Search

    Language Settings
    Select Website Language

    GDPR Compliance

    We use cookies to ensure you get the best experience on our website. By continuing to use our site, you accept our use of cookies, Privacy Policy, and Terms of Service.

    BijnorNews
    Bijnor news

    કેસ ન કરવા રૂ.25 લાખની માંગણી કરી હતી:રાજકોટ CGSTના સુપ્રિટેડન્ટ વતી રૂ.20 લાખની લાંચ સ્વીકારનાર આરોપી વકીલની રેગ્યુલર જામીન અરજી રદ

    9 hours ago

    રાજકોટની સેન્ટ્રલ GST કચેરીમાં GST નંબર ભરવા અને ખોટા બીલો બાબતે થયેલી અરજીની પતાવટ માટે રૂપિયા 25 લાખની માંગણી કરી બાદમાં રૂપિયા 20 લાખમાં સેટલમેન્ટ કરી સુપ્રિટેન્ડન્ટ વતી વકીલ દ્વારા રૂપિયા 20 લાખની લાંચ સ્વીકારવામાં આવી હતી. આ કેસમાં આરોપી વકીલ દ્વારા રેગ્યુલર જામીન અરજી કરવામાં આવી હતી. જો કે એસીબીની ખાસ કોર્ટના જજ ટી. એસ. બ્રહ્મભટ્ટ દ્વારા જામીન અરજી રદ કરવામાં આવી છે. શું છે સમગ્ર ઘટના? ફરિયાદી ધનેશકુમાર પારેખ વિરુદ્ધ GST નંબર ભરવા અને ખોટા બીલ બનાવવા બાબતે અરજી થઇ હતી. આ અરજીમાં કોઈ મોટો કેસ નહીં કરવાના અવેજ પેટે CGST સુપ્રિટેન્ડેન્ટ મુકેશકુમાર મનબોધકુમારે રૂ.25 લાખની લાંચની માંગણી કરી રૂ.20 લાખમાં સેટલમેન્ટ કર્યું હતું અને આ રકમ ટેક્ષ કન્સલટન્ટ આકાશ રમેશ કલોલીયાને આપી દેવા જણાવ્યું હતું. 28 એપ્રિલ, 2026ના રોજ રાત્રિના સમયે સુપ્રિટેન્ડેન્ટ વતી કન્સલટન્ટ આકાશે રૂ.20 લાખની લાંચની રકમ સ્વીકારી હતી, જે રંગે હાથ પકડાઈ જતા એ.સી.બી. એ બંને આરોપી વિરુદ્ધ ભ્રષ્ટાચાર નિવારણ અધિનિયમ હેઠળ ગુનો દાખલ કરી રિમાન્ડની માગ કરી હતી. ધરપકડને લઈને રજૂઆત કરવામાં આવી ટેક્ષ કન્સલન્ટ આકાશ કાલોલીયાની જામીન અરજીના સમર્થનમાં રજૂઆત કરવામાં આવી હતી કે, કાયદાની આદેશાત્મક જોગવાઈ મુજબ આરોપીને તેમની ક્યાં કારણસર અટક કરવામાં આવી છે તે જણાવવુ જરૂરી છે. પરંતુ હાલના આરોપીને ફકત ભ્રષ્ટાચાર નિવારણ અધિનિયમની જોગવાઈ હેઠળ ધરપકડ કરવામાં આવી છે, તેટલુ જ જણાવવામાં આવ્યું છે. પરંતુ 20 લાખની રકમ સ્વીકારવાના કારણસર ધરપકડ થયેલી છે તે સ્પષ્ટતા કરવામાં આવી નથી. આ કારણસર આરોપી આકાશ કાલોલીયાની ધરપકડ ગેરકાયદેસર છે. કોર્ટમાં કેજરીવાલ અને મનોજ સિસોદીયાના કેસનો પણ ઉલ્લેખ વધુમાં રજૂઆત કરવામાં આવી કે, ટેલિફોનિક વાર્તાલાપ રેકોર્ડ થયેલ છે તે અંગે કોઈ વૈજ્ઞાનિક પરીક્ષણ થયેલું નથી, તેથી આ વાર્તાલાપને હાલના તબક્કે સાચો માની શકાય નહીં. અરવિંદ કેજરીવાલ અને મનોજ સિસોદીયાને પણ કરોડો રૂપિયાના મની લોન્ડરિંગ કેસમાં પણ સુપ્રિમ કોર્ટે જામીન આપ્યા છે, માટે હાલના આરોપીને તો જામીન આપવા જ જોઈએ તેવી પણ રજૂઆત કરાઈ હતી. સરકારી વકીલની ધારદાર રજૂઆત જેની સામે જિલ્લા સરકારી વકીલ એસ. કે. વોરાએ રજૂઆત કરતા જણાવ્યું કે, ભ્રષ્ટાચાર નિવારણ અધિનિયમની જોગવાઈ મુજબ 10 રૂપિયા પણ લાંચ કહેવાય શકે અને 10 કરોડ પણ લાંચ કહેવાય શકે. લાંચની પરિભાષા મુજબ જયારે રકમનુ કોઈ મહત્વ ન હોય ત્યારે આરોપી આકાશને 20 લાખની રકમની લાંચનો ઉલ્લેખ કરવામાં ન આવે તેનાથી તેમની ધરપકડ ગેરકાનુની કહી શકાય નહીં. આરોપીની ટેલિફોનિક વાર્તાલાપના જવાબમાં જણાવવામાં આવ્યું કે, આ વાર્તાલાપનું વૈજ્ઞાનિક પરીક્ષણ થયેલ ન હોય તો પણ જ્યારે આરોપી આકાશ ફરિયાદી પાસેથી 20 લાખ રૂપિયા ક્યાં કાયદેસરના વ્યવહાર પેટે સ્વીકારે છે, તે જણાવે નહીં ત્યારે આ રકમ લાંચની જ છે તેમ માનવાનુ રહે છે. બન્ને પક્ષોને સાંભળી કોર્ટે જામીન અરજી રદ કરી અરવિંદ કેજરીવાલ અને મનોજ સિસોદીયાની પાસેથી કે તેમના ઘરેથી 100 રૂપિયાની રકમ પણ કબજે થયેલી ન હતી, તેથી સુપ્રિમ કોર્ટે તેમને જામીન આપ્યા હોય તો તેવા કેસ સાથે હાલના આરોપી આકાશ કલોલીયાના કેસ સાથે સમાનતા જોઈ શકાય નહીં. આ તમામ રજૂઆતોના અંતે ખાસ અદાલતના જજ ટી. એસ. બ્રહમભટ્ટ સાહેબે આરોપી આકાશ કાલોલીયાની રેગ્યુલર જામીન અરજી રદ કરી છે.
    Click here to Read More
    Previous Article
    કાળઝાડ ગરમીથી રાહત મેળવવા સયાજી હોસ્પિટલ્સમાં 50 કૂલર ભાડેથી લવાયા:દર્દીઓને રાહત મળી, ભાડુ ખરીદ કિંમતથી વધારે થતું હોવાની ચર્ચા; દર વર્ષે જરૂર પડે તો ખરીદતા નથી?
    Next Article
    UP constable sacked over links to IPL betting racket, absconding

    Related Gujarat Updates:

    Are you sure? You want to delete this comment..! Remove Cancel

    Comments (0)

      Leave a comment