Search

    Language Settings
    Select Website Language

    GDPR Compliance

    We use cookies to ensure you get the best experience on our website. By continuing to use our site, you accept our use of cookies, Privacy Policy, and Terms of Service.

    BijnorNews
    Bijnor news

    મોરબીમાં 25,000ની લાંચ લેતા અધિકારી અને ડ્રાઇવર ઝડપાયા:ઔદ્યોગિક સલામતી વિભાગના નાયબ નિયામક અને ડ્રાઇવરને એસીબીએ છટકું ગોઠવી ઝડપ્યા

    10 hours ago

    મોરબી તાલુકા સેવા સદનમાં ઔદ્યોગિક સલામતી અને સ્વાસ્થ્ય વિભાગના નાયબ નિયામક જતીન સુરેશચંદ્ર આદેશરા અને તેમના ડ્રાઇવર અજયસિંહ નાથુભા ઝાલાને એસીબીએ 25,000 રૂપિયાની લાંચ લેતા રંગે હાથે ઝડપી પાડ્યા છે. તેમની સામે મોરબી જિલ્લા એસીબી પોલીસ સ્ટેશનમાં ગુનો નોંધવાની કાર્યવાહી શરૂ કરાઈ છે. એસીબી પાસેથી મળેલી માહિતી મુજબ, એક ફેક્ટરી એક્ટ એડવાઈઝર અને કન્સલ્ટિંગ તરીકે કામ કરતા ફરિયાદી પાસેથી ફેક્ટરીના નકશા મંજૂર કરવા અને વિઝીટ દરમિયાન હેરાન ન કરવા બદલ આ લાંચની માંગણી કરાઈ હતી. ફરિયાદી લાંચ આપવા માંગતા ન હોવાથી તેમણે એસીબીનો સંપર્ક કર્યો હતો. એસીબીની ટીમે મોરબીના લાલબાગમાં આવેલા તાલુકા સેવા સદન ખાતે છટકું ગોઠવ્યું. 25,000 રૂપિયાની લાંચ સ્વીકારતા જતીન સુરેશચંદ્ર આદેશરા અને ડ્રાઇવર અજયસિંહ નાથુભા ઝાલાને પકડી પાડવામાં આવ્યા. આ કામગીરી પીઆઈ પી.એ. દેકાવાડીયા અને તેમની ટીમે કરી હતી.
    Click here to Read More
    Previous Article
    18 વર્ષથી ફરાર બળાત્કારનો આરોપી ઝડપાયો:ડાંગ LCBએ ભારત-નેપાળ બોર્ડર પરથી દબોચ્યો, 4000 કિમીનો પ્રવાસ કરી લવાયો
    Next Article
    મોરબીમાં બાવળની ઝાડીમાંથી ત્યજી દેવાયેલું નવજાત બાળક મળ્યું:108 ટીમે સારવાર માટે હોસ્પિટલ પહોંચાડ્યું, પોલીસે બાળકની માતાની શોધખોળ શરૂ કરી

    Related Gujarat Updates:

    Are you sure? You want to delete this comment..! Remove Cancel

    Comments (0)

      Leave a comment