Search

    Language Settings
    Select Website Language

    GDPR Compliance

    We use cookies to ensure you get the best experience on our website. By continuing to use our site, you accept our use of cookies, Privacy Policy, and Terms of Service.

    BijnorNews
    Bijnor news

    મનપાનો સિક્યુરિટી ઓફિસર ચેમ્બરમાં જ 25,000ની લાંચ લેતો ઝડપાયો:પત્નીની પ્રેગ્નન્સીમાં હોસ્પિટલ જવા રજા જોઈતી હતી, ગેરહાજરી ન પૂરવા અને મેમો ન આપવાના બહાને લાંચ

    8 hours ago

    સુરત મહાનગરપાલિકામાં ભ્રષ્ટાચારનો વધુ એક મોટો કિસ્સો સામે આવ્યો છે. મનપાના તાપીપુરા (મુગલીસરા) ખાતે વોચ એન્ડ વોર્ડ વિભાગમાં ફરજ બજાવતા વર્ગ-3ના સિક્યુરિટી ઓફિસર શૈલેષ મણીલાલ પારેખને એસીબીએ રૂ. 25 હજારની લાંચ લેતા રંગેહાથ ઝડપી પાડ્યા છે. એક જાગૃત નાગરિક (કર્મચારી)ની પત્ની ગર્ભવતી હોવાથી તેમને અવારનવાર ડોક્ટર પાસે સારવાર માટે જવું પડતું હતું. ચાલુ ફરજ દરમિયાન તેમને હોસ્પિટલ જવા દેવા, તેમની ગેરહાજરી ન પૂરવા અને કોઈ મેમો ન આપવા માટે આ લાંચ માંગવામાં આવી હતી. આખરે આ ભ્રષ્ટ અધિકારી પોતાની સિક્યુરિટી ઓફિસરની ચેમ્બરમાં જ લાંચના રૂપિયા સ્વીકારતા પકડાઈ ગયો છે. ગેરહાજરી ન પૂરવા અને મેમો ન આપવાના બહાને લાંચ માગી ફરિયાદીની પત્ની પ્રેગ્નેન્ટ હોવાના કારણે તેમને વારંવાર ડોક્ટરની મુલાકાતે જવાની મજબૂરી હતી. કટોકટીના આ સમયમાં સહકાર આપવાના બદલે આરોપી સિક્યુરિટી ઓફિસર શૈલેષ પારેખે પોતાની સત્તાનો દુરુપયોગ કરવાનું શરૂ કર્યું. તેણે ફરિયાદીને નોકરીમાં ગેરહાજર ન દર્શાવવા અને કોઈપણ પ્રકારનો ખાતાકીય મેમો ન આપવાના અવેજ પેટે રૂપિયા 25,000ની મોટી રકમની લાંચ માંગી હતી. જોકે, ફરિયાદી આવા ભ્રષ્ટ અધિકારીને લાંચ આપવા માંગતા ન હતા. જાગૃત નાગરિકે સીધો જ ACBનો સંપર્ક કર્યો અન્યાય સામે ઝૂકવાના બદલે અને લાંચની રકમ ચૂકવવાના બદલે ફરિયાદીએ સીધો જ એન્ટી કરપ્શન બ્યુરો (ACB) નો સંપર્ક સાધ્યો હતો. એસીબી સમક્ષ સમગ્ર હકીકત જણાવતા ઉચ્ચ અધિકારીઓએ આ લાંચિયા બાબુને પાઠ ભણાવવા માટે લાંચના છટકાનું આયોજન કર્યું હતું. સુરત ગ્રામ્ય એસીબીના પોલીસ ઇન્સ્પેક્ટર એસ.ડી. ધોબીના સીધા માર્ગદર્શન હેઠળ સુરત મહાનગરપાલિકાના મુગલીસરા સ્થિત મુખ્ય કચેરીમાં અત્યંત ગુપ્ત રીતે આ ટ્રેપ ગોઠવવામાં આવી હતી. ચેમ્બરમાં જ લાંચના રૂપિયા સ્વીકારતા રંગેહાથ ઝડપાયો 28 સપ્ટેમ્બર 2026ના રોજ નક્કી થયેલા પ્લાન મુજબ ફરિયાદી લાંચની રકમ લઈને તાપીપુરામાં આવેલી સિક્યુરિટી ઓફિસરની ચેમ્બરમાં પહોંચ્યા હતા. વાતચીત દરમિયાન આરોપી શૈલેષ પારેખે અગાઉ નક્કી થયા મુજબ રૂપિયા 25,000 ની લાંચની માંગણી કરી હતી. જેવો તેણે લાંચની રકમનો સ્વીકાર કર્યો કે તરત જ એસીબીની ટીમે ત્યાં ત્રાટકીને આરોપીને રંગેહાથ ઝડપી પાડ્યો હતો. એસીબીએ સ્થળ પરથી જ લાંચના 25 હજાર રૂપિયા પણ રિકવર કર્યા છે. આ સક્સેસફુલ ટ્રેપથી મનપાના અન્ય ભ્રષ્ટ અધિકારીઓ અને કર્મચારીઓમાં પણ ફફડાટ વ્યાપી ગયો છે.
    Click here to Read More
    Previous Article
    ब्याज फ्री लोन पर LPG गैस सिलेंडर, मात्र 100 रुपये की आएगी किस्त, जानें कैसे मिलेगा
    Next Article
    રતનપર ભક્તિનગર સોસાયટીમાં જુગાર રમતા 6 શખ્સો ઝડપાયા:જોરાવરનગર પોલીસે રહેણાંક મકાન પર દરોડો પાડી ₹3.10 લાખનો મુદ્દામાલ જપ્ત કર્યો

    Related Gujarat Updates:

    Are you sure? You want to delete this comment..! Remove Cancel

    Comments (0)

      Leave a comment