Search

    Language Settings
    Select Website Language

    GDPR Compliance

    We use cookies to ensure you get the best experience on our website. By continuing to use our site, you accept our use of cookies, Privacy Policy, and Terms of Service.

    BijnorNews
    Bijnor news

    ગુજરાતમાં પહેલીવાર 25હજાર ચિત્રોનું પ્રદર્શન, વર્લ્ડ બૂક ઓફ રેકોર્ડ્સમાં સ્થાન:વડોદરાની 1550 સ્કૂલોના વિદ્યાર્થીઓએ ‘વિકસિત ભારત’ થીમના 4 વિષયોને ચિત્રોમાં વણી લીધા

    11 hours ago

    શહેરના કારેલીબાગની વડોદરા જિલ્લા શિક્ષણ અધિકારીની કચેરી ખાતે વિદ્યાર્થીઓએ તૈયાર કરેલા 25 હજાર ચિત્રોનું પ્રદર્શન યોજાઇ રહ્યું છે. આ ચિત્રપ્રદર્શનને વર્લ્ડ બૂક ઓફ રેકોર્ડસ (લંડન)માં સ્થાન મળ્યું છે. આ ચિત્રો વડોદરા શહેર-જિલ્લાની 1550 સ્કૂલોના વિદ્યાર્થીઓએ તૈયાર કર્યા છે. આગામી બે દિવસ, બુધવાર અને ગુરુવારે પણ આ પ્રદર્શન શહેરીજનો માટે ખુલ્લુ રહેશે. જિલ્લા શિક્ષણ અધિકારી મહેશ પાંડેએ જણાવ્યું કે, આ ચિત્ર પ્રદર્શનની થીમ ‘વિકસિત ભારત’ રાખવામાં આવી છે. આવું ચિત્રપ્રદર્શન ભારતમાં પણ પહેલીવાર યોજાઇ રહ્યું છે, જેમાં કન્યા કેળવણી, વૃક્ષારોપણ, સ્વચ્છતા અને નશામુક્તિ એવા 4 વિષયો રાખવામાં આવ્યા હતા. ડીઇઓ કચેરી અને જિલ્લા શિક્ષણ અને તાલીમ ભવનના પટાંગણમાં આ ચિત્રો સફેદ કેન્વાસ પર મૂકાયા છે. વડોદરાના વિવિધ વિભાગના અધિકારીઓ, પાલિકાના પદાધિકારીઓ અને પૂર્વમંત્રી ભૂપેન્દ્ર ચુડાસમા સહિત 3 હજાર જેટલા લોકોએ ચિત્રો નિહાળ્યા છે. ઉલ્લેખનીય છે કે, આ ચિત્રોની એક શીટ તૈયાર કરવામાં આવે તો એક બાસ્કેટબોલના મેદાન જેટલી થાય છે. ધો.6થી ધો.12ના વિદ્યાર્થીઓએ ભાગ લીધો, સ્પર્ધાના ચિત્રોને ભેગા કરીને પ્રદર્શિત કરાયા આ 25 હજાર ચિત્રોને ભેગા કરવા અનોખું આયોજન કરાયું હતું. 7 ઓક્ટોબરે સ્કૂલ લેવલની અને ત્યારબાદ ક્લસ્ટર તથા જિલ્લા લેવલની ચિત્રસ્પર્ધા યોજાઇ હતી. આ સ્પર્ધામાં આવેલા વિદ્યાર્થીઓના ચિત્રોને સ્કૂલ પાસેથી મગાવવામાં આવ્યા અને તેને એકત્ર કરીને આ ચિત્ર પ્રદર્શન યોજાયું છે. આ જ કારણોસર રેકોર્ડ બૂકમાં તેને સ્થાન આપવામાં આવ્યું છે. આ ચિત્ર સ્પર્ધામાં ધો.6થી ધો.12ના વિદ્યાર્થીઓએ ભાગ લીધો હતો. ચિત્રોનું માપ ડ્રોઇંગ શીટના કાગળ જેટલું જ રાખવામાં આવ્યું હતું. હવે શું | આ ચિત્રોને ડીઇઓ કચેરી ખાતે રખવામાં આવશે જિલ્લા શિક્ષણ અધિકારીના સત્તાવાર સૂત્રોના જણાવ્યા મુજબ આ 25 હજાર ચિત્રોને ડીઇઓ કચેરી ખાતે રખાશે. જો કોઇ સ્કૂલને આ ચિત્રપ્રદર્શન યોજવું હોય તો તેને પણ અપાશે. આ ચિત્રો સાથે તેને તૈયાર કરનાર વિદ્યાર્થીઓના નામ, ધોરણ અને સ્કૂલોની વિગત પણ રાખવામાં આવી છે.
    Click here to Read More
    Previous Article
    નિલેશ વણઝારાની સોમાતળાવના સ્વાગત પાર્ટી પ્લોટ પાસે હત્યા કરાઈ:ગરબાના પાર્કિંગમાં હત્યા,4 શખસોએ પ્લાનિંગ કર્યું હોવાનો ઘટસ્ફોટ, 12 શકમંદોની પૂછપરછ
    Next Article
    बिजनौर में शादी के दौरान शराब पीने को लेकर झगड़ा एक ने दूसरे का कर दिया मर्डर भारी पुलिस बल मौके पर

    Related Gujarat Updates:

    Are you sure? You want to delete this comment..! Remove Cancel

    Comments (0)

      Leave a comment