Search

    Language Settings
    Select Website Language

    GDPR Compliance

    We use cookies to ensure you get the best experience on our website. By continuing to use our site, you accept our use of cookies, Privacy Policy, and Terms of Service.

    BijnorNews
    Bijnor news

    પાણીના પ્લાન્ટના નામે રૂ. 2.42 કરોડની છેતરપિંડી.:ઇન્સ્ટાગ્રામ પર જાહેરાત જોઈ પાણીનો પ્લાન્ટ નાખવા જતાં નોઇડાની કંપનીએ કેશોદના વેપારી સાથે આચરી રૂ. 2.42 કરોડની છેતરપિંડી: 11 સામે ગુનો દાખલ.

    5 days ago

    ​જૂનાગઢ જિલ્લાના કેશોદ પોલીસ સ્ટેશનમાં કરોડો રૂપિયાની છેતરપિંડી અને વિશ્વાસઘાતનો એક ચોંકાવનારો કિસ્સો પ્રકાશમાં આવ્યો છે. સોશિયલ મીડિયા પ્લેટફોર્મ ઇન્સ્ટાગ્રામ પર પાણીના પ્લાન્ટની આકર્ષક જાહેરાત જોઈને તેનો સંપર્ક કરવો અમદાવાદના એક વેપારીને ભારે પડી ગયો છે. નોઇડા સ્થિત એક કંપની અને તેના જવાબદાર હોદ્દેદારો તેમજ કર્મચારીઓએ પૂર્વ આયોજિત કાવતરું રચીને ફરિયાદી સાથે વિશ્વાસઘાત કર્યો હોવાની વિગતો બહાર આવી છે. આ સમગ્ર મામલે ભોગ બનનાર વેપારીએ કેશોદ પોલીસ મથકમાં ફરિયાદ નોંધાવતા પોલીસે કાયદેસરની કાર્યવાહી હાથ ધરીને વધુ તપાસના ચક્રો ગતિમાન કર્યા છે. ​અમદાવાદના રહેવાસી હાર્દિકભાઈ સેજાભાઈ ગલચર નામના ફરિયાદીએ કેશોદ પોલીસ સ્ટેશનમાં નોંધાવેલી સત્તાવાર ફરિયાદ અનુસાર, આ ઘટનાની શરૂઆત વર્ષ 2024માં થઈ હતી. ફરિયાદી હાર્દિકભાઈએ તેમના ઇન્સ્ટાગ્રામ એકાઉન્ટ પર સ્ક્રોલ કરતી વખતે 'નેક્સજૈન એનર્જીયા' (Nexgen Energiza) નામની કંપનીનું એક જાહેરાત પેજ જોયું હતું. આ જાહેરાતથી આકર્ષાઈને તેઓએ પેજ પર દર્શાવેલા નંબર પરથી મોબાઈલ મારફતે કંપનીનો સંપર્ક સાધ્યો હતો. આ સંપર્ક દરમિયાન તેમને જાણવા મળ્યું હતું કે આ કંપની ઉત્તર પ્રદેશના નોઇડા ખાતે આવેલી છે અને પાણીના પ્લાન્ટ સ્થાપવાની કાયદેસરની કામગીરી કરે છે. ​કંપનીની વિગતો મેળવ્યા બાદ ફરિયાદી પોતે રૂબરૂ નોઇડા સ્થિત કંપનીની ઓફિસે પહોંચ્યા હતા. ત્યાં તેમણે કંપનીના જવાબદાર અધિકારીઓ સાથે મુલાકાત કરી હતી અને પોતાના વિસ્તારમાં પાણીનો મોટો પ્લાન્ટ નાખવા બાબતે વિગતવાર વાતચીત કરી હતી. લાંબી ચર્ચા અને વાટાઘાટોના અંતે કંપની અને ફરિયાદી બંને આ પ્લાન્ટ સ્થાપવા બાબતે સહમત થયા હતા. જોકે, આ દરમિયાન કંપનીના સંચાલકોએ ફરિયાદી સમક્ષ એક શરત મૂકી હતી કે પ્લાન્ટ માટે જરૂરી તમામ મશીનરી અને સાધનો તેમણે આ જ કંપની પાસેથી ખરીદવાના રહેશે, જેનાથી ભવિષ્યમાં કોઈ ટેકનિકલ મુશ્કેલી ન નડે. ​આ શરત સ્વીકારીને ફરિયાદી હાર્દિકભાઈ પાણીનો પ્લાન્ટ શરૂ કરવા માટે તૈયાર થયા હતા. નોઇડાની આ કંપનીએ તેમને પાણીના પ્લાન્ટ માટે હાઈ-કેપેસિટી ધરાવતા એટલે કે 90 BPM (બોટલ્સ પર મિનિટ)ની ક્ષમતા વાળા મશીનો આપવાનો મક્કમ વાયદો કર્યો હતો. મશીનરી આપવાના બહાને અને પ્લાન્ટ સ્થાપવાના નામે કંપનીના સત્તાધીશોએ ફરિયાદી પાસેથી અલગ-અલગ સમયે બેંક ટ્રાન્સફર અને અન્ય માધ્યમો દ્વારા કુલ રૂ. 2,42,70,357 (રૂપિયા બે કરોડ બેતાલીસ લાખ સિત્તેર હજાર ત્રણસો સતાવન) જેવી માતબર રકમ મેળવી લીધી હતી. ​કરોડો રૂપિયા ચૂકવ્યા બાદ જ્યારે મશીનરી આપવાનો સમય આવ્યો ત્યારે કંપનીએ પોતાની અસલી રમત બતાવી હતી. કંપનીએ ફરિયાદીને વાયદા મુજબના 90 BPMના મશીનો આપવાને બદલે ઘણી ઓછી ક્ષમતા ધરાવતા માત્ર 60 BPMના નબળા મશીનો પધરાવી દીધા હતા. આટલું જ નહીં, કરાર મુજબ પ્લાન્ટ શરૂ થયા બાદ તેનાથી ઉત્પાદિત થતી પાણીની બોટલો કંપની પોતે જ ખરીદી લેશે તેવી ખાતરી આપવામાં આવી હતી. પરંતુ એકવાર પ્લાન્ટ ચાલુ થઈ ગયા બાદ કંપનીએ પાણીની બોટલની ખરીદી કરવાનો ચોખ્ખો ઇનકાર કરી દીધો હતો. આમ, કંપનીએ મશીનરીમાં તો છેતરપિંડી કરી જ, સાથે-સાથે વ્યાપારી કરારનો ભંગ કરીને મોટો વિશ્વાસઘાત પણ કર્યો હતો. ​આ સમગ્ર છેતરપિંડીના મામલે કેશોદ પોલીસ સ્ટેશનના પીઆઈ એમ. ડી. ચૌધરીએ જણાવ્યું હતું કે, ફરિયાદી હાર્દિકભાઈ સેજાભાઈ ગલચરની ફરિયાદના આધારે કેશોદ પોલીસ મથકમાં આ ગુનો દાખલ કરવામાં આવ્યો છે. કંપનીના જવાબદાર અધિકારીઓ અને કર્મચારીઓ સહિત કુલ 11 લોકો સામે ગુનો નોંધવામાં આવ્યો છે. જેમાં સચિન શ્રીવાસ્તવ, પિયુષ ત્રિવેદી, આયુષ ત્રિવેદી, મયંક શર્મા, સંજય ગુપ્તા ઉપરાંત અન્ય કર્મચારીઓ વિનય ત્યાગી, આનંદ ત્રિવેદી, સત્યેન્દ્રસિંહ ચૌહાણ, વિજય ચૌહાણ, કે.સી.એચ.એસ.ઈ. પાન્ડા અને સંજય વાલિયાનો સમાવેશ થાય છે. આ તમામ ઈસમો સામે પૂર્વ આયોજિત કાવતરું રચીને આચરવામાં આવેલી છેતરપિંડી બદલ આગળની કાનૂની તપાસ અત્યારે પોલીસ દ્વારા સઘન રીતે ચલાવવામાં આવી રહી છે.
    Click here to Read More
    Previous Article
    Murshidabad Train Accident Live Updates: Death toll rises to 5; Rs 10 lakh compensation announced for kin of deceased
    Next Article
    ભુજની 7 ટ્રેનો ગાંધીધામને બદલે ગોપાલપુરીથી જશે:એન્જિન બદલવાની માથાકૂટમાંથી મુક્તિ; પ્રવાસીઓનો અડધો કલાક બચશે

    Related Gujarat Updates:

    Are you sure? You want to delete this comment..! Remove Cancel

    Comments (0)

      Leave a comment