Search

    Language Settings
    Select Website Language

    GDPR Compliance

    We use cookies to ensure you get the best experience on our website. By continuing to use our site, you accept our use of cookies, Privacy Policy, and Terms of Service.

    BijnorNews
    Bijnor news

    કુંભાસણ સેવા સેતુમાં 2470 થી વધુ અરજદારોને લાભ:પાલનપુર તાલુકામાં 20 ગામના નાગરિકોને 27 સરકારી સેવાઓ મળી

    1 day ago

    બનાસકાંઠા જિલ્લાના પાલનપુર તાલુકાના કુંભાસણ ગામે 'સેવા સેતુ 2.0' કાર્યક્રમનું આયોજન કરવામાં આવ્યું હતું. આ કાર્યક્રમમાં 20 ગામોના 2470 થી વધુ અરજદારોને સરકારની વિવિધ 27 સેવાઓનો લાભ એક જ સ્થળે પૂરો પાડવામાં આવ્યો હતો. રાજ્ય વહીવટમાં પારદર્શિતા વધારવા, પ્રજાની રજૂઆતોનો ઝડપી ઉકેલ લાવવા અને લોક કલ્યાણકારી યોજનાઓનો લાભ આપવા માટે બનાસકાંઠા જિલ્લા કલેકટર મિહિર પટેલના નેતૃત્વમાં નિયમિત સેવા સેતુ કાર્યક્રમો યોજાય છે. આ જ કડીમાં કુંભાસણ ખાતે આ કાર્યક્રમ યોજાયો હતો. પાલનપુર ગ્રામ્ય મામલતદાર શૈલેષ પ્રજાપતિએ માહિતી આપતા જણાવ્યું કે, સેવા સેતુ 2.0 અભિયાન અંતર્ગત કુંભાસણ ખાતે 20 ગામોને આવરી લેવામાં આવ્યા હતા. અહીં કુલ 27 જેટલી વિવિધ સરકારી સેવાઓ નાગરિકોને ઉપલબ્ધ કરાવાઈ હતી. કુલ 2470 થી વધુ નાગરિકોને સ્થળ પર જ મહાનુભાવો અને અધિકારીઓના હસ્તે વિવિધ સરકારી યોજનાઓના લાભોનું વિતરણ કરવામાં આવ્યું હતું. કાર્યક્રમ દરમિયાન વડીલો, માતાઓ અને બહેનોને સરકારની વિવિધ કલ્યાણકારી યોજનાઓ વિશે વિસ્તૃત જાણકારી આપવામાં આવી હતી. આ અભિયાનને સફળ બનાવવા માટે તાલુકા વિકાસ અધિકારીની ટીમ, મામલતદાર કચેરી, પોસ્ટ અને બેંક, વન વિભાગ, આરોગ્ય વિભાગ, એસ.ટી. નિગમ, ICDS અને UGVCL જેવી વિવિધ કચેરીઓએ સહયોગ આપ્યો હતો. કાર્યક્રમને સારો પ્રતિસાદ મળ્યો હતો અને આગામી સમયમાં તાલુકાના અન્ય વિસ્તારોમાં પણ આવા કાર્યક્રમો યોજાશે તેવી જાહેરાત કરવામાં આવી હતી. કુંભાસણ ગામના લાભાર્થી ધર્માભાઈ સાણોદરીયાએ પોતાનો અનુભવ જણાવતા કહ્યું કે, તેમણે નવા વીજ કનેક્શન માટે અરજી કરી હતી, જે મંજૂર થતા તેમને સ્થળ પર જ નવું કનેક્શન મળી ગયું. તેમણે આ 'સેવા સેતુ' કાર્યક્રમ થકી ઘર આંગણે જ લાભ મળવા બદલ સરકારનો આભાર વ્યક્ત કર્યો હતો.
    Click here to Read More
    Previous Article
    એશિયાના 9 દેશોમાં ઈમરજન્સી જેવી સ્થિતિ:ઓઈલ-ગેસ માટે હાહાકાર, ક્યાંક લિફ્ટ બંધ તો ક્યાંક પગારમાં કાપ, શું ભારત પર સંકટ વધશે?
    Next Article
    સુરત મનપાના મુખ્યાલયનું નામ બદલાયું, હવે ‘તાપી ભવન’ થી ઓળખાશે:મુગલીસરાનું નામ ‘તાપીપુરા’ રાખવાની દરખાસ્ત છેલ્લી સામાન્ય સભામાં સર્વાનુમતે મંજૂર, વિપક્ષનો હોબાળો

    Related Gujarat Updates:

    Are you sure? You want to delete this comment..! Remove Cancel

    Comments (0)

      Leave a comment