Search

    Language Settings
    Select Website Language

    GDPR Compliance

    We use cookies to ensure you get the best experience on our website. By continuing to use our site, you accept our use of cookies, Privacy Policy, and Terms of Service.

    BijnorNews
    Bijnor news

    રાજકોટ એરપોર્ટ પરથી 25 મીથી 19 ફ્લાઈટની ઉડાન:રાજકોટથી દિલ્હીની 6, મુંબઈની 5, નવી મુંબઈની 2, પુણે, હૈદરાબાદ, બેંગલોર, ગોવા, સુરત, મુન્દ્રાની ફ્લાઈટ શરૂ થશે, દિવાળીમાં બહારગામ ફરવા જતા હજારો લોકોને થશે લાભ

    7 hours ago

    રાજકોટ ઇન્ટરનેશનલ એરપોર્ટ પરથી 25 ઓક્ટોબર 2026થી 27 માર્ચ,2027 દરમિયાન ઉડાન ભરનારી ફ્લાઈટનું વિન્ટર શેડ્યુલ જાહેર કરવામાં આવ્યું છે. જેમાં શિયાળામાં 19 ફ્લાઈટ ઉડાન ભરશે. દિલ્હીની 6, મુંબઈની 5, નવી મુંબઈની 2, પુણે, હૈદરાબાદ, બેંગલોર અને ગોવાની એક - એક ફ્લાઇટ તો સુરત અને મુન્દ્રા માટે નાનું વિમાન ઉડાન ભરતા તહેવારોમાં હવાઈ મુસાફરોને ફાયદો થશે. વિન્ટર શેડ્યુઅલમાં ફ્લાઇટ્સની સંખ્યામાં વધારો થવાની સાથે વિવિધ રૂટ પર ફ્લાઇટના સમયમાં પણ ફેરફાર કરવામાં આવ્યો છે. શિયાળાના હવામાન અને ધુમ્મસની સ્થિતિને ધ્યાનમાં રાખીને અનેક ફ્લાઇટના આગમન-પ્રસ્થાનના સમયમાં 15થી 45 મિનિટ સુધીનો ફેરફાર કરાયો છે. નવા શેડ્યુલમાં રાજકોટથી ગોવા માટે નવી ફ્લાઇટનો ઉમેરો થયો છે. આ ફ્લાઇટ અઠવાડિયામાં ચાર દિવસ સોમવાર, મંગળવાર, ગુરુવાર અને શનિવારે સાંજે 6:45 વાગ્યે રાજકોટથી ઉપડશે.આ ઉપરાંત પુણેની ફ્લાઇટનો સમય સમર શેડ્યુલના સવારે 10:20ની સરખામણીએ બદલીને બપોરે 1:40 વાગ્યાનો કરાયો છે. જ્યારે હૈદરાબાદની ફ્લાઇટનો સમય રાત્રે 8:10થી બદલીને સવારે 8:05 વાગ્યાનો કરવામાં આવ્યો છે. દિલ્હી અને મુંબઈ સહિતના રૂટ પર પણ ફ્લાઇટના સમયમાં ફેરફાર કરાયો છે. ફ્લાઇટના સમય અને સંખ્યામાં ફેરફારને ધ્યાનમાં રાખીને મુસાફરોએ મુસાફરી પહેલાં ટિકિટ તથા સંબંધિત એરલાઇન્સની અધિકૃત વેબસાઇટ પરથી સમયની ચકાસણી કરવી જરૂરી રહેશે. આર્ટ ગેલેરીમાં કાલથી સ્વદેશી શોપિંગ ફેસ્ટિવલનો પ્રારંભ, સ્થાનિક કારીગરોને મળશે નવું પ્લેટફોર્મ રાજકોટ મનપા દ્વારા પ્રધાનમંત્રી મોદીના 'મેઈક ઇન ઇન્ડિયા' અને 'આત્મનિર્ભર ભારત'ના સ્વપ્નને સાકાર કરવા 'સ્વદેશી મેળો-2026 (શોપિંગ ફેસ્ટિવલ)' નું આયોજન કરવામાં આવ્યું છે. આ મેળો કાલથી તા. 3 નવેમ્બર રેસકોર્ષ ખાતેની આર્ટ ગેલેરીમાં યોજાશે. કાલે સવારે 10:30 કલાકે મેયર ડો. નેહલ શુક્લ દ્વારા રિબિન કાપીને મેળાનો પ્રારંભ કરાવવામાં આવશે. આ મેળો દરરોજ સવારે 10 થી રાત્રે 10 વાગ્યા સુધી નાગરિકો માટે ખુલ્લો રહેશે. આ મેળામાં સ્થાનિક સ્વસહાય જૂથો, શેરી ફેરિયાઓ, પરંપરાગત કારીગરો અને કલાકારોને પ્રોત્સાહન આપવા માટે 85 સ્ટોલ્સમાં શોપિંગ ક્લસ્ટર, ક્રાફ્ટ ક્લસ્ટર અને ફૂડ કોર્નર જેવી આકર્ષક વ્યવસ્થાઓ ઊભી કરવામાં આવી છે. 'એક જિલ્લો, એક ઉત્પાદન' અંતર્ગત સ્થાનિક બ્રાન્ડ્સ અને સ્વદેશી ઉત્પાદનોના બ્રાન્ડિંગ અને વેચાણ માટે વિશેષ મંચ પૂરો પાડવામાં આવશે, જેનાથી નાના પાયે વ્યવસાય કરતા કારીગરોની મહેનત અને કૌશલ્યને યોગ્ય ઓળખ મળશે. ઉપરાંત ઊભરતા કલાકારો પોતાની કલા રજૂ કરી શકે તે માટે સાંજે 6 થી રાત્રે 9 વાગ્યા સુધી વિશેષ સાંસ્કૃતિક કોર્નર તૈયાર કરાયું છે, જેમાં કલાકારો વિનામૂલ્યે રજીસ્ટ્રેશન કરાવી શકશે. અહીં પરિવાર સાથે આવતા નાગરિકો માટે બાળકોની મનોરંજન જરૂરિયાતોને ધ્યાનમાં રાખીને ચિલ્ડ્રન પ્લે એરિયા અને એક્ટિવિટી ઝોન પણ બનાવવામાં આવ્યા છે. આ આયોજનથી રાજકોટના નાગરિકોને એક છત નીચે સ્વદેશી ચીજવસ્તુઓ ખરીદવાનો અને સ્થાનિક પ્રતિભાઓને પ્રોત્સાહન આપવાનો અદભુત અનુભવ પ્રાપ્ત થશે. રાજકોટમાં ફટાકડાનાં સ્ટોલ માટે 7 ટીપી પ્લોટની હરાજીથી મનપાને રૂ. 35.75 લાખની આવક રાજકોટ મહાપાલિકાની એસ્ટેટ શાખા દ્વારા દિવાળી પર્વ નિમિત્તે ફટાકડાના સ્ટોલ તથા સીઝનલ વ્યવસાય માટે શહેરના જુદા-જુદા 7 ટી.પી. પ્લોટ પર જગ્યા ભાડે ફાળવવા માટે હરાજી કરવામાં આવી હતી, જેનાથી તંત્રને 35.75 લાખની આવક થઈ છે. જાહેર હરાજીમાં કુલ 57 વેપારીઓએ ઉત્સાહભેર ભાગ લીધો હતો. શહેરના 7 અલગ-અલગ ટી.પી. પ્લોટમાં કુલ 28 ગાળા માટે હરાજી હાથ ધરવામાં આવી હતી. પ્લોટની અપસેટ કિંમત રૂ. 2.80 લાખ રાખવામાં આવી હતી. હરાજી માટે નાનામવા સર્કલ, સાધુ વાસવાણી રોડ, પ્રમુખ સ્વામી ઓડિટોરિયમ પાસે, રૈયા રોડ, રાજનગર મેઈન રોડ, મવડી અને અમીન માર્ગ સહિતના પ્લોટો સામેલ હતા.અહીં તા. 30-10 થી 8-11 સુધી અને જરૂરિયાત મુજબનાં વધારાના દિવસો માટે ફટાકડા તથા અન્ય સીઝનલ વ્યવસાય કરી શકાશે. રાજકોટ સિવિલ હોસ્પિટલના હેલ્પ ડેસ્કે નિરાધાર રંજનબેનને આપ્યો સહારાનો હાથ રાજકોટની પી.ડી.યુ. સરકારી સિવિલ હોસ્પિટલના હેલ્પ ડેસ્ક વિભાગે માનવતાની અનન્ય મિસાલ પ્રસ્તુત કરી છે. છેલ્લાં 3 વર્ષથી એકલવાયું જીવન જીવતાં અને નબળાઈથી પીડાતાં રંજનબેન વિનોદભાઈ ગત તા. 9 ઓક્ટોબરના રોજ હોસ્પિટલમાં સારવાર અર્થે દાખલ થયા હતા. મેડિસિન વિભાગના તબીબોની દેખરેખ હેઠળ યોગ્ય સારવાર મળ્યા બાદ તેમની તબિયતમાં સુધારો થતાં તેમને હોસ્પિટલમાંથી રજા આપવામાં આવી હતી. જોકે, સારવાર બાદ તેમના રહેવા અને સંભાળનો પ્રશ્ન ઊભો થયો હતો. આ પરિસ્થિતિમાં સિવિલ હોસ્પિટલના સુપ્રીન્ટેન્ડન્ટ ડૉ. કમલ ડોડીયા અને હેલ્પ ડેસ્કના માર્ગદર્શન હેઠળ સક્રિય બનેલી ટીમે વાંકાનેર સ્થિત શિવાલય સેન્ટર હોમ ખાતે તેમના માટે સુરક્ષિત આશ્રયની વ્યવસ્થા કરી હતી. હોસ્પિટલનો હેલ્પ ડેસ્ક વિભાગ છેલ્લા 4 વર્ષથી બિનવારસી અને નિરાધાર દર્દીઓને માત્ર સારવાર જ નહીં, પરંતુ સારવાર બાદ યોગ્ય આશ્રય અપાવી તેમના જીવનમાં આશાનું કિરણ પ્રગટાવવાનું કાર્ય કરી રહ્યો છે.
    Click here to Read More
    Previous Article
    હિંમતનગરમાં ભાજપની 'લોકતંત્ર બચાવો' અભિયાન માટે બેઠક:26 ઓક્ટોબરે પદયાત્રા યોજાશે, રાષ્ટ્ર ચિંતન સંવાદની પણ ચર્ચા
    Next Article
    क्या फिर से अमेरिका ईरान पर हमला करेगा, पिछली बार बहुत मुश्किल से निकला था जंग से

    Related Gujarat Updates:

    Are you sure? You want to delete this comment..! Remove Cancel

    Comments (0)

      Leave a comment