Search

    Language Settings
    Select Website Language

    GDPR Compliance

    We use cookies to ensure you get the best experience on our website. By continuing to use our site, you accept our use of cookies, Privacy Policy, and Terms of Service.

    BijnorNews
    Bijnor news

    આસોપાલવ સોસાયટીમાં છેલ્લા 25 વર્ષથી પ્રાચીન ગરબીનું આયોજન:આજના અર્વાચીન ગરબાઓ વચ્ચે પણ જૂનાગઢમાં પ્રાચીન ગરબીની પરંપરા અકબંધ, 160થી વધુ પરિવારજનો અને બાળાઓ ભક્તિભાવપૂર્વક માં ની આરાધનામાં જોડાયા​

    9 hours ago

    ​આદ્યશક્તિ માં અંબાના નવલા નોરતાનો પ્રારંભ થઈ ચૂક્યો છે. આજના અર્વાચીન ગરબાઓ અને દાંડિયારાસના દોર વચ્ચે પણ પ્રાચીન ગરબીઓમાં બાળાઓ માં ની આરાધના કરી રહી છે. જૂનાગઢની આસોપાલવ સોસાયટીના કોમન પ્લોટમાં છેલ્લા 25 વર્ષથી સતત અને સળંગ પરંપરાગત રીતે નવરાત્રી ગરબીનું ભવ્ય આયોજન કરવામાં આવી રહ્યું છે. આ આયોજનમાં અર્વાચીન દાંડિયારાસને બદલે માં જગદંબાની ભક્તિ અને આરાધના પર વિશેષ ભાર મૂકવામાં આવે છે. ​આસોપાલવ સોસાયટીમાં રહેતા ગાયત્રીબેન જાનીએ જણાવ્યું હતું કે સોસાયટીના કોમન પ્લોટમાં છેલ્લા 25 વર્ષથી ચાલતા આ પરંપરાગત આયોજનમાં મોટી સંખ્યામાં બાળાઓ ઉત્સાહભેર ભાગ લે છે. વાલીઓ પણ બાળાઓને અર્વાચીન દાંડિયારાસના બદલે માં જગદંબાની આરાધના અને ભક્તિના આ પર્વમાં જોડે છે. આ ઉત્સવમાં સોસાયટીના 160થી વધુ ઘરોના પરિવારજનો અને રહીશો એકતા સાથે જોડાયા છે. આ કાર્યક્રમને સફળ બનાવવા માટે સોસાયટીના રહીશો છેલ્લા એક મહિનાથી સતત મહેનત કરી રહ્યા છે, જેમાં દીપમાલાબેન અને તેમની આખી ટીમ સક્રિય રીતે જોડાયેલી છે. ખેલૈયાઓ અને બાળાઓને પ્રોત્સાહિત કરવા માટે નવરાત્રી દરમિયાન દરરોજ લાણી અને ઇનામોનું વિતરણ કરવામાં આવે છે, તેમજ નવરાત્રીના છેલ્લા દિવસે સવિશેષ ઇનામો આપવામાં આવશે. આ પ્રસંગે માં જગદંબા સૌને ઉત્તમ સ્વાસ્થ્ય, સુખ અને સમૃદ્ધિ અર્પે તેવી મનોકામના અને પ્રાર્થના કરવામાં આવી હતી.
    Click here to Read More
    Previous Article
    મારી સોસાયટી મારી નવરાત્રિ:મહાદેવ સ્મિત ઘોડાસર ખાતે નવરાત્રિ મહોત્સવ, ખેલૈયાઓ મન મૂકીને ગરબે રમ્યા, ગુફામાં માતાજીનું સ્થાપન આકર્ષણ
    Next Article
    અમદાવાદમાં ઐશ્વર્યા મજમુદારનો જાદુ છવાયો:કુમકુમના પગલાં પડ્યા...ગીત પર ખેલૈયાઓ ઝૂમી ઉઠ્યા, સુરત, રાજકોટ અને વડોદરામાં રાસ-ગરબાની રમઝટ

    Related Gujarat Updates:

    Are you sure? You want to delete this comment..! Remove Cancel

    Comments (0)

      Leave a comment