Search

    Language Settings
    Select Website Language

    GDPR Compliance

    We use cookies to ensure you get the best experience on our website. By continuing to use our site, you accept our use of cookies, Privacy Policy, and Terms of Service.

    BijnorNews
    Bijnor news

    દિલ્હીનું કમબેક, પંજાબની ચોથી વિકેટ પડી:નેહલ વઢેરા 25 રન બનાવીને આઉટ, અજેય PBKSને હરાવવા માટે DCનું એડીચોટીનું જોર

    2 days ago

    IPL 2026ની 35મી મેચમાં દિલ્હી કેપિટલ્સે પંજાબ કિંગ્સને 265 રનનો ટાર્ગેટ આપ્યો છે. અરુણ જેટલી સ્ટેડિયમમાં દિલ્હીએ ટોસ જીતીને પહેલા બેટિંગ કરવાનો નિર્ણય લીધો હતો. ટીમે 20 ઓવરમાં 2 વિકેટ ગુમાવીને 264 રન બનાવ્યા છે. આ સીઝનનો સૌથી હાઈએસ્ટ સ્કોર છે. દિલ્હીના કે.એલ. રાહુલે અણનમ સદી ફટકારી હતી. તેણે 152 રન બનાવ્યા, જે IPLમાં કોઈ ભારતીય ખેલાડી દ્વારા બનાવવામાં આવેલો સૌથી મોટો સ્કોર છે. આ પહેલાનો રેકોર્ડ અભિષેક શર્મા (141 રન) ના નામે હતો, જે તેણે ગત સિઝનમાં પંજાબ સામે બનાવ્યો હતો. નીતિશ રાણાએ પણ શાનદાર 91 રનનું યોગદાન આપ્યું હતું. આ બંને ખેલાડીઓ વચ્ચે બીજી વિકેટ માટે 220 રનની પાર્ટનરશીપ થઈ હતી. એન્ગિડીને ગંભીર ઈજા, એમ્બ્યુલન્સમાં મેદાનની બહાર લઈ જવામાં આવ્યો ત્રીજી ઓવરમાં મેચ દરમિયાન એક ચિંતાજનક ઘટના બની. અક્ષર પટેલના ફૂલ લેન્થ બોલ પર પ્રિયાંશ આર્યએ શોટ રમ્યો, બોલ હવામાં ગયો અને મિડ-ઓફથી લુંગી એન્ગિડી કેચ પકડવા માટે પાછળની તરફ દોડ્યો. કેચ જજ કરવામાં થયેલી ભૂલને કારણે તેઓ પાછળની તરફ પડી ગયો અને તેનું માથું જોરથી જમીન સાથે અથડાયું. પડતાની સાથે જ તેણે તરત જ પોતાનું માથું પકડી લીધું અને થોડીવાર સુધી મેદાન પર જ સૂઈ રહ્યા. મેડિકલ ટીમે તરત જ પહોંચીને તેની સારવાર શરૂ કરી. સારી વાત એ રહી કે એન્ગિડી હોશમાં હતો અને વાત કરી શકતો હતો, પરંતુ સાવચેતીના ભાગરૂપે તેમને સ્ટ્રેચર પર લઈ જવામાં આવ્યો. સ્થિતિની ગંભીરતાને જોતા એમ્બ્યુલન્સ પણ મેદાન પર બોલાવવામાં આવી અને તેને બહાર લઈ જવામાં આવ્યો. સંપૂર્ણ સમાચાર વાંચો…
    Click here to Read More
    Previous Article
    ‘I will break your teeth and bury you alive’: Madhya Pradesh minister’s brother booked after threatening woman Janpad CEO
    Next Article
    કેચ પકડવા જતા એન્ગિડીનું માથું જમીન સાથે પટકાયું:એમ્બ્યુલન્સમાં હોસ્પિટલ લઈ જવો પડ્યો, 15 મિનિટ મેચ રોકવી પડી; ગંભીર પરિસ્થિતિમાં પણ ડીજે સોંગ્સ વગાડી રહ્યો હતો

    Related સપોર્ટ Updates:

    Are you sure? You want to delete this comment..! Remove Cancel

    Comments (0)

      Leave a comment