Search

    Language Settings
    Select Website Language

    GDPR Compliance

    We use cookies to ensure you get the best experience on our website. By continuing to use our site, you accept our use of cookies, Privacy Policy, and Terms of Service.

    BijnorNews
    Bijnor news

    રોજની હવે 25થી 30 ગાયો રોડ ઉપર રખડે:ચોમાસામાં ભરાયેલા વરસાદી પાણી અને વધેલા રોગચાળા મુદ્દે કમિશનરે અધિકારીઓને આડે હાથ લીધા

    2 days ago

    શહેરમાં ચોમાસા બાદ અનેક જગ્યાએ રોડ રસ્તા ખરાબ અને ખાડા પડ્યા છે ત્યારે મ્યુનિસિપલ કમિશનર બંછાનિધિ પાની દ્વારા ઉચ્ચ અધિકારીઓ સાથેની રિવ્યુ બેઠકમાં સરકાર દ્વારા જાન્યુઆરી, 2027માં યોજાનાર વાયબ્રન્ટ ગુજરાત સમિટ પહેલાં અમદાવાદના તમામ રોડ નવા અને ચકચકતા બનાવવા સૂચના આપવામાં આવી છે. શહેરમાં નવરાત્રિ અને દિવાળીના તહેવારો પહેલાં રોડના ખાડા પૂરવા અને નવા રોડ બનાવવા સૂચના આપી હતી. અનેક જગ્યાએ રોડ રસ્તા ખરાબ હોવા અને ખાડામાં ભરાયેલા પાણીથી મચ્છરોના ઉપદ્રવ દ્વારા વધતા જતા રોગચાળાને લઈ ઇજનેર વિભાગ અને આરોગ્ય વિભાગના અધિકારીઓનો ઉધડો લીધો હતો. પાણી ભરાવા મુદ્દે ઈજનેરો નિરુત્તર, 'મચ્છરમુક્ત સિટી' માટે અઠવાડિયાની ખાસ ઝુંબેશ શહેરમાં માત્ર એક થી બે ઇંચ વરસાદ પડે ત્યારે જળબંબાકારની સ્થિતિ સર્જાય છે તો તમે વર્ષોથી પ્લાનિંગ શું કર્યું? એવો સીધો જ પ્રશ્ન કરતાં ઈજનેર અધિકારીઓ કોઈ જવાબ આપી શક્યા નહોતા. AMC એન્જિનીયરિંગ વિભાગના અધિકારીઓ વરસાદી પાણીના નિકાલ માટે નક્કર પ્રેઝન્ટેશન રજૂ કરી શક્યા નહોતા. વરસાદી પાણી ભરાવાને કારણે મચ્છરોનો ઉપદ્રવ વધવાથી ડેન્ગ્યુ, મેલેરિયા, ફાલ્સીપારમ સહિત મચ્છરજન્ય રોગચાળો માઝા મૂકી રહ્યો હોવાની બાબત ખૂબ જ ગંભીર ગણીને AMC કમિશનર બંછાનિધિ પાનીએ 'અમદાવાદને મચ્છરમુક્ત સિટી' બનાવવા માટે એક સપ્તાહ માટે ખાસ ઝુંબેશ હાથ ધરવા તાકીદ કરી છે. શિવરંજની, સિંધુભવન સહિતના વિસ્તારોમાં બેદરકારી સામે લાલ આંખ કોર્પોરેશનના ટેક્સ, હેલ્થ સહિત તમામ વિભાગના કર્મચારીઓની મદદ લઈને શહેરમાં ખાડામાં ભરાયેલા પાણીમાં મચ્છરોના પોરા ઉત્પન્ન ન થાય તે માટે ખાડામાં ભરાયેલા પાણીનો નિકાલ કરાવવા અને સફાઈ કરાવવા માટે પગલાં લેવા સૂચના આપવામાં આવી છે. શહેરના શિવરંજની, માણેકબાગ, સિંધુભવન રોડ, બોડકદેવમાં મહિલા તળાવ, હાઈકોર્ટ નજીક કુમુદનગર, તેમજ પૂર્વ અને પશ્ચિમ પટ્ટાના વિસ્તારોમાં વરસાદી પાણી ભરાવા મુદ્દે ઈજનેર અધિકારીઓને આડે હાથ લીધા હતા. નવરાત્રિ અને દિવાળી પહેલાં શહેરમાં 73 કિ.મી.ના રોડ નવા બનાવવાની ઈજનેર અધિકારીઓને સ્પષ્ટ સૂચના આપી છે. રખડતા ઢોર નિયંત્રણ પોલિસીના લીરેલીરા રખડતા ઢોર નિયંત્રણ પોલિસી અમદાવાદ શહેરમાં અમલમાં હોવા છતાં પણ ફરી એકવાર રોડ ઉપર રખડતા ઢોર જોવા મળી રહ્યા છે. આજે 23 સપ્ટેમ્બરના રોજ મળેલી હેલ્થ એન્ડ સોલિડ વેસ્ટ મેનેજમેન્ટ વિભાગની કમિટીમાં રોડ ઉપર ગાયો રખડતી હોવા અંગેની ફરિયાદ કોર્પોરેટરો દ્વારા કરવામાં આવી હતી. જેના પગલે ચેરમેન દીપક પંચાલ દ્વારા રોડ ઉપર એક પણ ગાય રખડતી ન હોવી જોઈએ તે પ્રકારની કડક કાર્યવાહી કરવા અધિકારીઓને આદેશ આપ્યો હતો. રોજ માત્ર 25 થી 30 ગાયો પકડાતાં કામગીરી સામે સવાલો કમિટીમાં રોજની કેટલી ગાયો પકડવામાં આવે છે તેને લઈને પ્રશ્ન કરવામાં આવ્યો હતો ત્યારે અધિકારીએ જણાવ્યું હતું કે રોજની 25 થી 30 જેટલી ગાયો પકડવાની કામગીરી કરવામાં આવી રહી છે. જેને પગલે સવાલો ઊભા થઈ રહ્યા છે કે જો કડક પોલિસી લાગુ કરાઈ હોય તો આટલી મોટી સંખ્યામાં પશુઓ રોડ પર કેમ ફરી રહ્યા છે. જેથી હવે રસ્તા પર રખડતા જોવા મળતા તમામ પશુઓને તાત્કાલિક પકડીને માલિકો સામે કાયદેસરની કડક કાર્યવાહી કરવા આદેશ આપવામાં આવ્યો છે.
    Click here to Read More
    Previous Article
    ગોધરાના પોપટપુરામાં નિઃશુલ્ક આયુષ નિદાન અને સારવાર કેમ્પ યોજાયો:સરકારી આયુર્વેદ હોસ્પિટલ ખાતે 450 દર્દીઓએ વિવિધ રોગોની નિઃશુલ્ક સારવાર મેળવી
    Next Article
    'Attempt To Divert Attention': Supreme Court On Collegium Mention In Poll Body Appointments Hearing

    Related Gujarat Updates:

    Are you sure? You want to delete this comment..! Remove Cancel

    Comments (0)

      Leave a comment