Search

    Language Settings
    Select Website Language

    GDPR Compliance

    We use cookies to ensure you get the best experience on our website. By continuing to use our site, you accept our use of cookies, Privacy Policy, and Terms of Service.

    BijnorNews
    Bijnor news

    નિકોલની પરિણીતાના પિયરમાંથી 25 લાખ પડાવી લીધા:લગ્નના 15 દિવસ પછી પતિએ કહ્યું-હું તને પ્રેમ નહીં આપી શકું, લંડનમાં યુવતી સાથેની વોટ્સએપ ચેટ મળતાં ભાંડો ફૂટ્યો

    1 week ago

    અમદાવાદના નિકોલ વિસ્તારમાં રહેતી પરિણીતાને લંડનમાં સ્થાયી થવાના બહાને પિયરમાંથી ટુકડે-ટુકડે રૂ. 25 લાખ મંગાવી લઈને પતિ અને સાસરિયાઓએ શારીરિક-માનસિક ત્રાસ ગુજારવાનુ શરૂ કર્યું હતું. પૈસા લીધા બાદ પતિ લંડન જતો રહ્યો હતો ત્યારબાદ તેણે વાતચીત કરવાનું ઓછું કરી દીધું હતું. પરણિતા પણ લંડન પહોંચ્યા બાદ પતિના અન્ય યુવતી સાથે અનૈતિક સંબંધ હોવાની જાણ થતાં આ બાબતે બંને વચ્ચે તકરાર થઈ હતી. લંડનથી અમદાવાદ આવ્યા બાદ સાસરિયાંઓને અન્ય યુવતી સાથેના સંબંધોની વાત કરતા તેમણે જો આવું હોય તો તમારે ઘર છોડી દેવું જોઈએ એમ કહી દીધું હતું. જેથી પરિણીતાએ આ મામલે પતિ સહિત સાસરિયા સામે મહિલા પોલીસ સ્ટેશનમાં ફરિયાદ નોંધાવી છે. ‘હું તને પતિ તરીકે પ્રેમ નહીં આપી શકું’ મેઘાણીનગરની યુવતીના લગ્ન જાન્યુઆરી 2023માં સામાજિક રીતરિવાજ મુજબ નિકોલ ખાતે રહેતા યુવક સાથે થયા હતા. લગ્નના પંદરેક દિવસ બાદથી જ પતિએ 'હું તને પતિ તરીકે પ્રેમ નહીં આપી શકું' કહી અણછાજતું વર્તન શરૂ કર્યું હતું. સાસુએ ઘરમાં જોખમ હોવાનું કહી પરિણીતાનો સોનાનો સેટ લોકરમાં મૂકવાના બહાને લઈ લીધો હતો. પરિણીતા પ્રાઇવેટ ટ્યુશન ક્લાસિસ ચલાવતી હતી, તેમાંથી થતી તમામ આવક પણ પતિ પડાવી લેતો હતો. આ ઉપરાંત ઘર અને ગાડીના હપ્તા ભરવાના નામે પિયરમાંથી રૂ. 50 હજાર પણ મંગાવ્યા હતા. મહિલાના પિયરમાંથી પાસેથી 25 લાખ મેળવી લીધા તેઓને લંડન જવાનું હતું જેથી વિઝાનો ખર્ચો પોત પોતાનો ઉપાડવાનો હતો પરંતુ પતિએ લંડન જવાની પ્રોસેસ માટે નાણાં ખૂટે છે તેમ કહી પરિણીતાને વિશ્વાસમાં લીધી હતી. પરિણીતાના ભાઈએ પોતાના શેર વેચીને રૂ. 6 લાખ આપ્યા હતા. ત્યારબાદ સંબંધીઓ પાસેથી 2 લાખ અને વિઝા પ્રોસેસ દરમિયાન ટુકડે-ટુકડે કરી કુલ રૂ. 25 લાખ પિયર પક્ષ પાસેથી પડાવી લીધા હતા. પતિ ઓગસ્ટ 2023માં લંડન ગયો હતો. ત્યાં સરકારી ડોક્ટર તરીકે એચ.સી.પી.સી. રજિસ્ટ્રેશન કરાવવા માટે 1800 પાઉન્ડની જરૂર પડતાં પરિણીતાના ભાઈઓએ મિત્રો મારફતે લંડનમાં નાણાં પહોંચાડ્યા હતા. યુવતી સાથેની વોટ્સએપ ચેટ મળી થોડો સમય થયા બાદ પરિણીતા પણ ડિપેન્ડન્ટ વિઝા પર લંડન પહોંચી ત્યારે પતિના મોબાઈલમાં અન્ય યુવતી સાથેની વોટ્સએપ ચેટ મળી આવી હતી. આ અંગે પૂછતાં પતિએ મારઝૂડ કરી હતી. અમદાવાદ પરત આવ્યા બાદ સાસરિયા સમક્ષ આ બાબત મૂકતાં સાસુ-સસરાએ પણ દીકરાનો પક્ષ લીધો હતો. ત્રાસ ગુજારતાં પરિણીતાએ ફરિયાદ નોંધાવી જેઠે તો ત્યાં સુધી કહી દીધું કે 'પતિને બીજી સ્ત્રી સાથે જુઓ તો પણ ઘર કરવું હોય તો ચૂપચાપ નીકળી જવું જોઈએ.' આખરે પતિએ છૂટાછેડાની માગ કરી નંબર બ્લોક કરી દીધો હતો અને સાસરિયાઓએ જમવાનું ન આપી ત્રાસ ગુજારતાં પરિણીતા પિયર આવી જવા મજબૂર બની હતી. જે બાદ આ મામલે મહિલા પોલીસ સ્ટેશનમાં પતિ સહિત સાસરિયા સામે ફરિયાદ નોંધાવતા પોલીસે ગુનો નોંધી તપાસ શરૂ કરી છે.
    Click here to Read More
    Previous Article
    સોસાયટીના ખજાનચી અને અન્ય શખ્સો સાથે મારામારી, CCTV:ન્યૂ રાણીપની સોસાયટીમાં જમવાના પાસ ન આપતા શખસે માર માર્યો, સાબરમતી પોલીસે તપાસ હાથ ધરી
    Next Article
    'દુનિયાનો સૌથી કૂલ પતિ કોણ છે?':ગિટાર વગાડતા સૈફ અલી ખાન પર પત્ની કરીના આફરીન; KBC બાદ મળ્યું 'ઘી લિજેન્ડ'નું ટાઇટલ

    Related Gujarat Updates:

    Are you sure? You want to delete this comment..! Remove Cancel

    Comments (0)

      Leave a comment