Search

    Language Settings
    Select Website Language

    GDPR Compliance

    We use cookies to ensure you get the best experience on our website. By continuing to use our site, you accept our use of cookies, Privacy Policy, and Terms of Service.

    BijnorNews
    Bijnor news

    રાજકોટમાં ભારત અને શ્રીલંકા વચ્ચે જામશે ક્રિકેટ જંગ:22 ડિસેમ્બરે નિરંજન શાહ ક્રિકેટ સ્ટેડિયમમાં T20 ઇન્ટરનેશનલ સીરિઝની પ્રથમ મેચ રમાશે

    12 hours ago

    રાજકોટમાં 11 મહિના બાદ ફરી જામશે ક્રિકેટનો જંગ. કારણ કે, રાજકોટના ખંઢેરી સ્થિત નિરંજન શાહ ક્રિકેટ સ્ટેડિયમ ખાતે ઇન્ટરનેશનલ મેચ માટે જાહેરાત કરવામાં આવી છે. જેમાં ભારત અને શ્રીલંકા વચ્ચે ટી-20 સીરિઝની શરૂઆત રાજકોટના નિરંજન શાહ ક્રિકેટ સ્ટેડિયમ ખાતેથી થવા જઈ રહી છે. ઉલ્લેખનીય છે કે, ચાલુ વર્ષે 14 જાન્યુઆરી 2026ના રોજ રાજકોટમાં ભારત અને ન્યુઝીલેન્ડ વચ્ચે વન ડે મેચ યોજાઈ હતી, જેમાં ભારતે હારનો સામનો કરવો પડ્યો હતો. 22 ડિસેમ્બરે રાજકોટમાં ભારત અને શ્રીલંકા વચ્ચે ટી-20 મેચ BCCI દ્વારા જાહેર કરેલા શિડ્યુલ મુજબ શ્રીલંકાની ટીમ ભારતના પ્રવાસે આવી રહી છે અને તેમાં ભારત અને શ્રીલંકા વચ્ચે 3 વનડે અને 3 ટી-20 મેચ રમાવાની છે. વન ડે મેચની સીરિઝની શરૂઆત 13 ડિસેમ્બર 2026ના દિલ્હી ખાતેથી કરવામાં આવશે અને 19 ડિસેમ્બરના રોજ અમદાવાદમાં વન ડે સીરિઝની ત્રીજી અને ફાઇનલ મેચ નરેન્દ્ર મોદી સ્ટેડિયમમાં યોજાશે. ત્યાર બાદ ટી-20 સીરિઝની પ્રથમ મેચ આગામી તારીખ 22 ડિસેમ્બરના રોજ સાંજે 7 વાગ્યે રાજકોટના ખંઢેરી સ્થિત નિરંજન શાહ ક્રિકેટ સ્ટેડિયમ ખાતે યોજાશે. અત્યાર સુધીમાં નિરંજન શાહ સ્ટેડિયમમાં 14 ઇન્ટરનેશનલ મેચ રમાઈ ઉલ્લેખનીય છે કે, અત્યાર સુધીમાં રાજકોટનાં નિરંજન શાહ ક્રિકેટ સ્ટેડિયમ ખાતે કુલ 14 ઇન્ટરનેશનલ મેચ રમાઈ છે. જેમાં 3 ટેસ્ટ, 6 ટી-20 અને 5 વન ડેનો સમાવેશ થાય છે. આ ઉપરાંત જાન્યુઆરી 2025માં પ્રથમ વખત ભારતની વુમન્સ ટીમ પણ રાજકોટની મહેમાન બની હતી અને નવેમ્બર 2025માં ભારત-A અને દક્ષિણ આફ્રિકા-A ટીમ પણ રાજકોટની મહેમાન બની હતી અને 3 વનડે મેચની સીરિઝ નિરંજન શાહ સ્ટેડિયમમાં રમી હતી.
    Click here to Read More
    Previous Article
    સુરક્ષા કર્મચારીઓ માટે વિશેષ રાષ્ટ્રીય અભિયાન:વરાછામાં 240 થી વધુ પોલીસ અને હોમગાર્ડ જવાનોએ રાજયોગ દ્વારા મેળવી માનસિક શાંતિ
    Next Article
    250 વર્ષ જૂના રામજી મંદિરમાં રામજન્મોત્સવની ધામધૂમથી ઉજવણી:તાત્યા ટોપે અહીં ટહલદાસ મહારાજ રૂપે રહ્યા; 40 હજાર ભક્તો લેશે મહાપ્રસાદ; ગેસ સિલિન્ડરની અછતને કારણે બે વાનગી રદ

    Related Gujarat Updates:

    Are you sure? You want to delete this comment..! Remove Cancel

    Comments (0)

      Leave a comment