Search

    Language Settings
    Select Website Language

    GDPR Compliance

    We use cookies to ensure you get the best experience on our website. By continuing to use our site, you accept our use of cookies, Privacy Policy, and Terms of Service.

    BijnorNews
    Bijnor news

    250 વર્ષ જૂના રામજી મંદિરમાં રામજન્મોત્સવની ધામધૂમથી ઉજવણી:તાત્યા ટોપે અહીં ટહલદાસ મહારાજ રૂપે રહ્યા; 40 હજાર ભક્તો લેશે મહાપ્રસાદ; ગેસ સિલિન્ડરની અછતને કારણે બે વાનગી રદ

    10 hours ago

    આજે રામનવમી નિમિત્તે દેશભરમાં રામલલ્લાનો જન્મોત્સવ બપોરે 12 વાગ્યે ધામધૂમથી ઉજવવામાં આવ્યો. નવસારી શહેરમાં આવેલા રામજી મંદિરમાં પણ આ ઉજવણી કરવામાં આવી હતી. સાંજે આશરે 40 હજારથી વધુ ભક્તો મહાપ્રસાદનો લાભ લેશે. પરંપરા મુજબ, ભક્તો માટે 40 હજારથી વધુ ઘીના લાડુ બનાવવામાં આવ્યા છે. જોકે, ગેસ સિલિન્ડરની અછતને કારણે આ વખતે પ્રથમવખત ભોજનમાં બે વાનગીઓ ઘટાડવામાં આવી છે. નવસારીનું આ રામજી મંદિર 250 વર્ષથી વધુ જૂનું છે. આ મંદિર સ્વાતંત્ર્યવીર તાત્યા ટોપેના સંત ટહલદાસજી તરીકેના રોકાણને કારણે ઐતિહાસિક પણ બન્યું છે. નવસારીમાં દુધિયા તળાવના કિનારે આવેલું આ મંદિર હજારો રામભક્તોની શ્રદ્ધાનું કેન્દ્ર છે. આ મંદિર ધાર્મિકની સાથે ઐતિહાસિક પણ છે. 1857ના અંગ્રેજો સામેના બળવામાં તાત્યા ટોપે એક અગ્રણી ભારતીય લડવૈયા હતા. અંગ્રેજોએ 1859ની આસપાસ ટોપેને ફાંસી આપ્યાનું જાહેર કર્યું હતું, પરંતુ તેનો કોઈ સચોટ પુરાવો મળ્યો ન હતો અને ટોપેની ચોક્કસ ઓળખ પણ થઈ ન હતી. અંગ્રેજોને શંકા હતી કે ફાંસી તાત્યા ટોપેને જ અપાઈ હતી કે નહીં, તેથી પાછળથી વધુ બે વ્યક્તિઓને ટોપે હોવાની શંકા હેઠળ ફાંસી આપવામાં આવી હતી. એવું પણ નોંધાયું હતું કે અંગ્રેજોને ચકમો આપીને બે વ્યક્તિઓ ભાગી ગયા હતા. આમ, ટોપેને જ ફાંસી અપાઈ તે ચોક્કસપણે સ્થાપિત થયું ન હતું. બીજી તરફ, 1862ની આસપાસ નવસારીના રામજી મંદિરમાં એક આધેડ વયનો તેજસ્વી વ્યક્તિ આવ્યો હતો. બાદમાં આ વ્યક્તિ સંત ટહલદાસજી તરીકે મંદિરમાં લાંબો સમય રોકાયો હતો. તેમનો ચહેરો, તેમના આવવાનો સમય અને તેમને બહારથી મળવા આવતા મુલાકાતીઓ જેવી બાબતો પરથી અનેક લેખોમાં એવું પુરવાર થયું છે કે તાત્યા ટોપે જ અંગ્રેજોને ચકમો આપીને ટહલદાસજી તરીકે રામજી મંદિરમાં રોકાયા હતા. તાત્યા ટોપે ઉર્ફે ટહલદાસજીના રોકાણને કારણે નવસારીનું રામજી મંદિર ધાર્મિકની સાથે ઐતિહાસિક મહત્વ પણ ધરાવે છે. આજે આ મંદિર અનેક સામાજિક પ્રવૃત્તિઓ સાથે પણ જોડાયેલું છે. રામજી