Search

    Language Settings
    Select Website Language

    GDPR Compliance

    We use cookies to ensure you get the best experience on our website. By continuing to use our site, you accept our use of cookies, Privacy Policy, and Terms of Service.

    BijnorNews
    Bijnor news

    લુંટારૂ ટોળકીએ ચોરાઉ બાઈક અને ત્રિકમનો ઉપયોગ કર્યો:રાજકોટના શાપરમાં રૂ.2.49 કરોડની લૂંટ કેસમાં 36 કલાક બાદ પણ લૂંટારુઓ પોલીસ પકડથી દૂર, શાતીર ટોળકીને પકડવા રાજ્ય અને રાજય બહાર તપાસ શરૂ

    1 day ago

    રાજકોટ જિલ્લાના શાપર વેરાવળ ખાતે રહેતા જિતેન્દ્રસિંહ અજીતસિંહ જાડેજા (ઉં.વ.77)ના ઘરમાં શનિવારે મધ્યરાત્રિના પાંચ અજાણ્યા બુકાનીધારી લૂંટારુઓ તીક્ષ્ણ હથિયારો સાથે ત્રાટક્યા હતા અને રૂપિયા 2.49 કરોડની લૂંટ ચલાવી નાસી છૂટ્યા હતા આ ઘટનાને 36 કલાક કરતા વધુ સમય વીતવા છતાં હજુ પણ લૂંટારૂઓને પકડવામાં પોલીસને સફળતા મળી નથી ત્યારે આ કેસમાં શાતીર લૂંટારુઓ દ્વારા પોલીસ પકડથી બચવા માટે લૂંટ કરી અને નાસી છૂટવા માટે ચોરાઉ વાહનનો ઉપયોગ કર્યો હોવાનું તેમજ લૂંટમાં વપરાયેલ હથિયાર પણ ચોરી કર્યાની શંકા વ્યક્ત કરવામાં આવી રહી છે. જો કે આરોપીઓને પકડવા માટે પોલીસે નાકાબંધી જરૂર કરી પરંતુ હજુ સુધી આરોપીઓનું પગેરું ન મળતા રાજ્ય અને રાજ્ય બહાર અલગ અલગ ટિમો દ્વારા તપાસ શરૂ કરવામાં આવી છે માટે આરોપીઓને ઝડપી પાડવામાં પોલીસને ક્યારે સફળતા મળશે તે જોવું મહત્વનું રહેશે. શનિવારે બનેલી લૂંટની ચકચારી ઘટનામાં લૂંટારુઓએ એકલા રહેલા વૃદ્ધ પર ઘાતકી હુમલો કરી તેમને બંધક બનાવી ઘરમાંથી રૂ.2.47 કરોડની રોકડ રકમ, સોના ચાંદીના ઘરેણાં એક લાઈસન્સવાળી રાઈફ્લ સહિત કુલ રૂ.2.49 કરોડની મત્તાની લૂંટ ચલાવી હતી. આ બનાવમાં પોલીસે તપાસ કરતા લુંટારૂ ટોળકીએ નાસી જવા માટે નજીકમાંથી જ બાઈક ચોરી કર્યા હોવાની શક્યતા વ્યક્ત કરવામાં આવી છે. આરોપીઓ રીઢા અને શાતીર ગુનેગાર હોવાથી તેને ઝડપી પાડવા માટે પોલીસ અલગ અલગ ટિમો બનાવી રાજ્ય તેમજ અન્ય રાજ્યોમાં પોલીસ સ્ટાફને મોકલી આરોપીઓને પકડી પાડવા ચક્રો ગતિમાન કર્યા છે. જિતેન્દ્રસિંહ જાડેજા રાત્રે ઘરમાં એકલા જ હતા તેમના પત્ની હોસ્પિટલના કામ અર્થે બહાર ગયા હતા. આ તકનો લાભ લઈ બુકાનીધારી લૂંટારુઓ પ્રથમથી જ ઘરના બારણા તોડવાની તૈયારી સાથે નીકળ્યા હતા. લૂંટારુઓએ શાપર પહોંચતા પહેલાં દોઢ કિલોમીટર દૂરથી બારણું તોડવા માટે ઉપયોગમાં આવી શકે તેવું ત્રિકમ જેવું હથિયાર પણ ચોરી કરી લીધું હતું. ત્યારબાદ મધરાતે ઘરનો મુખ્ય સીંગલ દરવાજો ત્રિકમ જેવા હથિયારથી નકુચો તોડી ઘરમાં ઘૂસ્યા હતા. બારણું તૂટવાનો અવાજ આવતા જિતેન્દ્રસિંહ ઊંઘમાંથી જાગી ગયા હતા, પરંતુ પાંચ લૂંટારુઓએ તેમના પર હુમલો કરી દીધો હતો અને તેમના ઉપર પાઈપ વીંઝી, મોઢું બંધ કરીને બંધક બનાવી દીધા હતા મોઢે બુકાની બાંધી રોકડ, દાગીના અને હથિયાર સહીત રૂપિયા 2.49 કરોડની લુંટ ચલાવી નાસી ગયા હતા આ દરમિયાન ભાગવા માટે નજીકમાંથી જ વાહન ચોરી કર્યા હોવાની શંકા વ્યક્ત કરવામાં આવી રહી છે. કાંગસિયાળી અને ઢોલરા ગામની વચ્ચે આવેલા સીસીટીવી ફૂટેજ ચેક કરતા તેમાં બે બાઈક પર સવાર થઈને છ શખ્સો મોટી બેગ સાથે નિકળતા કેદ થયા હોવાથી તેઓ લૂંટારુ હોય શકે તે શંકાના આધારે પણ પોલીસે તપાસ શરૂ કરી છે. લૂંટારુઓ રીઢા ગુનેગાર હોવાની દ્રઢ શક્યતા (1) ઘરમાં વૃધ્ધ એકલા છે અને કઈ રીતે ઘુસવું તેની તૈયારી કરી હથિયારો સાથે આ જ ઘરને નિશાન બનાવ્યું. (2) ભોગ બનનાર તેમનું વર્ણન ન કરી શકે તે માટે લૂંટ દરમિયાન એલા કે એય એટલે કોઈ પણ શબ્દ પણ ઉચ્ચાર્યા નથી. (3) લૂંટ કરવા આવતી વખતે અને જતી વખતે બુકાની પહેરી રાખી છે. (4) લૂંટ પૂર્વે દોઢેક કિ.મી. દૂરથી બારણું તોડવા ત્રિકમ જેવુ હથિયાર પણ ચોરી કરીને લીધું. (5) વૃધ્ધને જાગી ગયેલા જોઈને કશુ બોલ્યા વગર સીધો હુમલો કર્યો અને બે કબાટને આસાનીથી તોડી નાંખ્યા હતા.
    Click here to Read More
    Previous Article
    દાહોદમાં બાળમજૂરી નાબૂદી પર જાગૃતિ પરિસંવાદ યોજાયો:ઉદ્યોગપતિઓ, વેપારીઓ, સંસ્થાઓએ બાળમજૂરી મુક્ત સમાજનો સંકલ્પ લીધો
    Next Article
    ભાવનગર રેગિંગ કાંડ, સાત સસ્પેન્ડેડ ડોક્ટરો ફરાર:લીડર વિરેન્દ્ર જાડેજા સહિતની ટોળકીને શોધવા પોલીસની બે ટીમ મેદાને, સિનિયરો 4 મહિનાથી જુનિયરને ત્રાસ આપતા

    Related Gujarat Updates:

    Are you sure? You want to delete this comment..! Remove Cancel

    Comments (0)

      Leave a comment