Search

    Language Settings
    Select Website Language

    GDPR Compliance

    We use cookies to ensure you get the best experience on our website. By continuing to use our site, you accept our use of cookies, Privacy Policy, and Terms of Service.

    BijnorNews
    Bijnor news

    વાપી મનપા ચૂંટણીની પ્રથમ ચૂંટણી:2.48 લાખ વસ્તી માટે 123 મતદાન મથકો તૈયાર, 1.13 લાખ મતદારો મતાધિકારનો ઉપયોગ કરશે

    9 hours ago

    વાપી મહાનગરપાલિકાની સામાન્ય ચૂંટણી માટેની તૈયારીઓ તેજ બની છે. શહેરની કુલ 2,48,095 વસ્તીમાંથી 1,13,095 મતદારો પોતાના મતાધિકારનો ઉપયોગ કરશે. ચૂંટણી પ્રક્રિયા માટે વહીવટી તંત્ર દ્વારા કુલ 123 મતદાન મથકો ઉભા કરવામાં આવ્યા છે. ચૂંટણી માટે જાહેર કરાયેલા આંકડા મુજબ, શહેરના 13 વોર્ડમાં કુલ 60,492 પુરુષ અને 52,600 મહિલા મતદારો નોંધાયા છે. આ ઉપરાંત, 3 ટ્રાન્સજેન્ડર મતદારો પણ સામેલ છે, જેથી કુલ મતદારોની સંખ્યા 1,13,095 પર પહોંચી છે. વોર્ડ નંબર 2માં સૌથી વધુ 12,707 મતદારો નોંધાયા છે, જ્યારે વોર્ડ નંબર 11માં સૌથી ઓછી 5,475 મતદારોની સંખ્યા છે. મતદારોની સંખ્યામાં આવેલા આ ફેરફારને કારણે કેટલાક વોર્ડમાં રાજકીય સમીકરણો બદલાઈ શકે છે. વહીવટી તંત્ર દ્વારા મતદાન પ્રક્રિયા સુચારુ રીતે પાર પડે તે માટે તમામ મતદાન મથકો પર જરૂરી સુવિધાઓ ઉપલબ્ધ કરાવવામાં આવી રહી છે. શાંતિપૂર્ણ અને નિષ્પક્ષ મતદાન સુનિશ્ચિત કરવા માટે સુરક્ષા વ્યવસ્થા પણ કડક બનાવવામાં આવશે. આ વખતે મતદાર યાદીમાં સુધારણા, નામ કાપવા અને નવા નામ ઉમેરવાના કારણે મતદારોની સંખ્યામાં બદલાવ નોંધાયો છે. આ બદલાવને કારણે ઉમેદવારોને તેમની પ્રચાર રણનીતિમાં પણ ફેરફાર કરવો પડ્યો છે. વાપી મહાનગરપાલિકાના તમામ મતદાન મથકો પર પ્રાથમિક સુવિધાઓ અને બિલ્ડીંગની ચકાસણીઓ પૂર્ણ કરવામાં આવી છે. ચૂંટણીની તારીખ નજીક આવતાં, રાજકીય પક્ષોએ પ્રચાર તેજ કર્યો છે અને મતદારોને પોતાના પક્ષમાં કરવા માટે અંતિમ પ્રયાસો શરૂ કરી દીધા છે. હવે મતદાનના દિવસે શહેરના મતદારો કેટલો ઉત્સાહ દર્શાવે છે તેના પર સૌની નજર રહેશે.
    Click here to Read More
    Previous Article
    વલસાડ ભાજપના 8 કાર્યકરો 6 વર્ષ માટે સસ્પેન્ડ:પક્ષ વિરોધી પ્રવૃત્તિ બદલ કડક કાર્યવાહી કરાઈ
    Next Article
    Assam Man Arrested After Minor Daughter Dies By Suicide Over Sex Abuse

    Related Gujarat Updates:

    Are you sure? You want to delete this comment..! Remove Cancel

    Comments (0)

      Leave a comment