથમાં છે. તેમણે વધુમાં ઉમેર્યું કે તેઓ પરિણામની ચિંતા કર્યા વગર પૂરી શક્તિથી ચૂંટણી લડશે અને લોકોના પ્રશ્નો માટે અવાજ ઉઠાવશે. વીડિયોના અંતમાં, એક સમર્થકે જ્યારે તેમને વ્યક્તિગત રીતે મત આપવાની વાત કરી, ત્યારે ભાવેશભાઈએ પક્ષ પ્રત્યેની નિષ્ઠા દર્શાવતા કહ્યું કે, માત્ર એક ઉમેદવારને નહીં પણ આમ આદમી પાર્ટીના ચારેય ઉમેદવારોને (આખી પેનલને) મત આપીને વિજયી બનાવવા જોઈએ. 5 લાખથી વધુ ફોલોઅર્સ અને મજબૂત ડિજિટલ પકડ ભાવેશ ધામેલિયા માત્ર એક ઉમેદવાર નથી. પરંતુ સોશિયલ મીડિયા પર ખૂબ જ લોકપ્રિય છે. તેમના સોશિયલ મીડિયા પ્લેટફોર્મ પર 5 લાખથી વધુ ફોલોઅર્સ છે. તેમની આ લોકપ્રિયતા અને યુવા વર્ગમાં રહેલી પકડને જોતા આમ આદમી પાર્ટીને મોટી આશા છે. ભાવેશ ધામેલિયાના વીડિયો અને સામાજિક મુદ્દાઓ પરની તેમની રજૂઆતને કારણે તેઓ સુરતના મધ્યમ અને યુવા વર્ગમાં સારૂં એવું વર્ચસ્વ ધરાવે છે. ચૂંટણી પ્રચાર દરમિયાન ભાવેશ ધામેલિયાને મતદારો તરફથી સારો પ્રતિસાદ મળી રહ્યો છે. તેઓ ડોર-ટુ-ડોર કેમ્પેઈન અને સોશિયલ મીડિયાના માધ્યમથી લોકો સુધી પહોંચી રહ્યા છે. તેમનું માનવું છે કે જનતા હવે પરિવર્તન ઈચ્છે છે અને વોર્ડ નંબર 6માં AAPની પેનલ વિજય મેળવશે. નાના માણસો સાથે અન્યાય સામે અવાજ ઉઠાવ્યો ભાવેશ ધામેલીયાએ જણાવ્યું હતું કે, મારું મૂળ વતન છે ભાવનગર પાસે સિદસર શામપરા. છેલ્લા 17 વર્ષથી હું સુરત શહેરની અંદર રહું છું. અને 2 વર્ષ વરાછા વિસ્તારમાં પણ રહ્યો છું અને 15 વર્ષથી કતારગામમાં રહું છું. મેં લગભગ 2019માં આ વિડીયો બનાવવાનું ચાલુ કર્યું. કોઈપણ જગ્યાએ કોઈ અત્યાચાર થતા હોય, અન્યાય થતો હોય, કોઈ નાના માણસો સાથે અન્યાય થતો હોય, કોઈ ગરીબ માણસો સાથે અન્યાય થતો હોય, કોઈ છેતરપિંડી થતી હોય, તો અમે શરૂઆતમાં એવા બધા વિડીયોઝ બનાવતા હતા. 'લોકો પીડાઈ રહ્યા હોવાથી વીડિયો બનાવ્યા' સરકારની અંદર ખૂબ ભ્રષ્ટાચાર થઈ રહ્યો છે, અધિકારીઓ બેફામ બન્યા છે, કોઈની વાત સાંભળતા ન હોવાનો પણ ભાવેશ ધામેલિયાએ રોષ વ્યક્ત કર્યો હતો. વધુમાં જણાવ્યું કે નાના માણસો ધક્કા ખાઈ ખાઈને તૂટી જાય છે, તો એમની પણ વાત સાંભળવામાં નથી આવતી. એટલે અમને એમ થયું કે ભારતીય જનતા પાર્ટીની સરકાર છે, તો એવા પણ વિડીયો બનાવીએ જેથી કરીને સરકારના નેતાઓ સુધી પહોંચે અને કદાચ એમની આંખ ઉઘડે કે નાના અને સામાન્ય માણસો, ખેડૂતો ખૂબ પીડાઈ રહ્યા છે. ‘પહેલા મિત્રના પેજ પર વીડિયો મૂક્યા’ જે તે સમયે અમારા એક મિત્રના પેજ ઉપર અમે આ વિડીયો બધા અપલોડ કરતા, આદિત્ય દુબે નામ છે વડોદરામાં રહે છે, મૂળ યુપીના વતની છે પણ વર્ષોથી વડોદરામાં રહે છે. એ સમયે