Search

    Language Settings
    Select Website Language

    GDPR Compliance

    We use cookies to ensure you get the best experience on our website. By continuing to use our site, you accept our use of cookies, Privacy Policy, and Terms of Service.

    BijnorNews
    Bijnor news

    ગઢડામાં લાઠીદડ ગામનો યુવક હનીટ્રેપનો ભોગ બન્યો:2.48 લાખ પડાવ્યા, 7 સામે ગુનો નોંધાયો

    5 days ago

    બોટાદ જિલ્લાના ગઢડામાં એક યુવક હનીટ્રેપનો ભોગ બન્યો છે. લાઠીદડ ગામના અંકિતભાઈ જયસુખભાઈ અંદીપરાએ હનીટ્રેપ અને ખંડણી અંગે ગઢડા પોલીસ સ્ટેશનમાં ફરિયાદ નોંધાવી છે. પોલીસે સાત શખ્સો સામે ગુનો દાખલ કરી વધુ તપાસ હાથ ધરી છે. ફરિયાદ મુજબ, અંકિતભાઈને ગઢડાના હરીપર રોડ પર આવેલી આઈટીઆઈ સામેના એક મકાનમાં બોલાવવામાં આવ્યા હતા. ત્યાં ભાવનાબેન નામની એક મહિલા સાથે તેમના ફોટા પાડી વીડિયો ઉતારવામાં આવ્યો હતો. ત્યારબાદ બળાત્કારના ગુનામાં ફસાવી દેવાની અને વીડિયો વાયરલ કરવાની ધમકી આપી તેમની પાસેથી બળજબરીપૂર્વક રૂ. 2,48,000 પડાવી લેવામાં આવ્યા હતા. ફરિયાદીએ પોલીસને જણાવ્યું હતું કે, તેમને અને એક સાક્ષીને મારપીટ કરવામાં આવી હતી અને અપશબ્દો બોલી ધમકાવવામાં આવ્યા હતા. આરોપીઓએ વધુ રૂ. 2.50 લાખની માંગણી કરી સતત ઉઘરાણી અને હેરાનગતિ કરી હતી. અંકિતભાઈએ અજયભાઈ રૂડાભાઈ બોળીયા, ધનાભાઈ રાહાભાઈ પરમાર, ભાવનાબેન નામની મહિલા અને ચાર અજાણ્યા સહિત કુલ સાત વ્યક્તિઓ સામે ફરિયાદ નોંધાવી છે. ગઢડા પોલીસે ભારતીય ન્યાય સંહિતાની કલમ 308(6), 308(7), 115(2), 352, 351(3) અને 61(2) હેઠળ ગુનો નોંધી આરોપીઓને ઝડપી પાડવા કાર્યવાહી હાથ ધરી છે.
    Click here to Read More
    Previous Article
    શેઢાના ઝાડ કાપવા બાબતે વૃદ્ધ પર હુમલો:પાટણના વૌવા ગામમાં લાકડી-ગડદાપાટુથી માર, 4 સામે ગુનો
    Next Article
    Anthropic Staff To Meet White House Officials Over AI Model Access Dispute

    Related Gujarat Updates:

    Are you sure? You want to delete this comment..! Remove Cancel

    Comments (0)

      Leave a comment