Search

    Language Settings
    Select Website Language

    GDPR Compliance

    We use cookies to ensure you get the best experience on our website. By continuing to use our site, you accept our use of cookies, Privacy Policy, and Terms of Service.

    BijnorNews
    Bijnor news

    પોરબંદર મહાનગરપાલિકામાં ઓનલાઈન વેરા માટે નવું કાઉન્ટર શરૂ:25 દિવસમાં રૂ. 2.19 કરોડની વસૂલાત; 80,600 મિલકતધારકો અને દુકાનદારોનો વેરો બાકી

    12 hours ago

    પોરબંદર મહાનગરપાલિકાએ નાગરિકોને સરળ અને ઝડપી સેવાઓ પૂરી પાડવા માટે ઓનલાઈન વેરા માટે એક વધારાનો સહાય કાઉન્ટર શરૂ કર્યો છે. મેયર સાગરભાઈ મોદીના માર્ગદર્શન હેઠળ મહાનગરપાલિકાને સંપૂર્ણ ડિજિટલ બનાવવાની દિશામાં આ પગલું લેવામાં આવ્યું છે. આ નવા કાઉન્ટર પરથી નાગરિકોને ઓનલાઈન ભરેલા વેરાની પહોંચ (રસીદ) તાત્કાલિક મળી રહેશે. આ ઉપરાંત, પેમેન્ટ સંબંધિત કોઈપણ સમસ્યાનું સ્થળ પર જ નિરાકરણ કરવામાં આવશે, જેથી નાગરિકોને મુશ્કેલી ન પડે. મહાનગરપાલિકાના ઇન્ચાર્જ હાઉસ ટેક્સ વિભાગના ઇન્સ્પેક્ટર મિતેશ કોટેચાએ માહિતી આપતા જણાવ્યું કે, ચાલુ નાણાકીય વર્ષ 2026-27 દરમિયાન છેલ્લા 25 દિવસમાં કુલ રૂ. 2.19 કરોડનો વેરો વસૂલવામાં આવ્યો છે. આમાંથી રૂ. 98 લાખ ઓનલાઈન માધ્યમથી અને રૂ. 1.39 કરોડ રોકડ માધ્યમથી જમા થયા છે. તેમણે વધુમાં જણાવ્યું કે, વર્ષ 2026-27 માટે મહાનગરપાલિકાનો કુલ બાકી વેરો રૂ. 67.87 કરોડ છે. શહેરમાં અંદાજે 90 હજાર મિલકતધારકો અને દુકાનદારો નોંધાયેલા છે, જેમાંથી અત્યાર સુધીમાં માત્ર 9,400 લોકોએ જ વેરો ભર્યો છે. આ આંકડો કુલ મિલકતધારકોના આશરે 10 ટકા જેટલો થાય છે. આમ, અંદાજે 80,600 મિલકતધારકો અને દુકાનદારોએ હજુ સુધી તેમનો વેરો ભરવાનો બાકી છે. મહાનગરપાલિકાએ તમામ નાગરિકોને સમયસર વેરો ભરીને ઓનલાઈન સેવાઓનો લાભ લેવા અને બાકી વેરાની તાત્કાલિક ચુકવણી કરવા અપીલ કરી છે.
    Click here to Read More
    Previous Article
    ગુજરાત આયુ. યુનિ. BAMS પેપર લીક મામલો:મહીસાગરમાં NSUIનો વિરોધ શિક્ષણમંત્રીના રાજીનામાની માંગ સાથે કલેક્ટર કચેરીએ સૂત્રોચ્ચાર
    Next Article
    Your Claude AI chats may be searchable on Google: Here’s how to keep them private

    Related Gujarat Updates:

    Are you sure? You want to delete this comment..! Remove Cancel

    Comments (0)

      Leave a comment