Search

    Language Settings
    Select Website Language

    GDPR Compliance

    We use cookies to ensure you get the best experience on our website. By continuing to use our site, you accept our use of cookies, Privacy Policy, and Terms of Service.

    BijnorNews
    Bijnor news

    25 વર્ષના યુવકનો ચાઇલ્ડ પોર્નોગ્રાફીના નામે ખતરનાક ખેલ:એકલા હાથે 1071 કરોડનું સાયબર ફ્રોડ અને 1090 ગુના કર્યા, અમદાવાદીને કારણે ગેમ ઓવર થઈ

    1 day ago

    ગુજરાત સાયબર સેન્ટર ઓફ એક્સેલન્સે ₹1071 કરોડના સાયબર ફ્રોડનો પર્દાફાશ કર્યો છે. ગુજરાતના અમદાવાદના સિનિયર સિટીઝન સહિત દેશભરના અલગ-અલગ રાજ્યોમાં ડિજિટલ એરેસ્ટ, સાયબર ફ્રોડ અને ચાઈલ્ડ પોર્નોગ્રાફીના કેસોના નામે ડરાવી લોકો પાસે પૈસા પડાવનાર મુખ્ય સૂત્રધાર BCA સુધી ભણેલા રફીકુલ આલમ (ઉ.વ. 25) (રહે. આસામ)ની ધરપકડ કરી છે. SP વિવેક ભેડાએ જણાવ્યું હતું કે, તપાસમાં કુલ 1,090 સાયબર ગુનાઓનો ભેદ ઉકેલાયો છે. આરોપી ચાઈનીઝ ક્રિમિનલ્સ સાથે ડાઈરેક્ટ સંપર્કમાં હતો. ચાઈલ્ડ પોર્નોગ્રાફીનું નામ લઈ લોકોને ડરાવતા વિવેક ભેડાએ વધુમાં જણાવ્યું હતું કે, આરોપીઓની મોડસ ઓપરેન્ડી મુજબ, ગેંગના સભ્યો પોલીસ, CBI, ED અથવા અન્ય સરકારી એજન્સીના અધિકારી બની પીડિતોનો સંપર્ક કરતા હતા. કેટલાક કિસ્સામાં ચાઈલ્ડ પોનોગ્રાફી, ગેરકાયદે ઓનલાઈન પ્રવૃત્તિ અથવા અન્ય ગંભીર ગુનામાં સંડોવણી હોવાનો આરોપી મૂકી પીડિતોને ડરાવવામાં આવતા હતા. વીડિયો કોલ અને અન્ય ડિજિટલ માધ્યમથી પીડિતોને ડિજિટલ એરેસ્ટ કરવામાં આવતા અને કેસમાંથી બચવા માટે પૈસા ચૂકવવા દબાણ કરાતું હતું. પીડિતોને સતત વીડિયો કોલ પર રાખી તેમની હિલચાલ પર નજર રાખવામાં આવતી અને જ્યાં સુધી નાણાં ટ્રાન્સફર ન થાય ત્યાં સુધી માનસિક દબાણ કરવામાં આવતું હતું. ગુજરાતમાં અમદાવાદ, સુરત અને જામનગર ઉપરાંત અન્ય 5 રાજ્યોમાં પીડિતોને ઠગાઈનો ભોગ બનતા બચાવવામાં આવ્યા હતા. 