Search

    Language Settings
    Select Website Language

    GDPR Compliance

    We use cookies to ensure you get the best experience on our website. By continuing to use our site, you accept our use of cookies, Privacy Policy, and Terms of Service.

    BijnorNews
    Bijnor news

    દુબઈ એરપોર્ટ પાસે ઈરાની ડ્રોન હુમલાથી ભીષણ આગ, ફ્લાઇટ્સ રદ:ઈરાને ઈઝરાયલ પર ઘાતક સેજીલ બેલેસ્ટિક મિસાઈલ છોડી; 2500km સુધી ટાર્ગેટ હિટ કરી શકવાની ક્ષમતા

    2 days ago

    અમેરિકા-ઈઝરાયેલ અને ઈરાન યુદ્ધનો આજે 17મો દિવસ છે. ઈરાને રવિવારે આ યુદ્ધમાં પહેલીવાર ઈઝરાયેલ પર ‘સેજીલ બેલેસ્ટિક મિસાઈલ’ છોડી. ઈરાનની ઈસ્લામિક રિવોલ્યુશનરી ગાર્ડ કોર્પ્સ (IRGC) એ કહ્યું કે ઈઝરાયેલની સૈન્ય અને ડિફેન્સ ફેસિલિટીને નિશાન બનાવવામાં આવી છે. આ સોલિડ ફ્યુઅલ વાળી સ્ટ્રેટેજિક મિસાઈલ છે, જે 2000-2500 કિલોમીટર સુધી હુમલો કરી શકે છે. બીજી તરફ, ઈરાનના વિદેશ મંત્રી અબ્બાસ અરાઘચીએ ગઈકાલે કહ્યું કે ઈરાને ન તો યુદ્ધવિરામની માંગ કરી છે અને ન તો અમેરિકા સાથે વાતચીતનો પ્રયાસ કર્યો છે. જ્યાં સુધી જરૂર હશે ત્યાં સુધી ઈરાન પોતાની રક્ષા કરતું રહેશે. CBS ન્યૂઝને આપેલા ઈન્ટરવ્યુમાં તેમણે કહ્યું કે ઈરાન આ સંઘર્ષમાં પાછળ હટવાનું નથી. જ્યાં સુધી ટ્રમ્પ એ સ્વીકારશે નહીં કે આ ગેરકાનૂની યુદ્ધ છે, ત્યાં સુધી ઈરાન જવાબ આપતું રહેશે. યુએઈમાં યુદ્ધ વચ્ચે 19 ભારતીયોની ધરપકડ, ફેક ન્યૂઝ ફેલાવવાનો આરોપ યુએઈમાં યુદ્ધ વચ્ચે 35 લોકોની ધરપકડ કરવાનો આદેશ આપવામાં આવ્યો છે, જેમાં 19 ભારતીયોનો સમાવેશ થાય છે. ન્યૂઝ એજન્સી PTI અનુસાર, તેમના પર સોશિયલ મીડિયા પર નકલી વીડિયો અને માહિતી ફેલાવવાનો આરોપ છે. યુએઈના એટર્ની જનરલ ડો. હમદ સૈફ અલ શમ્સે જણાવ્યું કે આ પગલું ડિજિટલ પ્લેટફોર્મની દેખરેખ પછી લેવામાં આવ્યું છે, જેથી ખોટી માહિતી ફેલાવીને અશાંતિ કે ભય ફેલાવતા અટકાવી શકાય. અમેરિકા-ઇઝરાયલ અને ઇરાન યુદ્ધ સંબંધિત અપડેટ્સ માટે નીચે બ્લોગ જુઓ…
    Click here to Read More
    Previous Article
    શેરબજારમાં આજે ફ્લેટ કારોબાર:સેન્સેક્સ 74,500 અને નિફ્ટી 23,100 પર છે, એનર્જી અને બેન્કિંગ શેરોમાં તેજી
    Next Article
    ફોર્બ્સ 2026- ભારતમાં એક વર્ષમાં અબજોપતિ વધ્યા:લક્ષ્મી મિત્તલ રોજ ₹274 કરોડ કમાઈને દેશના ચોથા સૌથી ધનિક બન્યા, સાવિત્રી જિંદલ બન્યા દેશના સૌથી ધનિક મહિલા

    Related International Updates:

    Are you sure? You want to delete this comment..! Remove Cancel

    Comments (0)

      Leave a comment