Search

    Language Settings
    Select Website Language

    GDPR Compliance

    We use cookies to ensure you get the best experience on our website. By continuing to use our site, you accept our use of cookies, Privacy Policy, and Terms of Service.

    BijnorNews
    Bijnor news

    જલેરી ડેમના અસરગ્રસ્ત ખેડૂતોનો પ્રશ્ન 25 વર્ષથી પડતર:7/12 ના ઉતારામાં નામ ન નોંધાતાં સરકારી લાભથી વંચિત; કલેક્ટરને આવેદનપત્ર આપ્યું; આંદોલનની ચીમકી

    1 day ago

    સાબરકાંઠા જિલ્લાના પોશીના તાલુકામાં આવેલા ચંદ્રાણા ગામે જલેરી ડેમ પ્રોજેક્ટના કારણે વિસ્થાપિત થયેલા આદિવાસી ખેડૂતોનો જમીન સંબંધિત પ્રશ્ન છેલ્લા 25 વર્ષથી ઉકેલાયો નથી. મહેસૂલી રેકોર્ડ અને 7/12 ના ઉતારામાં ખેડૂતોના નામ ન નોંધાયા હોવાના કારણે તેઓ તમામ પ્રકારની સરકારી યોજનાઓ અને સબસિડીના લાભોથી વંચિત રહી ગયા છે. પૂર્વ ધારાસભ્યની આગેવાનીમાં કલેક્ટરને રજૂઆત આ ગંભીર અને પડતર પ્રશ્નના કાયમી ઉકેલ માટે ખેડબ્રહ્માના પૂર્વ ધારાસભ્ય અશ્વિન કોટવાલની આગેવાની હેઠળ અસરગ્રસ્ત ખેડૂતોના પ્રતિનિધિમંડળે જિલ્લા કલેક્ટરને રૂબરૂ મળીને આવેદનપત્ર પાઠવ્યું હતું. ખેડૂતોએ ચીમકી આપી હતી કે જો આ મામલે વહેલી તકે કાયદાકીય અને યોગ્ય ન્યાય નહીં મળે તો આગામી દિવસોમાં ગાંધીચિંધ્યા માર્ગે ઉગ્ર આંદોલન કરવામાં આવશે. ડેમ રદ થયો છતાં રેકોર્ડમાં નામ ન ચડ્યાં ખેડૂતોના જણાવ્યા અનુસાર, વર્ષો અગાઉ જલેરી ડેમ પ્રોજેક્ટ માટે તેમની જમીનો સંપાદિત કરવામાં આવી હતી, પરંતુ યોગ્ય પુનર્વસન ન થવાના કારણે અંતે આ પ્રોજેક્ટ પડતો મૂકવામાં આવ્યો હતો. સિંચાઈ વિભાગ દ્વારા મૂળ જમીનો ખેડૂતોને પરત સોંપી દેવામાં આવી હતી, પરંતુ મહેસૂલ વિભાગના ચોપડે 7/12 ના ઉતારામાં તેમના નામ ફરીથી દાખલ કરવામાં આવ્યા નથી. સરકારી લાભો અને યોજનાઓ મેળવવામાં મુશ્કેલી મહેસૂલી રેકોર્ડમાં નામ ન હોવાથી ખેડૂતોને ખેતી માટે વીજ જોડાણ, આવાસ યોજના, આદિવાસી જાતિનું પ્રમાણપત્ર મેળવવામાં અને બાળકો માટે શિષ્યવૃત્તિ જેવી સરકારી કલ્યાણકારી સુવિધાઓ મેળવવામાં ભારે મુશ્કેલીઓનો સામનો કરવો પડી રહ્યો છે. અગાઉ મુખ્યમંત્રી સ્તરે પણ રજૂઆતો કરવા છતાં કોઈ ઉકેલ ન આવતાં આખરે કલેક્ટરે તાત્કાલિક સ્થળ તપાસ કરાવીને રેકોર્ડ સુધારવાની માંગણી કરવામાં આવી છે.
    Click here to Read More
    Previous Article
    જંગલેશ્ર્વર ડિમોલિશન ખર્ચકાંડની તપાસ ક્યાં પહોંચી ?:રાજકોટમાં શનિવારે યોજાનાર જનરલ બોર્ડમાં કોંગ્રેસ જવાબ માંગશે, પાણીની વર્તમાન પરિસ્થિતિ અને નવા ડેમ બનાવવાના આયોજન સહિત 23 પ્રશ્ર્નો ચર્ચાશે
    Next Article
    SBIમાં લોન એજન્ટની ખોટી ઓળખ આપી ₹1.15 કરોડની ઠગાઈ:સીઝ કરેલી મિલકતો સસ્તામાં અપાવવાની લાલચ આપી પૈસા પડાવ્યાં

    Related Gujarat Updates:

    Are you sure? You want to delete this comment..! Remove Cancel

    Comments (0)

      Leave a comment