Search

    Language Settings
    Select Website Language

    GDPR Compliance

    We use cookies to ensure you get the best experience on our website. By continuing to use our site, you accept our use of cookies, Privacy Policy, and Terms of Service.

    BijnorNews
    Bijnor news

    2500 વેપારીઓનું સામુહિક ચોપડા પૂજન:રાજકોટ BAPS સ્વામિનારાયણ મંદિરે વૈદિક મંત્રોચાર સાથે લેપટોપ, ચોપડા, અને ટેબ્લેટની પૂજા કરાઈ, સાંજે હજારો દીવડાની આરતી કરવામાં આવશે

    9 hours ago

    આજે દિવાળીનો પવિત્ર તહેવાર છે. આજના દિવસે ઠેર ઠેર ચોપડા પૂજનનું આયોજન કરવામાં આવતું હોય છે. ત્યારે રાજકોટ કાલાવડ રોડ પર આવેલ BAPS સ્વામિનારાયણ મંદિર ખાતે પણ ચોપડા પૂજનનું આયોજન કરવામાં આવ્યું હતું. દિવાળીનો દિવસ એ ધંધા-રોજગાર, વૃદ્ધિ માટે ચોપડા પુજન માટેનો ઉત્તમ દિવસ માનવામાં આવે છે. વિજ્ઞાન અને ટેક્નોલોજીના યુગમાં કેટલાક ધંધાર્થીઓએ ચોપડા સાથે સાથે લેપટોપ અને કોમ્પ્યુટરની પણ 2500 વેપારીઓ દ્વારા પુજા કરવામાં આવી હતી. આ સાથે આજે સાંજે હજારો દીવડાની ભવ્ય આરતી કરવામાં આવશે અને મંગળવારે 1500થી વધુ શાકાહારી વાનગીનો અન્નકૂટ પ્રસાદ ભગવાનને અર્પણ કરવામાં આવશે. આજના ચોપડા પૂજનમાં સંતો દ્વારા વૈદિક મંત્રોચ્ચાર સાથે 2500 જેટલા વેપારીઓને એકસાથે સભાગૃહમાં ચોપડા પૂજન કરાવવામાં આવ્યું હતું. જેમાં પુજા માટે ઘરો, ગોઠીમડું, કપૂરનું પાન, પુષ્પ, ફળ અને પંચામૃતનો ઉપયોગ કરવામાં આવ્યો હતો. દિવાળીના તહેવારમાં ચોપડા પુજન સાથે આજે લક્ષ્મીનું પુજન પણ કરવામાં આવ્યું હતું. વર્ષ 2082ના અંતિમ દિવસે ચોપડા પૂજન કરી આવનારું વર્ષ 2083 દરેકને તન, મન, ધનથી સુખ સમૃદ્ધમય થાય અને ધંધા રોજગારમાં પ્રગતિ થાય સાથે જ શ્રેષ્ઠ ગુજરાત શ્રેષ્ઠ ભારત બને તે માટે અંતમાં આરતી સાથે પ્રાર્થના-પૂજા કરવામાં આવી હતી. રાજકોટના કાલાવડ રોડ સ્થિત BAPS સ્વામિનારાયણ મંદિરના અપૂર્વમુનિ સ્વામીએ જણાવ્યું હતું કે, સનાતન હિન્દુ ધર્મનો સૌથી મોટો પર્વ એટલે દિવાળી. આપણે ત્યાં ધર્મ, અર્થ, કામ અને મોક્ષમાં અર્થ એટલે આર્થિક વૃદ્ધિ માનવામાં આવે છે. ત્યારે આજે દિવાળીના પર્વ દરમિયાન હિન્દુ સંસ્કૃતિની પરંપરા મુજબ ધર્મની સાથે સાથે અર્થરૂપી આર્થિક વૃદ્ધિ થાય તે માટે પોતાના ધંધા-રોજગારનાં ચોપડાનું પૂજન, માતા લક્ષ્મી અને મા શારદાનું પૂજન કરતા હોય છે. રાજકોટનાં સભાગૃહમાં વેપારીઓએ વૈદિક મંત્રોચ્ચાર સાથે ચોપડા પૂજન કર્યું છે. ટેક્નોલોજીના યુગમાં હાથેથી લખાયેલ ચોપડા સાથે સાથે લેપટોપ અને ટેબ્લેટ જેવા ગેજેટની પણ પૂજા કરવામાં આવી છે. વધુમાં