Search

    Language Settings
    Select Website Language

    GDPR Compliance

    We use cookies to ensure you get the best experience on our website. By continuing to use our site, you accept our use of cookies, Privacy Policy, and Terms of Service.

    BijnorNews
    Bijnor news

    અમરેલીમાં જાનની બસ પલટી, 25 જાનૈયા ઘાયલ:લગ્નપ્રસંગ પૂર્ણ કરી ભાવનગરથી જામનગર પરત ફરતાં ચાવંડ નજીક અકસ્માત, ડ્રાઈવરને ઝોકું આવતાં બની ઘટના

    2 days ago

    અમરેલી જિલ્લાના લાઠી તાલુકાના ચાવંડ નજીક 30 માર્ચની વહેલી સવારે એક જાનની બસ પલટી મારી ગઈ હતી. ભાવનગરથી જામનગર પરત ફરી રહેલી આ બસમાં સવાર આશરે 25 જાનૈયાને ઈજા પહોંચી હતી. ડ્રાઈવરને ઝોકું આવી જવાના કારણે આ અકસ્માત સર્જાયો હતો. ડ્રાઈવરને ઝોકું આવતાં બસ પલટી પ્રાપ્ત માહિતી અનુસાર, જામનગરના લોકો ભાવનગરમાં લગ્નપ્રસંગ પૂર્ણ કરીને વહેલી સવારે 'પાર્થ ટ્રાવેલ્સ'ની બસમાં જામનગર પરત ફરી રહ્યા હતા. ચાવંડ ગામ નજીક પહોંચતા બસના ચાલકને ઊંઘ આવી ગઈ હતી, જેના કારણે બસ રોડ પર પલટી મારી ગઈ હતી. બસમાં અંદાજે 40 જેટલા જાનૈયા સવાર હતા. બસમાં અંદાજે 40 જેટલા લોકો સવાર હતા અકસ્માત બાદ બસમાં ભારે દેકારો મચી ગયો હતો. ઈજાગ્રસ્ત 25 મુસાફરોને તાત્કાલિક 108 એમ્બ્યુલન્સ મારફતે લાઠી, બાબરા અને ઢસા સહિતની નજીકની હોસ્પિટલોમાં સારવાર માટે ખસેડવામાં આવ્યા હતા. ઘટનાની જાણ થતાં જ લાઠી પોલીસ ઘટનાસ્થળે પહોંચી ગઈ હતી અને વધુ તપાસ હાથ ધરી હતી. લગ્નપ્રસંગમાં મોટી દુર્ઘટના ટળી સદનસીબે, બસ પલટી મારી હોવા છતાં કોઈ મોટી જાનહાનિ થઈ ન હતી અને એક મોટી દુર્ઘટના ટળી હતી. ઈજાગ્રસ્તોને સામાન્ય ઈજાઓ પહોંચી હતી. ધંધુકા-ધોલેરા પંથકમાં બેક ટુ બેક 6 કલાક... 4 અકસ્માતમાં 3 મોત અમદાવાદ જિલ્લાના ધંધુકા અને ધોલેરા પંથક માટે શનિવારનો દિવસ અત્યંત ગોઝારો સાબિત થયો હતો. 6 કલાકમાં અલગ-અલગ ચાર સ્થળે સર્જાયેલા માર્ગ અકસ્માતોમાં કુલ ત્રણ વ્યક્તિએ જીવ ગુમાવ્યા હતા, જ્યારે 10થી વધુ લોકો ગંભીર રીતે ઇજાગ્રસ્ત થયા હતા. અકસ્માતની આ શ્રેણીને પગલે સમગ્ર પંથકમાં અરેરાટી વ્યાપી ગઈ છે. સંપૂર્ણ અહેવાલ વાંચો… ધોરાજી નજીક ખાનગી બસ પલટી, 22 મુસાફરો ઘાયલ રાજકોટ જિલ્લાના ધોરાજી પંથકમાં આજે એક ભયાનક અકસ્માત સર્જાયો છે. ધાંગધ્રાથી ધોરાજી તરફ આવી રહેલી એક ખાનગી ટ્રાવેલ્સની બસના ડ્રાઈવરે સ્ટિયરિંગ પરથી કાબૂ ગુમાવતા બસ માર્ગ પર પલટી મારી ગઈ હતી. આ દુર્ઘટનામાં બસમાં સવાર 25 પૈકી 19 મુસાફરોને નાની-મોટી ઈજાઓ પહોંચી છે. જ્યારે 6 ગંભીર રીતે ઘાયલ થયા છે. સંપૂર્ણ અહેવાલ વાંચો…
    Click here to Read More
    Previous Article
    જામનગર જેલમાં સરપ્રાઈઝ ચેકિંગ:સીમકાર્ડ વગરનો ફોન મળ્યો, અજાણ્યા કેદી સામે FIR
    Next Article
    Stock Market Live Updates: Sensex Slides 900 Points As Crude Oil Surges Amid Iran War

    Related Gujarat Updates:

    Are you sure? You want to delete this comment..! Remove Cancel

    Comments (0)

      Leave a comment