Search

    Language Settings
    Select Website Language

    GDPR Compliance

    We use cookies to ensure you get the best experience on our website. By continuing to use our site, you accept our use of cookies, Privacy Policy, and Terms of Service.

    BijnorNews
    Bijnor news

    કેપ્ટન કૂલના ‘કલાકાર’ ફેને બનાવ્યું 25 ફૂટનું ચિત્ર, ડ્રોન વીડિયો:દમણ કિલ્લાના લાઇટ હાઉસ પરિસરમાં વાપીના યુવાનની અઠવાડિયાની મહેનત, 500+ A4 સાઈઝ કાગળ વાપર્યા

    7 hours ago

    વાપીના રહેવાસી કરણ વિશ્વકર્માએ સંઘપ્રદેશ દમણના ઐતિહાસિક મોટી દમણ કિલ્લાના લાઈટ હાઉસ પરિસરમાં ભારતીય ક્રિકેટ ટીમના પૂર્વ કપ્તાન મહેન્દ્ર સિંહ ધોનીનું એક વિશાળ અને આબેહૂબ ચિત્ર તૈયાર કર્યું છે. 'ક્રિએટિવ કરણ' તરીકે ઓળખાતા આ યુવાને 500થી વધુ A4 સાઈઝના પેપર્સને એકબીજા સાથે જોડીને ધોનીનું 25 ફૂટ લાંબુ મહાકાય સ્કેચ બનાવ્યું છે. 7 દિવસનો કઠોર પરિશ્રમ અને પડકારો આ ભવ્ય કલાકૃતિનું નિર્માણ કરવામાં કરણને પૂરા 7 દિવસનો સમય લાગ્યો હતો. નાના કાગળ પર દોરેલા અલગ-અલગ ભાગોને આટલા મોટા સ્કેલ પર ચોકસાઈપૂર્વક જોડવા એ એક મોટો પડકાર હતો. આ ઉપરાંત, દમણના દરિયાકિનારે ફૂંકાતા તેજ પવનો વચ્ચે કાગળોને ઉડતા બચાવીને વ્યવસ્થિત રીતે ગોઠવવા એ અત્યંત મુશ્કેલ કાર્ય હતું, તેમ છતાં કરણે મક્કમ રહીને આ સ્કેચ પૂર્ણ કર્યું હતું. ધોની સુધી કળા પહોંચાડવાની ઈચ્છા પોતાના હેતુ વિશે વાત કરતા કરણે જણાવ્યું કે, ધોનીએ આંતરરાષ્ટ્રીય ક્રિકેટમાંથી નિવૃત્તિ લીધી હોવાથી તેઓ હવે વધુ મેચ રમી રહ્યા નથી. આ સ્થિતિમાં પોતાના મનપસંદ ખેલાડી પ્રત્યે કૃતજ્ઞતા અને આદર વ્યક્ત કરવા માટે આ સ્કેચ બનાવ્યું છે. કરણની હવે એકમાત્ર ઈચ્છા છે કે તેની આ મહેનત અને અનોખી ભેટ સોશિયલ મીડિયા કે અન્ય કોઈ માધ્યમથી ખુદ મહેન્દ્ર સિંહ ધોની સુધી પહોંચે. ધોની માટે વાપીના કલાકારનો પ્રેમ રમતગમત અને મનોરંજન જગતના સિતારાઓ માટે ચાહકોનો પ્રેમ અવારનવાર અનોખી રીતે પ્રગટ થતો હોય છે. કોઈ ચાહક ટેટૂ ચિતરાવે છે તો કોઈ સામાજિક કાર્યો કરીને પોતાના આઈડલ પ્રત્યે આદર વ્યક્ત કરે છે. ત્યારે આ યાદીમાં હવે વાપીના એક યુવાન કલાકારનું નામ ઉમેરાયું છે, જેણે પોતાની કળા દ્વારા મહેન્દ્ર સિંહ ધોની પ્રત્યે અદભુત પ્રેમ દર્શાવ્યો છે.
    Click here to Read More
    Previous Article
    મહેસાણા જિલ્લાની ચૂંટણીનું પરિણામ:જિલ્લા પંચાયતમાં 38 બેઠક પર ભાજપનો દબદબો, જાણો કઈ બેઠક પર કઈ પાર્ટીએ બાજી મારી
    Next Article
    EVM 'Glitch', Violence During Early Hours Of Polling In Bengal Phase 2

    Related Gujarat Updates:

    Are you sure? You want to delete this comment..! Remove Cancel

    Comments (0)

      Leave a comment