અમારા વિડીયો ખૂબ એટલે ખૂબ જ ચાલતા. લોકો વિડીયોની રાહ જોઈને બેઠા હોય. કે ભાઈ એ સમયે ‘તારક મહેતા કા ઉલ્ટા ચશ્મા’ સિરિયલ આવતી, તો અમે જનરલી 8:30 વાગ્યે વીડિયો અમે પોસ્ટ કરતા. એટલે ઘણા બધા લોકો અમને કોમેન્ટમાં એવું કહેતા કે તમે 8:00 વાગ્યાનો સમય રાખો. અમારે તારક મહેતાય જોવું હોય અને તમારા વિડીયો પણ જોવા હોય, અમે તમારા વિડીયો કોઈ ચૂકતા નથી. એટલા સરસ હોય મજા આવે છે. અમે જ્યારે વીડિયો બનાવતા ત્યારે મારા મિત્રના પેજ ઉપર જ અમે અપલોડ કરતા. ત્યારે અમે કોઈ ફેસબુક પર પેજ નહોતું બનાવ્યું, એકાઉન્ટ હતું માત્ર 5000 ફ્રેન્ડ હતા. પછી મારા મિત્રએ કામ છોડી દીધું અને પછી મેં પણ મારી દુકાન બંધ કરી અને હું આમ આદમી પાર્ટીમાં જોઈન થયો અને એ સમયે 2021ની સ્થાનિક સ્વરાજની ચૂંટણી આવી અને AAPના 27 કોર્પોરેટરો જીતીને આવ્યા અને ખૂબ સરસ કામગીરી કરતા હતા. એને લઈને પણ અમે સોશિયલ મીડિયામાં ખૂબ વીડિયો મૂક્યા, એ પણ વાયરલ થતા હતા. 'સરકાર સામે અધિકારીઓ બોલતા નથી' ભાવેશ ધામેલિયાએ વિસાવદરથી આપના ધારસભ્ય ગોપાલ ઈટાલિયાના પણ વખાણ કર્યાં. તેમણે વધુમાં જણાવ્યું હતું કે,એ સમયે ગોપાલ ઈટાલિયા આપમાં જોડાયા હતા. ત્યારે અમને એમ લાગ્યું કે લોકોના પ્રશ્નો તો ખૂબ છે. સરકાર સામે અધિકારીઓ સામે લોકો બોલી નથી શકતા. લોકો અમને વૉટ્સએપમાં મેસેજ કરતા અને તેમના ગામની સમસ્યાઓ મોકલી આપતા. અમારી પાસે માગ કરતા કે અમારો અવાજ બનીને વીડિયો બનાવશો? હાલમાં 5 લાખથી વધુ ફોલોઅર્સ લગભગ ગુજરાતની અંદર હું કોઈ પણ ગામની અંદર તમે જાઓ તો લગભગ તમે એમ કહો કે ભાઈ સોશિયલ મીડિયામાં પેલા ભાવેશ ધામેલીયા છે, વીડિયો બનાવે એને ઓળખો છો? તો એક ગામમાંથી કમ સે કમ 40થી 50 લોકો તો નીકળે જ. છેક બનાસકાંઠા, સાબરકાંઠા સુધી જાઓ, કોઈ પણ જગ્યાએ જાઓ.હાલ હમણાં મારું એક પેજ ડિસેબલ કરી દેવામાં આવ્યું, એમાં મારે 4,30,000 ફોલોઅર્સ હતા. એ ડિસેબલ થયું એટલે મેં બીજું પેજ મારું એક્ટિવ હતું ત્યારે એમાં 1 લાખ ફોલોઅર્સ હતા અને જેવું ડિસેબલ થયું એના ત્રણ મહિના થયા, તો આ ત્રણ મહિનાની અંદર 1 લાખમાંથી મારે 3,25,000એ પહોંચ્યું એટલે ત્રણ મહિનામાં સવા બે લાખ ફોલોઅર્સ મારા પેજની અંદર એક્ટિવ થયા છે. અન્ય ફોલોઅર્સ મળીને અત્યારે હાલ પાંચ લાખથી વધુ ફોલોવર્સ છે. જેમ જેમ લોકોને ખબર પડી કે મારું આગળનું પેજ બંધ થયું એટલે લોકો આમાં જોડાવા માંડ્યા છે. ખૂબ સારો એવો રિસ્પોન્સ પણ આપે છે અને નેગેટિવ કોમેન્ટ્સ તો આપવાવાળા આપે છે, અમે એના ઉપર બહુ કઈ ધ્યાન દેતા નથી. કારણ કે એના ઉપર ફોકસ કરીએ તો એ લોકો મોટા થાય. 