Search

    Language Settings
    Select Website Language

    GDPR Compliance

    We use cookies to ensure you get the best experience on our website. By continuing to use our site, you accept our use of cookies, Privacy Policy, and Terms of Service.

    BijnorNews
    Bijnor news

    ઇલેક્ટ્રોનિક આઇટમોમાં ભાવવધારાથી બજારમાં મંદી,:વૈશ્વિક પરિબળો અને યુદ્ધના કારણે ટીવી, ફ્રિજ, વોશિંગ મશીન અને એસીના ભાવમાં 25 થી 30 ટકાનો વધારો થતાં તહેવારોની ખરીદીમાં 50 ટકાનો મોટો ઘટાડો

    3 days ago

    ​નવરાત્રીથી દિવાળી સુધીના તહેવારોના દિવસોમાં સામાન્ય રીતે લોકો વિશેષ ઓફર્સનો લાભ લઈને ઘરવખરી અને ઈલેક્ટ્રોનિક ઉપકરણોની ભારે ખરીદી કરતા હોય છે. ટીવી, ફ્રિજ, એસી અને વોશિંગ મશીન જેવી ચીજવસ્તુઓ વર્તમાન સમયમાં દૈનિક જીવન માટે અનિવાર્ય બની ગઈ છે, ત્યારે દર વર્ષે આ સમયગાળામાં બજારો ગ્રાહકોથી ધમધમતા હોય છે. જોકે ચાલુ વર્ષે તહેવારોની સિઝનમાં ઈલેક્ટ્રોનિક્સ બજારમાં ભારે મંદીનો માહોલ જોવા મળી રહ્યો છે અને ગત વર્ષની સરખામણીએ અડધી ઘરાકી પણ જોવા મળતી નથી. આ મંદી પાછળનું સૌથી મોટું અને મુખ્ય પરિબળ વિવિધ ઈલેક્ટ્રોનિક આઈટમોમાં થયેલો સરેરાશ 25 થી 30 ટકા જેટલો તોતિંગ ભાવવધારો છે. ​વૈશ્વિક સ્તરે ચાલી રહેલી યુદ્ધની સ્થિતિ અને અન્ય આંતરરાષ્ટ્રીય પરિબળોના કારણે કાચા માલના પુરવઠા અને ટ્રાન્સપોર્ટેશન ખર્ચમાં ધરખમ વધારો થયો છે. ખાસ કરીને આધુનિક ઉપકરણો માટે કરોડરજ્જુ સમાન સેમી કન્ડક્ટર ચિપ, પ્રોસેસર આઈસી તેમજ ઉત્પાદનમાં વપરાતા તાંબુ, સ્ટીલ અને મેટલ જેવી ધાતુઓના ભાવો આસમાને પહોંચ્યા છે. ક્રૂડ ઓઇલ અને ઉત્પાદન પ્રક્રિયામાં જરૂરી ગેસ મોંઘો થવા ઉપરાંત ઉત્પાદન ઘટતાં રીટેલ માર્કેટ પર તેની સીધી અસર પડી છે. કંપનીઓ દ્વારા આકર્ષક EMI, ક્રેડિટ કાર્ડ કેશબેક અને સીધા ડિસ્કાઉન્ટ જેવી અઢળક સ્કીમો રજૂ કરવામાં આવી હોવા છતાં ગ્રાહકો વધેલા ભાવોને કારણે નવી ખરીદી કરવાથી દૂર ભાગી રહ્યા છે, જેને પગલે સમગ્ર વેપાર 40 થી 50 ટકા જેટલો ગગડી ગયો છે. ઇલેક્ટ્રોનિક્સ ચીજવસ્તુઓનું વેચાણ કરતા સ્થાનિક અગ્રણી વેપારી પ્રતુલભાઈ શુકલે બજારની વણસેલી પરિસ્થિતિ અંગે વિગતવાર માહિતી આપતા જણાવ્યું હતું કે, સામાન્ય સંજોગોમાં નવરાત્રીથી દિવાળી સુધીનો ગાળો અમારા વાર્ષિક ટર્નઓવરનો 30 થી 40 ટકા જેટલો મોટો હિસ્સો કવર કરતો હોય છે. પરંતુ આ વખતે માર્કેટ અત્યંત સ્લો ચાલી રહ્યું છે. યુદ્ધની વૈશ્વિક અસરોને લીધે ટ્રાન્સપોર્ટેશન, ક્રૂડ અને સેમી કન્ડક્ટર ચિપના ભાવ વધતાં ટીવી, રેફ્રિજરેટર, એસી અને વોશિંગ મશીન જેવી તમામ પ્રોડક્ટ્સ અસહ્ય મોંઘી બની છે. શોરૂમમાં ગ્રાહકોની સામાન્ય અવરજવર પણ માંડ 30 થી 40 ટકા રહી ગઈ છે અને માર્કેટ 50 ટકા જેટલું તૂટ્યું છે. તહેવારો ટાણે ગ્રાહકો ન આવતાં વેપારીઓ હાલ લાચારી વચ્ચે ભારે મંદીનો સામનો કરી રહ્યા છે.
    Click here to Read More
    Previous Article
    અમદાવાદમાં યુવકની હત્યા:ત્રણથી ચાર લોકોએ લાકડીઓ અને ધોકા વડે માર મારીને પતાવી દીધો
    Next Article
    વેરાવળમાં કેમ્પમાં 81 બોટલ રક્ત એકત્ર થયું:GNRFએ રેડ ક્રોસને આપ્યું; રક્ત ઓપરેશનના દર્દીઓ અને થેલેસેમિયા પીડિત બાળકો માટે

    Related Gujarat Updates:

    Are you sure? You want to delete this comment..! Remove Cancel

    Comments (0)

      Leave a comment