Search

    Language Settings
    Select Website Language

    GDPR Compliance

    We use cookies to ensure you get the best experience on our website. By continuing to use our site, you accept our use of cookies, Privacy Policy, and Terms of Service.

    BijnorNews
    Bijnor news

    ગુજરાત યુનિવર્સિટીમાં બિન શૈક્ષણિક સ્ટાફની 244 જગ્યાઓ ભરાશે:છઠ્ઠા પગાર પંચ પ્રમાણે 161 અને 83 જગ્યા 7મા પગારપંચ પ્રમાણે ભરવા મંજૂરી, ફાઈનલ મંજૂરી બાદ નવી જાહેરાત થશે

    1 day ago

    ગુજરાત યુનિવર્સિટીમાં ખાલી પડેલી બિન શૈક્ષણિક સ્ટાફની 244 જેટલી જગ્યાઓ પર ભરતી કરવામાં આવશે. રાજ્ય સરકારે ગુજરાત યુનિવર્સિટી પાસે ખાલી પડેલી જગ્યાઓની યાદી મંગાવી હતી. જે બાદ અલગ અલગ વિભાગોમાં કેટલી જગ્યા ક્યાં પગાર પંચ મુજબ ભરવાની થાય છે તેની વિગતો ગુજરાત યુનિવર્સિટીએ સરકારને મોકલી આપી હતી. છઠ્ઠા પગાર પંચ પ્રમાણે 161 અને 83 જગ્યાઓ સાતમા પગારપંચ પ્રમાણે એટલે કે કુલ 244 જગ્યા ભરવાની રાજ્ય સરકારે મંજૂરી આપી દીધી છે. ફાઈનલ મંજૂરી આપ્યા બાદ જાહેરાત બહાર પાડી ખાલી પડેલી બિન શૈક્ષણિક સ્ટાફની જગ્યાઓ ગુજરાત યુનિવર્સિટી દ્વારા ભરવામાં આવશે. 244 જગ્યા પર જાહેરાત બહાર પાડી ભરતી પરીક્ષા યોજાશે જો કે અગાઉ 142 જગ્યા માટે ભરતી પરીક્ષા યોજવામાં આવી હતી. જેમાંથી 50 ટકા જગ્યાની ભરતી રદ કરવી પડશે. કારણ કે છઠ્ઠા પગાર પંચ મુજબ જગ્યા મંજૂર થઈ હતી અને સાતમા પગાર પંચ પ્રમાણે જાહેરાત બહાર પાડવામાં આવી હતી. જેથી અગાઉની ભરતીમાં થયેલા મિસ કોમ્યુનિકેશનના કારણે 142માંથી 50 ટકા જગ્યાની ભરતી રદ કરાશે. જેથી છઠ્ઠા પગાર પંચ મુજબ જગ્યા મંજૂર થઈ હતી અને સાતમા પગાર પંચ પ્રમાણે જાહેરાત બહાર પાડવામાં આવી હતી તેમજ જે ઉમેદવારોએ પરીક્ષા આપી હતી તેમને ફરીથી નવી જાહેરાત પ્રમાણે પરીક્ષા આપવી પડશે. જે બાદ હવે 142ની જગ્યાએ આગામી સમયમાં જે 244 જગ્યાઓ ખાલી પડી છે તેની જાહેરાત બહાર પાડી ભરતી પરીક્ષા યોજવામાં આવશે. બિન શૈક્ષણિકમાં ખાલી પડેલી 140 જગ્યાની જાહેરાત આપી હતી ગુજરાત યુનિવર્સિટીના ઈન્ચાર્જ કુલપતિ ડૉ.જગદીશ જોશીએ જણાવ્યું હતું કે, ગુજરાત યુનિવર્સિટી અગાઉ અલગ અલગ બિન શૈક્ષણિક ખાલી પડેલી જગ્યાઓને 140 જગ્યાની જાહેરાત આપી હતી. તેમજ તેના માટેની ભરતી પ્રક્રિયા ગુજરાત યુનિવર્સિટીમાં ચાલી રહી છે. તેના માટે જાહેરાત અપાઈ હતી અને પરીક્ષાઓ પણ લેવાઈ હતી. જાહેરાત આપવી જોઈએ અને તેના પર કામ કરવા માટે જે તે સમયે સૂચના પણ આપવામાં આવી હતી. ફાઈનલ પરિણામ જાહેર કરતા પહેલા તેની વર્ગવાર મંજૂરી ખૂબ જરૂરી હોય છે. કઈ પોઝિશનની મંજૂરી કયા પગાર પંચમાં આપેલી છે તે બાબતો રાજ્ય સરકારમાં જમા કરાવી હતી. રાજ્ય સરકારે જે 140 જગ્યાઓ પહેલા મંજૂર કરી હતી. 