તેમણે જણાવ્યું હતું કે, હરિભક્તોએ પોતાના ચોપડા, લેપટોપ અને ટેબ્લેટનું પૂજન કર્યું હતું. ચોપડા પૂજનનો હેતુ એ છે કે, હવે હું નિરાશ થયા વિના વધારે મહેનત કરીશ અને વધુમાં વધુ પામીશ. વિક્રમ સંવત 2082 પૂર્ણ થઈ રહ્યું છે અને નવા વર્ષનો પ્રારંભ થવા જઈ રહ્યો છે. ત્યારે નવા વર્ષમાં દરેકના ધંધા-રોજગાર ખૂબ સારા ચાલે તો ગુજરાતની સાથે ભારત સમૃદ્ધ બને અને દેશનો જીડીપી વધવાની સાથે ભારત સર્વ પ્રકારે મહાસત્તા બને તેવી ભગવાનના ચરણોમાં પ્રાર્થના કરીએ છીએ. આ માટે આજે સાંજે હજારો દીવડાની ભવ્ય સમૂહ આરતીનું અને આગામી મંગળવારે ભવ્ય અન્નકૂટ મહોત્સવનું આયોજન પણ કરવામાં આવ્યું છે. ચોપડા પૂજન કરવા આવેલા વેપારી ધર્મેન્દ્ર અદરોજાએ જણાવ્યું હતું કે ભારતીય સનાતન સંસ્કૃતિમાં ચોપડા પૂજનનું મહત્વ અનાદિકાળથી રહેલું છે. અને ભગવાન સ્વામિનારાયણે પણ શિક્ષાપત્રીમાં આવક તથા જાવકનો હિસાબ સુવાચ્ય અક્ષરે લખવાની પ્રેરણા આપી છે જેથી આર્થિક અને વ્યવહારિક પ્રગતિનો ખ્યાલ આવી શકે. ધન કમાવવાની સાથે નીતિ-નિયમો, સદગુણો અને સત્કાર્યો દ્વારા જીવનમાં શાંતિ અને મોક્ષ પ્રાપ્ત કરવાનું આધ્યાત્મિક મહત્વ પણ એટલું જ રહેલું છે. સમયના પરિવર્તન સાથે હાલ ચોપડાનું સ્થાન હવે લેપટોપ અને ટેકનોલોજીએ લીધું છે, ત્યારે સંસ્કૃતિની પરંપરા મુજબ BAPS સ્વામિનારાયણ મંદિરમાં હજારો હરિભક્તોની ઉપસ્થિતિમાં ધંધાકીય હિસાબ માટે ઉપયોગમાં લેવાતા લેપટોપનું પણ વિધિવત પૂજન કરવામાં આવ્યું છે. ઉલ્લેખનીય છે કે, આજની પુજા માટે ધરો, ગોઠીમડું, કપૂરનું પાન, પુષ્પ, ફળ અને પંચામૃતનો પણ ઉપયોગ કરવામાં આવ્યો હતો. દિવાળીના તહેવારમાં ચોપડા પૂજન સાથે આજે લક્ષ્મીનું પૂજન પણ કરવામાં આવ્યું હતું. તો નવું વર્ષ મંગલમય, સુખદાયી થાય તે માટે વૈદિક પૂજન વિધિ કરી સંતોએ તમામ વેપારીઓના કપાળમાં ચાંદલા, નાડાસડી બાંધી આર્શીવાદ આપ્યા હતા. અને અંતમાં સામુહિક આરતી કરી આવનારા વર્ષમાં દરેકને તન મન ધનથી સુખ સમૃદ્ધિ મળે અને ધંધા-રોજગારમાં પ્રગતિ થાય સાથે જ શ્રેષ્ઠ ગુજરાત, શ્રેષ્ઠ ભારત બને તે માટે પ્રાર્થના કરવામાં આવી હતી.
    Click here to Read More
    Previous Article
    સારા અલી ખાનથી લઈને અર્જુન કપૂર સુધી:દિવાળી પાર્ટીમાં જોવા મળ્યો સેલેબ્સનો ગ્લેમરસ અવતાર; છૂટાછેડાની જાહેરાત બાદ પહેલીવાર જોવા મળી 'બેબી ડોલ'
    Next Article
    Abhishek Banerjee Named In FIR As Kolkata Cops Probe Birthday Night Clashes

    Related Gujarat Updates:

    Are you sure? You want to delete this comment..! Remove Cancel

    Comments (0)

      Leave a comment