Search

    Language Settings
    Select Website Language

    GDPR Compliance

    We use cookies to ensure you get the best experience on our website. By continuing to use our site, you accept our use of cookies, Privacy Policy, and Terms of Service.

    BijnorNews
    Bijnor news

    પાણીજન્ય-મચ્છરજન્ય રોગો સામે મનપા એલર્ટ:પાલિકાએ 251 હોટસ્પોટ ચિહ્નિત કર્યા, 1100 સાઇટ્સ પર પ્રાઇવેટ નોડલ ઓફિસર તહેનાત; મલેરિયાના 384 અને ડેન્ગ્યુના 100 કેસ

    9 hours ago

    સુરત મહાનગરપાલિકા વિસ્તારમાં ચોમાસાની ઋતુને પગલે મચ્છરજન્ય અને પાણીજન્ય રોગચાળો વકર્યો છે. પાલિકાના આરોગ્ય અધિકારી ફેનીલ પટેલના જણાવ્યા અનુસાર, પ્રી-મોન્સૂન કામગીરી હેઠળ શહેરમાં પાણીજન્ય રોગો માટે 191 હોટસ્પોટ અને મલેરિયા-ડેન્ગ્યુ માટે 60 હોટસ્પોટ મળી કુલ 251 સંવેદનશીલ વિસ્તારો આઈડેન્ટીફાઈ કરવામાં આવ્યા છે. ખાસ કરીને ડેન્ગ્યુના મચ્છરોની ઉત્પત્તિ રોકવા માટે 1100થી વધુ મેજર કન્સ્ટ્રક્શન સાઇટ્સ પર બિલ્ડર/ડેવલપર દ્વારા ફરજિયાતપણે પોતાના એક 'પ્રાઇવેટ નોડલ ઓફિસર'ની નિમણૂક કરવામાં આવી રહી છે, જે સાઇટ પર પાણીનો ભરાવો કે બ્રીડિંગ ન થાય તેની તકેદારી રાખશે અને પાલિકાનો આરોગ્ય વિભાગ આ ખાનગી નોડલ ઓફિસર્સ સાથે સીધું કોર્ડિનેશન રાખી કામગીરી સુનિશ્ચિત કરશે. મલેરિયાના 384 અને ગેસ્ટ્રોના 100થી વધુ કેસ નોંધાયા પાલિકાના સત્તાવાર આંકડા મુજબ સુરત શહેરમાં અત્યાર સુધીમાં મલેરિયાના 384થી વધુ તેમજ ડેન્ગ્યુના આશરે 100 જેટલા પોઝિટિવ કેસો નોંધાઈ ચૂક્યા છે. બીજી તરફ પાણીજન્ય રોગોમાં પણ સતત ઉછાળો જોવા મળી રહ્યો છે, જેમાં એક્યુટ ગેસ્ટ્રોએન્ટ્રાઇટિસ (એક્યુટ જી.ઈ.) ના 100થી વધુ કેસો અને ટાઈફોઈડના 50થી વધારે દર્દીઓ સામે આવ્યા છે. સરકારી તેમજ ખાનગી હોસ્પિટલોમાંથી સતત ડેટા કલેક્ટ કરીને કોઈ ચોક્કસ વિસ્તાર કે સોસાયટીમાં રોગચાળાનું ક્લસ્ટરિંગ ન થાય તે માટે આરોગ્ય વિભાગ દ્વારા રોજેરોજ તેનું ગહન એનાલિસિસ કરવામાં આવી રહ્યું છે. ગંદા પાણી અને લીકેજ સામે આરોગ્ય-હાઈડ્રોલિક વિભાગનું સંયુક્ત ઓપરેશન ખાસ કરીને સ્લમ અને સ્લમ જેવા વિસ્તારોમાં દૂષિત પાણીની ફરિયાદો આવતી હોવાથી આરોગ્ય વિભાગની ટીમો દ્વારા દર 15 થી 20 દિવસે સર્વેલન્સ હાથ ધરવામાં આવી રહ્યું છે. જ્યાં પણ પીવાના પાણીની લાઈનમાં લીકેજ કે ગંદા પાણીની સમસ્યા સર્જાય છે, ત્યાં તાત્કાલિક હાઈડ્રોલિક વિભાગને જાણ કરીને સમારકામ પૂરું કરાવાય છે. આ સાથે આરોગ્ય ટીમો દ્વારા લોકોને પાણી ઉકાળીને પીવા, ક્લોરીન ટેબ્લેટનો ઉપયોગ કરવા તેમજ ઓઆરએસનું વિતરણ કરીને આરોગ્યલક્ષી માર્ગદર્શન પૂરું પાડવામાં આવી રહ્યું છે. વેસુ અને સરથાણામાં ડેન્ગ્યુનો ઉપદ્રવ વધુ, નિયમભંગ બદલ દંડ વસૂલાયો ડેન્ગ્યુના કેસો ખાસ કરીને જ્યાં ઝડપી બાંધકામ પ્રવૃત્તિ ચાલી રહી છે તેવા ડેવલપિંગ વિસ્તારો—જેમ કે વેસુ અને ઈસ્ટ ઝોન-બી (વરાછા-બી) ના સરથાણામાં વધુ જોવા મળ્યા છે. ઓગસ્ટ માસ દરમિયાન પાલિકા દ્વારા 1100થી વધુ બાંધકામ સાઇટો પર સઘન ચેકિંગ કરવામાં આવ્યું હતું. જ્યાં પાણી ભરાયેલા કુંડા, ટાયરો કે ખુલ્લી ઓવરહેડ ટાંકીઓમાંથી મચ્છરોના લાર્વા મળી આવ્યા હતા, તે તમામ બિલ્ડરો-કોન્ટ્રાક્ટરોને નોટિસ પાઠવી વહીવટી ચાર્જ (દંડ) વસૂલ કરવામાં આવ્યો છે. મેડિકલ સ્ટોરમાંથી જાતે દવા ન લેવા આરોગ્ય વિભાગની ચેતવણી આરોગ્ય અધિકારીએ ગંભીર ચિંતા વ્યક્ત કરતાં જણાવ્યું હતું કે, સર્વે દરમિયાન ધ્યાને આવ્યું છે કે તાવ, શરદી, ઉધરસ કે ઝાડા-ઉલટી જેવા લક્ષણો જણાય ત્યારે લોકો સીધા મેડિકલ સ્ટોર પરથી અથવા જાતે જ દવાઓ ખરીદીને લઈ લે છે. આ પ્રવૃત્તિ અત્યંત જોખમી સાબિત થઈ શકે છે. નાગરિકોને અપીલ કરવામાં આવી છે કે બીમારીના પ્રાથમિક લક્ષણો જણાય કે તુરંત નજીકના અર્બન હેલ્થ સેન્ટર (UHC), નવી સિવિલ હોસ્પિટલ કે સ્મીમેર હોસ્પિટલ પહોંચી નિષ્ણાત તબીબની સલાહ મુજબ જ સારવાર લેવી જોઈએ જેથી ગંભીર ગૂંચવણો ટાળી શકાય.
    Click here to Read More
    Previous Article
    ભાવનગર રેલવેના 5 કર્મચારીઓ DRM એવોર્ડથી સન્માનિત:ગુડ્સ ડીલિંગ, વેગન ટર્ન અરાઉન્ડ અને ગ્રાહક સમન્વયમાં ઉત્કૃષ્ટ યોગદાન બદલ સન્માન
    Next Article
    સુરતમાં રી-ડેવલપમેન્ટના નામે રહીશોની છત છીનવાઈ:કલેક્ટર કચેરીએ ભેસ્તાન આવાસના રહીશોનો હોબાળો, ઉગ્ર આંદોલનનું અલ્ટીમેટમ, કહ્યું- બે વર્ષનો વાયદો કરી 5 વર્ષ રઝળાવ્યા

    Related Gujarat Updates:

    Are you sure? You want to delete this comment..! Remove Cancel

    Comments (0)

      Leave a comment