Search

    Language Settings
    Select Website Language

    GDPR Compliance

    We use cookies to ensure you get the best experience on our website. By continuing to use our site, you accept our use of cookies, Privacy Policy, and Terms of Service.

    BijnorNews
    Bijnor news

    બર્થ ડે પાર્ટી...250KMની સ્પીડ અને ટુકડાઓમાં વિખેરાયા મૃતદેહ:30 મીટર દૂર જઈને પડ્યું BMWનું એન્જિન, મુંબઈ-વડોદરા હાઈવે પર પાર્ટી કરીને પાછા ફરી રહેલા યુવક-યુવતીનું મોત

    8 hours ago

    મહારાષ્ટ્રના થાણેમાં બદલાપુર નજીક મુંબઈ-વડોદરા હાઈવે પર એક ઝડપી BMW કાર ડિવાઈડર સાથે અથડાઈ હતી. જેમાં બે લોકોનાં મોત થયા હતા, જ્યારે કાર ચલાવી રહેલો યુવક ઘાયલ થયો હતો. ટક્કર એટલી જોરદાર હતી કે કાર સંપૂર્ણપણે કચડાઈ ગઈ હતી. તેનું એન્જિન અકસ્માત સ્થળથી લગભગ 30 મીટર દૂર જઈને પડ્યું હતું. પોલીસ મૃતકોમાંથી એકની સોશિયલ મીડિયા પોસ્ટની તપાસ કરી રહી છે. જેમાં અકસ્માત પહેલા કારને 250 કિમી પ્રતિ કલાકની ઝડપે ચલાવવામાં આવી હોવાની રેકોર્ડિંગ કરવામાં આવી હતી. પોલીસને શંકા છે કે બેદરકારીપૂર્વક ડ્રાઇવિંગ અને સ્ટંટ કરવાને કારણે આ અકસ્માત થયો હતો. મૃતકોની ઓળખ યોગેશ નેગી (26) અને રેબેકા જેકબ (24) તરીકે થઈ છે. બંને બાંદ્રામાં રહેતા હતા. BMW માલિક અંગદની કલ્યાણની ફોર્ટિસ હોસ્પિટલમાં સારવાર ચાલી રહી છે. કાર અકસ્માતની 2 તસવીરો… ટક્કરના કારણે કાર ઉછળી, ડિવાઈડરના બે ભાગોની વચ્ચે જઈને અટકી પોલીસના જણાવ્યા અનુસાર, મૃતક યોગેશ નેગીનો જન્મદિવસ હતો. શનિવારે સાંજે અંગદ, રેબેકા અને યોગેશે બદલાપુર (પશ્ચિમ)માં જન્મદિવસની ઉજવણી કરી અને પછી એક્સપ્રેસ વે તરફ નીકળી પડ્યા. પોલીસને 9,000 રૂપિયાનું એક બિલ મળ્યું છે. એક્સપ્રેસ વે પર વાહનોની અવરજવર રોકવા માટે ઘણી જગ્યાએ કોંક્રિટ બેરિકેડ લગાવવામાં આવ્યા છે. પોલીસને શંકા છે કે, તેજ ગતિએ ગાડી ચલાવતી વખતે ડ્રાઈવરે કદાચ બેરિકેડથી બચવાનો પ્રયાસ કર્યો અને કાર પરથી કાબૂ ગુમાવી દીધો અને વચ્ચેના ડિવાઈડર સાથે અથડાઈ. ટક્કરના કારણે કાર ઉછળી ગઈ અને ડિવાઈડરના બે ભાગોની વચ્ચે જઈને અટકી. પ્રત્યક્ષદર્શીએ કહ્યું- જોરદાર ટક્કરનો અવાજ સાંભળ્યો એક પ્રત્યક્ષદર્શીએ જણાવ્યું, ‘હું શનિવારે મોડી રાત્રે વોક કરી રહ્યો હતો, ત્યારે 2 થી 3 વાગ્યાની વચ્ચે કાર બે વાર ખૂબ જ તેજ ગતિએ પાસેથી પસાર થઈ. ત્રીજી વારમાં ટક્કરનો અવાજ સાંભળ્યો. જ્યારે ઘટનાસ્થળે પહોંચ્યા, ત્યારે ગાડી સંપૂર્ણપણે ચકનાચૂર થઈ ગઈ હતી. એક યુવતી ઘણી દૂર જઈને પડી હતી. જ્યારે એક યુવકનું માથું ફાટી ગયું હતું.'
    Click here to Read More
    Previous Article
    LME in Hyderabad as SIR stokes fear
    Next Article
    વેરાવળમાં RSS દ્વારા શતાબ્દી સંકલ્પ સાથે પ્રબુદ્ધજન ગોષ્ઠી:સમાજમાં સકારાત્મક પરિવર્તન માટે સંવાદ, ચિંતન અને મંથન પર ભાર

    Related National Updates:

    Are you sure? You want to delete this comment..! Remove Cancel

    Comments (0)

      Leave a comment