1,754 બેંક એકાઉન્ટમાં સ્પ્લિટ ટ્રાન્ઝેક્શન ગેંગ દ્વારા છેતરપિંડીથી મેળવેલી રકમને છુપાવવા માટે 1,754 બેંક એકાઉન્ટમાં સ્પ્લિટ ટ્રાન્ઝેક્શન કરવામાં આવતા હતા. રકમ એક ખાતામાં રાખવાને બદલે અનેક ખાતામાં અલગ-અલગ હિસ્સામાં ટ્રાન્સફર કરવામાં આવતી હતી. પોલીસ તપાસમાં સામે આવ્યું છે કે, કેટલીક વખત માત્ર 3 કલાકમાં નાણાકીય ટ્રાન્ઝેક્શનની સમગ્ર પ્રક્રિયા પૂર્ણ કરી દેવામાં આવતી હતી, જેથી તપાસ એજન્સીઓ માટે નાણાંની હિલચાલને ટ્રેસ કરવી મુશ્કેલ બને. ફ્રોડના પૈસા ક્રિપ્ટોમાં કન્વર્ટ કરી ચીન મોકલતા આરોપીઓ છેતરપિંડીથી મેળવેલી રકમને વિવિધ બેંક એકાઉન્ટમાં મેળવ્યા બાદ ક્રિપ્ટોકરન્સીમાં કન્વર્ટ કરતા હતા. ત્યારબાદ આ ક્રિપ્ટો નાણાં વિદેશમાં મોકલવામાં આવતા આવતા હતા. આરોપી રફીકુલ આલમના મોબાઈલ ફોનની તપાસ દરમિયાન 23 ક્રિપ્ટો વોલેટ મળી આવ્યા છે. આ વોલેટ સાથે જોડાયેલા વ્યવહારોની તપાસ કરતાં આશરે ₹16 કરોડના ક્રિપ્ટો ટ્રાન્ઝેક્શન મળી આવ્યા છે. આરોપીનો ચાઈનીઝ ક્રિમિનલ્સ સાથે સંપર્ક સમગ્ર તપાસમાં સૌથી મહત્વની કડી તરીકે આરોપીનો ચીનના સાયબર ક્રિમિનલ્સ સાથે સંપર્ક સામે આવ્યો છે. ગેંગના સભ્યો પાસેથી મેળવેલા ફ્રોડના નાણાંને ક્રિપ્ટોમાં કન્વર્ટ કરીને ચીન સાથે જોડાયેલા નેટવર્ક સુધી પહોંચાડવામાં આવતા હોવાની દિશામાં તપાસ ચાલી રહી છે. પોલીસે આરોપીના મોબાઈલ, બેંક એકાઉન્ટ, ક્રિપ્ટો વોલેટ અને અન્ય ડિજિટલ પુરાવાઓ કબજે કર્યા છે. આ નેટવર્કમાં હજુ અન્ય આરોપીઓની સંડોવણી બહાર આવે તેવી શક્યતા છે. સાયબર ક્રાઈમ હેલ્પલાઈન 1930 પર જાણ કરવા અપીલ સાયબર સેન્ટર ઓફ એક્સેલન્સે લોકોને અપીલ કરી છે કે, કોઈ વ્યક્તિ પોલીસ, CBI, ED, સુપ્રીમ કોર્ટ અથવા અન્ય સરકારી એજન્સીના અધિકારી તરીકે વીડિયો કોલ કરે અને કેસ, ચાઈલ્ડ પોર્નોગ્રાફી કે અન્ય ગંભીર ગુનામાં ફસાવવાની ધમકી આપી પૈસાની માગણી કરે તો ગભરાશો નહીં. કોઈ અજાણી વ્યક્તિને OTP, બેંકની વિગતો, આધાર કાર્ડની માહિતી કે પૈસા આપશો નહીં. આવા કિસ્સામાં તાત્કાલિક નજીકના પોલીસ સ્ટેશન અથવા સાયબર ક્રાઈમ હેલ્પલાઈન 1930 પર જાણ કરવા અપીલ કરાઈ છે.
    Click here to Read More
    Previous Article
    પ્રામાણિક અધિકારીની બદલી રોકવા સરપંચો મેદાને:ચોટીલા પ્રાંત અધિકારીને યથાવત રાખવા કલેક્ટરને રજૂઆત
    Next Article
    દાનહમાં 2 મહિના માટે હાઈવે નો-પાર્કિંગ ઝોન જાહેર:ભારે વાહનોના ગેરકાયદે પાર્કિંગ પર દંડ થશે, ટ્રાફિક સમસ્યાને અટકાવવા વહીવટી તંત્રે કડક પગલાં લીધા

    Related Gujarat Updates:

    Are you sure? You want to delete this comment..! Remove Cancel

    Comments (0)

      Leave a comment