'કોઈ ભૂલ થઈ હોય તો તેને સુધારવા સૂચન' ત્યારે ગુજરાત યુનિવર્સિટીની સાચી પરિસ્થિતિથી વાકેફ કરવામાં આવ્યા છે. કે ગુજરાત યુનિવર્સિટીમાં 140 નહી પરંતુ 244 જગ્યાઓ ખાલી છે. જે તમામ જગ્યાઓ ભરવા માટે રાજ્ય સરકારે ગુજરાત યુનિવર્સિટીને મંજૂરી પણ આપી દીધી છે. એટલે કે 140ની જગ્યાએ હવે 244 જગ્યાઓ ભરવાની થશે. કેટલીક જગ્યાઓ છઠ્ઠા અને કેટલીક જગ્યાઓ સાતમા પગાર પંચ મુજબ મંજૂર થઈ હતી. જે જાહેરાત આપવામાં આવી છે તે સાતમા પગાર પંચ મુજબ આપવામાં આવી છે. જેથી રાજ્ય સરકારે એવું સૂચન કર્યું છે કે જે છઠ્ઠા પગાર પંચ પ્રમાણે મંજૂરી હોય અને સાતમા પગાર પંચ પ્રમાણે જાહેરાત આપવામાં આવી હોય એટલે કે મિસ કોમ્યુનિકેશનના કારણે અથવા કોઈ ભૂલ થઈ હોય તો તેને સુધારવા સૂચન કરવામાં આવ્યું છે. ઉમેદવારોને કોઈ તકલીફ ન પડે અને સુચારો રૂપે ભરતી થઈ શકે તે માટે છઠ્ઠા પગાર પંચની જગ્યા છે તે છઠ્ઠા પગાર પંચમાં અને સાતમા પગાર પંચની જગ્યા છે તે સાતમાં પગાર પંચમાં જાહેરાત આપવી તેમજ આના કરતા વિપરીત જે થયું હોય તે રદ કરી તાત્કાલિક ફરી નવી જાહેરાત આપવા સૂચન કરાયું છે. જેથી હવે છઠ્ઠા પગાર પંચ પ્રમાણે 161 અને 83 જગ્યાઓ સાતમા પગારપંચ પ્રમાણે ભરવાની થશે. અત્યારે પ્રાઇમરી મંજૂરી આપવામાં આવે છે પરંતુ અત્યારે અમે ખાલી જગ્યાની વિગતો મોકલી આપી છે ત્યારે રાજ્ય સરકાર પાસેથી મંજૂરી આવશે તે બાદ જ કરીને ફાઇનલ પ્રક્રિયા કરવામાં આવશે. અગાઉ 10 હાજર જેટલા લોકોએ જાહેરાત માટે અરજી કરી હતી.
    Click here to Read More
    Previous Article
    10 એકમોનું ઇન્સ્પેક્શન અને ખાદ્યપદાર્થોના નમૂના લેવાયા:વડોદરા મહાનગરપાલિકાની ખોરાક શાખાની સઘન ચકાસણી, દર વખતની માફક નમૂના લેવાયા
    Next Article
    WPL 2027 સીઝનનું શેડ્યુલ જાહેર, વડોદરામાં 12 મેચ રમાશે:વડોદરા અને મુંબઈમાં રમાશે મહિલા પ્રીમિયર લીગની મેચો, 14 જાન્યુઆરીએ ઉદ્ઘાટન મેચમાં વડોદરાના કોટંબી ઇન્ટરનેશનલ ક્રિકેટ સ્ટેડીયમમાં RCB અને MI સામસામે ટકરાશે

    Related Gujarat Updates:

    Are you sure? You want to delete this comment..! Remove Cancel

    Comments (0)

      Leave a comment