મંદિરના સંત મહંતોની જે ધૂણી શાંતિ બનાવવામાં આવી છે, તેમાં ટહલદાસજી મહારાજની પણ ધૂણીનો સમાવેશ થાય છે. શું કહે છે ટ્રસ્ટી મંડળ? રામજી મંદિર ટ્રસ્ટના ટ્રસ્ટી યોગેશભાઈ નાયક જણાવે છે કે, આ વર્ષે આજે ગેસની તંગી અને સાંપ્રત પરિસ્થિતિને આધીન થઈને કોઈપણ પ્રકારનું ગવર્મેન્ટનું કે કોઈની પાસે બળજબરીપૂર્વક બે નંબરમાં પણ ગેસના બાટલા લેવાની અમારી કોઈ ઈચ્છા ન હોવાને કારણે અમે એવું નક્કી કર્યું કે, ભલે ગેસના બાટલા આપણને ઓછા મળે પણ આપણે બે આઈટમ એટલે કે મગનું ખાટું અને હલવા આ વર્ષે કેન્સલ કરીને ફક્ત લાડુ, દાળ-ભાત અને રીંગણ બટાકાનું શાકનો મહાપ્રસાદ આપીશું. આ વર્ષે લગભગ 10,000 વ્યક્તિને વધારે જમે એવો આપવાનો અમારો પ્રયત્ન છે. રામજી મંદિર હર હંમેશ આસ્થા, નિષ્ઠા અને લોકોભિમુખ બનવાનો અમારો જે પ્રયત્ન છે, તેમાં ફક્ત અને ફક્ત રામ ભગવાનની સાથેની આસ્થા નિષ્ઠા એટલી અગત્યની નથી પણ સમાજ પ્રત્યેનો એને મદદરૂપ થવાની અમારી ભાવનાઓને ધ્યાનમાં રાખીને અમે જે સામાજિક ઉત્તરદાયિત્વના જે કામો કરીએ છીએ એ એઝ ઈટ ઈઝ અમે ચાલુ રાખવાના છે. એની અંદર ઘણી પ્રવૃત્તિઓ છે પણ આજના દિવસે ફક્ત અને ફક્ત જે અત્યારે આરતી પૂરી થઈ અને સાંજે લગભગ 5:00 વાગ્યા પછી જે 40-45 હજાર વ્યક્તિ માટે મહાપ્રસાદનું આયોજન કરેલું છે. એમાં અમારી નમ્ર વિનંતી છે દરેક લોકોને કે પૂરેપૂરો સહકાર આપીને રામ નવમીના દિવસે આપણા સનાતન ધર્મને અનુરૂપ લોકો માટે, લોકો દ્વારા અને લોકોને સમ્મુખ કરીને અમારે આ વસ્તુ કરવાની છે ત્યારે એની અંદર અમારે સહકારની જે અપેક્ષા છે તેમાં અત્યાર સુધીની અંદર ક્યારેય આવું બન્યું નથી એટલે આ બે આઈટમ બ્રહ્મભોજનની અંદર જે કંઈ પીરસવામાં આવે છે, તેમાં બે આઈટમ એટલા માટે કે ફક્ત ગેસને કારણે, તો એની અંદર સહકાર આપીને આ રામનવમીના તહેવારને આપણે સારી રીતે ઉજવીએ અને પૂર્ણ પુરુષોત્તમ રામ ભગવાનના આશીર્વાદ આપણે બધાને મળે, આપણે આની અંદર આસ્થા ધરાવીએ, નિષ્ઠા ધરાવીએ અને સંપૂર્ણ માણસ અને સંપ્રદાયને માનસિકતા સાથે આપણે મદદરૂપ થવાની ભાવના કેળવીએ.
    Click here to Read More
    Previous Article
    રાજકોટમાં ભારત અને શ્રીલંકા વચ્ચે જામશે ક્રિકેટ જંગ:22 ડિસેમ્બરે નિરંજન શાહ ક્રિકેટ સ્ટેડિયમમાં T20 ઇન્ટરનેશનલ સીરિઝની પ્રથમ મેચ રમાશે
    Next Article
    Will Dhurandhar 3 Have Jaskirat Singh Rangi Wedding? Fans Want An Uri-verse

    Related Gujarat Updates:

    Are you sure? You want to delete this comment..! Remove Cancel

    Comments (0)

      Leave a comment