Search

    Language Settings
    Select Website Language

    GDPR Compliance

    We use cookies to ensure you get the best experience on our website. By continuing to use our site, you accept our use of cookies, Privacy Policy, and Terms of Service.

    BijnorNews
    Bijnor news

    હિંમતનગરના દલપુરમાં નવીન ગ્રામ પંચાયત મકાનનું લોકાર્પણ:25 લાખના ખર્ચે નિર્માણ, 80 લાખના ખર્ચે બનનારા સી.સી. રોડને મંજૂરી મળતા ગ્રામજનોમાં આનંદ

    2 days ago

    હિંમતનગર તાલુકાના દલપુર ગામે રૂ. 25 લાખના ખર્ચે બનેલા નવીન ગ્રામ પંચાયત ભવનનું લોકાર્પણ કરવામાં આવ્યું. હિંમતનગરના ધારાસભ્ય વી.ડી. ઝાલાના હસ્તે આ ભવનનું ઉદ્ઘાટન કરાયું હતું. આ પ્રસંગે દલપુર ગામ માટે રૂ. 80 લાખના સી.સી. રોડને મંજૂરી મળતા ગ્રામજનોમાં આનંદ જોવા મળ્યો હતો. ગ્રામજનોએ રાજ્ય સરકાર અને ધારાસભ્ય વી.ડી. ઝાલાનો આ વિકાસલક્ષી કામગીરી બદલ આભાર વ્યક્ત કર્યો હતો. આ કાર્યક્રમમાં APMCના પૂર્વ ડિરેક્ટર નરસિંહભાઈ પટેલ, આગિયોલ સેવા સહકારી મંડળીના ચેરમેન રવિભાઈ પટેલ, અમૃતભાઈ પટેલ, મોડાસિયા કડવા પાટીદાર કારોબારી સભ્ય સુરેશભાઈ પટેલ, NRI કનુભાઈ પટેલ, જશુભાઈ પટેલ, સરપંચ રીટાબેન પટેલ, ડેપ્યુટી સરપંચ વિક્રમસિંહ રાઠોડ, પંચાયત સભ્યો સંગીતાબેન દરજી, ચંદુસિંહ પરમાર, સુરેખાબેન પટેલ, ગાયત્રીબેન પટેલ, લીલાબેન પટેલ, હસમુખસિંહ પરમાર, કૌશિકભાઈ આસોડિયા, જીતેન્દ્રભાઈ પટેલ, તલાટી કમ મંત્રી ઉમંગીબેન પટેલ, અરવિંદભાઈ પરમાર, બાબુભાઈ પટેલ, સુરેશભાઈ પટેલ અને જયેશભાઈ પરમાર સહિત ગામના આગેવાનો અને મોટી સંખ્યામાં ગ્રામજનો ઉપસ્થિત રહ્યા હતા.
    Click here to Read More
    Previous Article
    ચેન્નઈએ 8 ઓવરમાં જ 6 વિકેટ ગુમાવી દીધી:જાડેજાએ પોતાની જૂની ટીમના બન્ને બેટર્સને એક જ ઓવરમાં પેવેલિયન ભેગા કર્યા
    Next Article
    બાલાસિનોર ડમ્પિંગ સાઇટ બંધ કરવા કોંગ્રેસે રજૂઆત કરી:જમિયતપુરા ડમ્પિંગ સાઇટના વિરોધમાં કલેક્ટરને આવેદનપત્ર સુપરત

    Related Gujarat Updates:

    Are you sure? You want to delete this comment..! Remove Cancel

    Comments (0)

      Leave a comment