Search

    Language Settings
    Select Website Language

    GDPR Compliance

    We use cookies to ensure you get the best experience on our website. By continuing to use our site, you accept our use of cookies, Privacy Policy, and Terms of Service.

    BijnorNews
    Bijnor news

    અસારવા-પ્રયાગરાજ વચ્ચે સાપ્તાહિક ફેસ્ટિવલ સ્પેશિયલ ટ્રેન દોડશે:હિંમતનગર સહિત 25 સ્ટેશનો પર સ્ટોપેજ, 22 ઓક્ટોબરથી 26 નવેમ્બર સુધી ચાલશે

    9 hours ago

    પશ્ચિમ રેલવેએ તહેવારોમાં મુસાફરોની વધતી સંખ્યાને જોતા અસારવા-પ્રયાગરાજ વચ્ચે સાપ્તાહિક ફેસ્ટિવલ સ્પેશિયલ ટ્રેન ચલાવાશે. આ ટ્રેન બંને દિશામાં કુલ 12 ફેરા કરશે. ટ્રેન નંબર 04166 અસારવા–પ્રયાગરાજ સ્પેશિયલ દર ગુરુવારે 22 ઓક્ટોબરથી 26 નવેમ્બર, 2026 સુધી ચાલશે. ટ્રેન નંબર 04165 પ્રયાગરાજ–અસારવા સ્પેશિયલ દર બુધવારે 21 ઓક્ટોબરથી 25 નવેમ્બર, 2026 સુધી દોડાવાશે. આ ટ્રેનને હિંમતનગર સહિત લુસાડિયા, ડુંગરપુર, સેમારી, ઝાવર, ઉદયપુર સિટી, રાણા પ્રતાપ નગર, માવલી જંક્શન, ચંદેરિયા, માંડલગઢ, બુંદી, કેશોરાયપાટન, સવાઈ માધોપુર, ગંગાપુર સિટી, હિંડોન સિટી, બયાના, રૂપબાસ, ફતેહપુર સીકરી, ઈદગાહ આગ્રા, ટુંડલા, ફિરોઝાબાદ, ઈટાવા, કાનપુર સેન્ટ્રલ અને ફતેહપુર સહિત 25 સ્ટેશનો પર સ્ટોપેજ મળશે. ટ્રેનમાં એસી થ્રી-ટિયર, સ્લીપર ક્લાસ અને જનરલ સેકન્ડ ક્લાસના કોચ મળશે. ટ્રેન નંબર 04166 માટે બુકિંગ 19 ઓક્ટોબર, 2026થી પીઆરએસ કાઉન્ટરો અને આઈઆરસીટીસી વેબસાઇટ પર શરૂ થશે.
    Click here to Read More
    Previous Article
    સિહોરમાં પતિના ત્રાસથી મહિલાનો આપઘાત:15 દિવસ પહેલા માતા આગળ રડીને દુઃખ ઠાલવ્યું હતું કે હવે સહન નથી થતું અંતે પરણિતાએ જીવન ટૂંકાવ્યું, ભાઈ એ નોંધાવી ફરિયાદ
    Next Article
    શેઠ વી.કે. ભોળા હાઈસ્કૂલમાં સાતમા નોરતે ગરબા મહોત્સવ યોજાયો:પાટણના રેલ્વે સ્ટેશન વિસ્તારમાં ધોરણ 9 થી 12 ના વિદ્યાર્થીઓએ ભાગ લીધો

    Related Gujarat Updates:

    Are you sure? You want to delete this comment..! Remove Cancel

    Comments (0)

      Leave a comment