Search

    Language Settings
    Select Website Language

    GDPR Compliance

    We use cookies to ensure you get the best experience on our website. By continuing to use our site, you accept our use of cookies, Privacy Policy, and Terms of Service.

    BijnorNews
    Bijnor news

    'ખેતીમાં ભાવ ન મળે પણ ફોર્મ ખેંચવાના 25 લાખ ઉપજે':જૂનાગઢના ગાદોઈમાં 'આપ'નું વિજય વિશ્વાસ સંમેલન, કણજાના ઉમેદવારે કહ્યું- 'જવાહરભાઈની સૂચનાથી AAPમાંથી ચૂંટણી લડુ છું'

    1 week ago

    જૂનાગઢ જિલ્લામાં સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણીનો માહોલ જામ્યો છે ત્યારે વંથલીના ગાદોઈ ખાતે આમ આદમી પાર્ટીના 'વિજય વિશ્વાસ સંમેલન'માં ભાજપ પર આકરા પ્રહારો કરવામાં આવ્યા હતા. આ સંમેલનમાં નેતાઓએ ભાજપમાં ચાલતા કથિત પરિવારવાદ અને ઉમેદવારી ફોર્મ રદ કરાવવાના ખેલ પર નિશાન સાધતા ખેડૂતોની સ્થિતિ સાથે તેની સરખામણી કરી હતી. ગોપાલ ઈટાલિયાએ વ્યંગાત્મક લહેકામાં 'ખેતીમાં ભાવ ન મળે પણ ફોર્મ ખેંચવાના 25 લાખ ઉપજે' એવું નિવેદન આપી રાજકારણમાં ગરમાવો લાવી દીધો છે. આ સાથે જ કણજા બેઠકના ઉમેદવારે પોતે પૂર્વ મંત્રી જવાહર ચાવડાની સૂચનાથી 'આપ'માં જોડાયા હોવાનો એકરાર કરતા જૂનાગઢના રાજકીય સમીકરણોમાં મોટા ફેરફારના સંકેતો મળી રહ્યા છે. જવાહર ચાવડાના સમર્થકો મેદાને કણજા બેઠકના ઉમેદવાર પ્રવીણ ચાવડાએ મંચ પરથી આક્રમક વલણ અપનાવતા જણાવ્યું હતું કે, ભાજપ શાસનમાં લોકોના કામો ન થતા હોવાથી મતદારોમાં ભારે રોષ છે. તેમણે મોટો ઘટસ્ફોટ કરતા કહ્યું કે, “હું ગોપાલ ઈટાલિયાના સહકાર અને જવાહરભાઈ ચાવડાની સૂચનાથી આમ આદમી પાર્ટીમાંથી ચૂંટણી લડી રહ્યો છું.” ભાજપના 'મદારી ખેલ' પર પ્રહાર જવાહર ચાવડાના નજીકના ગણાતા અને કોયલાણા બેઠકના મહિલા ઉમેદવારના પતિ જીવા મારડિયાએ ભાજપની રણનીતિ પર આકરા પ્રહારો કર્યા હતા. તેમણે કણજા બેઠકનું ઉદાહરણ આપતા ગંભીર આક્ષેપો કર્યા. પરિવારવાદનો આરોપ: ભાજપના મુખ્ય ઉમેદવારનું ફોર્મ ટેકનિકલ કારણોસર રદ કરાવી, ડમી તરીકે ઉભેલા તેમના જ પુત્રવધૂનું ફોર્મ માન્ય રખાયું જેથી સત્તા પરિવારમાં જ રહે. વ્યૂહાત્મક કટાક્ષ: તેમણે આ ઘટનાને 'મદારી ખેલ' ગણાવતા પ્રશ્ન કર્યો હતો કે, વર્ષો જૂની પાર્ટીના અનુભવી ઉમેદવારોના ફોર્મ રદ થાય અને નવી 'આપ'ના તમામ ફોર્મ માન્ય રહે, તે ભાજપનું સુનિયોજિત કાવતરું છે. ગોપાલ ઈટાલિયાનો 'રૂપિયાના જોરે' ફોર્મ ખેંચાવવાનો આરોપ સંમેલનના અંતમાં 'આપ' નેતા ગોપાલ ઈટાલિયાએ ખેડૂતોની સ્થિતિ અને ભ્રષ્ટાચાર મુદ્દે સરકારને આડે હાથ લીધી હતી. તેમણે જણાવ્યું હતું કે, હાલ ખેડૂતોને ઘઉં, ડુંગળી કે મગફળીના યોગ્ય ભાવ મળતા નથી, પરંતુ જો કોઈ ચૂંટણીમાં ફોર્મ ભરે તો તેને બેસવા માટે લાખોની ઓફર થાય છે. તેમણે કટાક્ષ કર્યો કે, ખેતીમાં ભલે વળતર ન મળે, પણ અત્યારે બજારમાં ફોર્મ પાછું ખેંચવાના ૨૫ લાખ રૂપિયા સુધીના ભાવ બોલાય છે. આ સંમેલન દ્વારા આમ આદમી પાર્ટીએ જૂનાગઢમાં ભાજપના આંતરિક અસંતોષને વટાવવાનો પ્રયાસ કર્યો છે. જવાહર ચાવડાના ટેકેદારોનું ખુલ્લેઆમ 'આપ'ના મંચ પર આવવું એ આગામી ચૂંટણીમાં ભાજપ માટે ચિંતાનો વિષય બની શકે છે. સંમેલન બાદ કાર્યકરોમાં નવો ઉત્સાહ જોવા મળ્યો છે, જે ગ્રામ્ય વિસ્તારોમાં ચૂંટણી જંગને વધુ રસપ્રદ બનાવશે.
    Click here to Read More
    Previous Article
    ઈરાનની 3 સમુદ્રી રસ્તાઓ બંધ કરવાની ધમકી:કહ્યું- હોર્મુઝમાં નાકાબંધી ચાલુ રહેશે તો લાલ સમુદ્ર, ઓમાન સાગર અને પર્શિયન ગલ્ફમાં વેપાર અટકાવીશું
    Next Article
    Watch: Humanoid Robot 'Edward' Chases Pack Of Wild Boars In Poland

    Related Gujarat Updates:

    Are you sure? You want to delete this comment..! Remove Cancel

    Comments (0)

      Leave a comment