'વારાણસીમાં નરેન્દ્ર મોદી સામે લડવા તૈયાર' અગાઉ પણ મેં ચોખવટ કરી છે અને ઘણા બધા જ્યારે મને આમ આદમી પાર્ટીએ સુરત શહેર કતારગામ વોર્ડ નંબર 6માં મને જ્યારે ઉમેદવાર તરીકે ટિકિટ આપી ત્યારે ઘણા બધાએ એમ કીધું મને કે ભાઈએ મેયરનો વોર્ડ છે ત્યાં ચૂંટણી ન લડાય. એટલે મેં ફૂલ કોન્ફિડન્સથી કીધું, મારી અંદર જે તાકાત છે એ તાકાત લગાવીને કીધું કે ભાઈ મેયર હોય કે નરેન્દ્ર મોદી હોય, મારે શું ફરક પડવાનો છે? અને આજે પણ હું કહું છું કે આમ આદમી પાર્ટીની અંદર જો તાકાત હોય તો મને વારાણસીથી ટિકિટ આપે લોકસભાની. હું નરેન્દ્ર મોદી સાથે લડવા તૈયાર છું અને 2,51,000 વોટ ન લઈને આવું ને તો આજીવન હું રાજનીતિ છોડી દેવા માટે પણ તૈયાર છું. જ્યારે ચૂંટણીના મેદાનમાં ઉતર્યા હોઈએ ત્યારે કોણ મેયર, કોણ મુખ્યમંત્રી, કોણ મોદી એ અમારે નથી જોવાનું. અમારો સિદ્ધાંત, અમારો લક્ષ્ય એક જ છે કે આમ આદમી પાર્ટીને જીતાડવી છે અને વધુમાં વધુ આગળ વધારવી છે. મુદ્દાઓ ઘણા બધા છે પણ હાલ અત્યારે સ્થાનિક સ્વરાજની ચૂંટણી છે એટલે ખાસ કરીને ગટર, રોડ, રસ્તા, સારી સરકારી સ્કૂલો, સારી હોસ્પિટલની સુવિધાઓ, આ બધા મુદ્દાઓને લઈને અમે આગળ વધી રહ્યા છીએ. અને જે વોર્ડની અંદર મારે લડવાનું છે, એ જ વોર્ડની અંદર ઘણી બધી એવી સોસાયટીઓ છે કે જ્યાં છેલ્લા 25 દિવસથી પીવાના પાણીની અંદર ગટરનું પાણી ભળી ગયેલું છે. એમાં કોઈ જાતની કોઈ મેયર - આટલા સમયથી મેયર હતા તો મેયરે કોઈ જાતની ત્યાં તસ્દી લીધી નથી. આજે એ સોસાયટીવાળા ખૂબ પીડાય છે. અને અમે એ લોકોને વચન આપ્યું છે કે એક વખત અમે જો સત્તામાં આવશું, અમારો મેયર બનશે તો કોઈપણ સોસાયટીની અંદર નાનામાં નાના પ્રશ્નો હશે અને કોઈપણ સમાજના કોઈપણ વર્ગના પ્રશ્નો હશે તો અમે ખૂબ તાકાતથી તમારા પ્રશ્નો રજૂ કરીશું અને એનું નિરાકરણ પણ લાવીશું. એ અમારી અંદર તાકાત છે. અને અમે જનતાને કહીએ છીએ કે 15 દિવસ અમને આપો, 5 વર્ષ અમારો લાભ ઉઠાવજો. જ્યાં તમારે કામ કરાવવા હોય. હવે જોવાનું એ રહેશે કે સોશિયલ મીડિયાની આ લોકપ્રિયતા મતના બોક્સમાં કેટલી પરિવર્તિત થાય છે અને ભાજપના આ મજબૂત કિલ્લામાં ભાવેશ ધામેલિયા ગાબડું પાડી શકે છે કે નહીં!
    Click here to Read More
    Previous Article
    પાટણ નગરપાલિકા ચૂંટણી માટે વહીવટી તંત્ર સજ્જ:ચૂંટણી સ્ટાફને EVM સંચાલન અને કાયદાકીય પ્રક્રિયાની તાલીમ અપાઈ
    Next Article
    Leo XIV To Benedict XVI: When Popes Spoke About Matters Beyond Church

    Related Gujarat Updates:

    Are you sure? You want to delete this comment..! Remove Cancel

    Comments (0)

      Leave a comment