Search

    Language Settings
    Select Website Language

    GDPR Compliance

    We use cookies to ensure you get the best experience on our website. By continuing to use our site, you accept our use of cookies, Privacy Policy, and Terms of Service.

    BijnorNews
    Bijnor news

    સાંસદ ધવલ પટેલે 249 વિદ્યાર્થીઓને શાળામાં પ્રવેશ કરાવ્યો:વલસાડમાં 'પ્રગતિનો પ્રવેશોત્સવ' થીમ સાથે ઉજવણી

    10 hours ago

    વલસાડ જિલ્લામાં "પ્રગતિનો પ્રવેશોત્સવ" થીમ સાથે ૨૩મા શાળા પ્રવેશોત્સવનો શુભારંભ ૨૩ જૂને થયો. આ મહોત્સવમાં જિલ્લા પંચાયત પ્રમુખ, સાંસદ અને જિલ્લા વિકાસ અધિકારી સહિતના મહાનુભાવોએ વિદ્યાર્થીઓને શાળામાં પ્રવેશ કરાવ્યો. પ્રથમ દિવસે જિલ્લા પંચાયત પ્રમુખે ૨૦૨, સાંસદે ૨૪૯ અને જિલ્લા વિકાસ અધિકારીએ ૧૭૮ વિદ્યાર્થીઓને કુમકુમ તિલક કરી પ્રવેશ અપાવ્યો હતો. લોકસભાના દંડક અને વલસાડ-ડાંગના સાંસદ ધવલભાઈ પટેલે મોટી દાંતી પ્રાથમિક શાળા, પીએમ કકવાડી પ્રાથમિક શાળા અને વી.એફ.ડી.બી. ટંડેલ સાર્વજનિક હાઈસ્કૂલ દાંડીની મુલાકાત લીધી હતી. તેમણે આંગણવાડી, બાલવાટિકા, ધોરણ ૬, ૯ અને ૧૧ના કુલ ૨૪૯ વિદ્યાર્થીઓને શૈક્ષણિક કીટ આપી શાળામાં પ્રવેશ કરાવ્યો. આ પ્રસંગે સાંસદે વિદ્યાર્થીઓને મોબાઈલમાં ગેમ્સ કે રીલ્સ જોવામાં કિંમતી સમય ન વેડફવા અને ભણવા પર ધ્યાન કેન્દ્રિત કરવા જણાવ્યું હતું. વલસાડ જિલ્લા પંચાયત પ્રમુખ હેતલબેન પટેલે કોસંબા દીવાદાંડી પ્રાથમિક શાળા, તિથલની ગોદાવરીબા માધ્યમિક શાળા અને શ્રમજીવી માધ્યમિક શાળામાં કુલ ૨૦૨ વિદ્યાર્થીઓને કુમકુમ તિલક કરી પ્રવેશ અપાવ્યો. તેમણે વિદ્યાર્થીઓ અને વાલીઓને સંબોધતા જણાવ્યું કે શિક્ષણની સાથે સંસ્કારનું સિંચન પણ જરૂરી છે, જેના માટે શાળામાં શ્રીમદ ભાગવદ ગીતાના પાઠ પણ ભણાવવામાં આવી રહ્યા છે. તેમણે બાળકોના સર્વાંગી વિકાસ માટે શિક્ષકો અને વાલીઓની સંયુક્ત જવાબદારી પર ભાર મૂક્યો. જિલ્લા વિકાસ અધિકારી અતિરાગ ચપલોતે અટગામની પ્રાથમિક શાળાથી શાળા પ્રવેશોત્સવનો શુભારંભ કરાવ્યો હતો. તેમણે જણાવ્યું કે રાજ્ય સરકાર દ્વારા સરકારી શાળાઓમાં ખાનગી શાળાઓને ટક્કર મારે તેવું માળખાગત સુવિધા પૂરી પાડવામાં આવી રહી છે. ઉલ્લેખનીય છે કે, વર્ષ ૨૦૦૩માં તત્કાલિન મુખ્યમંત્રી નરેન્દ્રભાઈ મોદીએ શાળા પ્રવેશોત્સવ અને કન્યા કેળવણી મહોત્સવની શરૂઆત કરાવી હતી. આ મહોત્સવની ૨૩મી કડીની ઉજવણી સમગ્ર રાજ્યમાં ઢોલ નગારા સાથે વાજતે ગાજતે કરવામાં આવી રહી છે.
    Click here to Read More
    Previous Article
    બીજા લગ્નના 6 મહિના બાદ સામંથા આપશે ગુડ ન્યૂઝ?:ચિરંજીવી પત્ની સાથે એક્ટ્રેસ અને રાજને મળ્યા, ફોટો વાયરલ થતાં ફેન્સે પ્રેગ્નન્સીની અટકળો લગાવી
    Next Article
    80 લોકો સાથે 70 લાખની ઠગાઈ આચરનાર દંપતી ઝડપાયું:ઉંચા વળતરની લાલચ આપીને મંડળીના નામે લોકોને છેતર્યા, આંકડો હજુ વધવાની શક્યતા

    Related Gujarat Updates:

    Are you sure? You want to delete this comment..! Remove Cancel

    Comments (0)

      Leave a comment