Search

    Language Settings
    Select Website Language

    GDPR Compliance

    We use cookies to ensure you get the best experience on our website. By continuing to use our site, you accept our use of cookies, Privacy Policy, and Terms of Service.

    BijnorNews
    Bijnor news

    નેપાળ પૂર- ગુમ થયેલા લોકોનો આંકડો 2400 પહોંચ્યો:320 ભારતીય, ઈન્ફોસિસ પબ્લિક સર્વિસીસના CEOની કોઈ ભાળ નહીં; અત્યાર સુધી 586 મોત, 4451નું રેસ્ક્યૂ થયું

    1 day ago

    નેપાળમાં બુધવારે આવેલા ભયાનક પૂર પછી ગુમ થયેલા લોકોની સંખ્યા સતત વધતી જઈ રહી છે. શુક્રવાર રાત સુધી આંકડો 2400ની નજીક પહોંચી ગયો. જ્યારે અત્યાર સુધી 586 લોકોના મૃતદેહ મળી આવ્યા છે. નેપાળના પ્રધાનમંત્રી બાલેન શાહના જણાવ્યા અનુસાર, રાહત અને બચાવ કામગીરીમાં 15,431 સુરક્ષાકર્મીઓ તૈનાત છે. અત્યાર સુધી 4,451 લોકોને બચાવી લેવાયા છે. સેના અને ખાનગી કંપનીઓના 16 હેલિકોપ્ટરોથી સતત રેસ્ક્યૂ ઓપરેશન ચાલુ છે. ભારતીય વિદેશ મંત્રાલયના જણાવ્યા અનુસાર, પૂર પછી 320 ભારતીયો સાથે સંપર્ક થઈ શક્યો નથી. લગભગ 400 ભારતીયો ચીનમાં ફસાયેલા છે અને ભારતીય દૂતાવાસ તેમના સંપર્કમાં છે. આ સિવાય 149 ભારતીયો ચીનથી નેપાળ પહોંચી ચૂક્યા છે. આ દરમિયાન ઈન્ફોસિસ પબ્લિક સર્વિસીસના CEO લેક્સ ગોપીસેટ્ટી પણ ગુમ હોવાનું કહેવાઈ રહ્યું છે. કંપનીએ શુક્રવાર રાત્રે જણાવ્યું કે ગોપીસેટ્ટી અંગત કામથી નેપાળ ગયા હતા. પરંતુ પૂર આવ્યા પછી એમની સાથે સંપર્ક થઈ શક્યો નથી. અહીં, નેપાળ બીજા દેશોની રેસ્ક્યૂ ટીમો પાસેથી મદદ લેવા માટે તૈયાર થઈ ગયું છે. નેપાળે અસરગ્રસ્ત વિસ્તારોમાં વાહનવ્યવહાર પૂર્વવત કરવા માટે ભારત અને ચીન પાસે 70 મીટર લાંબા 10 બેઇલી બ્રિજની મદદ પણ માંગી છે. PM બાલેને જણાવ્યું કે અત્યાર સુધી પ્રધાનમંત્રી આપત્તિ રાહત ફંડમાં 190 કરોડ નેપાળી રૂપિયાથી વધુ જમા થયા છે. પ્રધાનમંત્રી અને મંત્રીમંડળના સભ્યોએ પોતાનો એક મહિનાનો પગાર પણ રાહત ફંડમાં આપવાનો નિર્ણય કર્યો છે. નેપાળમાં ભૂકંપ સંબંધિત 3 તસવીરો પહાડ પરથી ઉતરતી નદીએ તબાહી મચાવી-3 તસવીરો જીવ બચાવવા દોડતા લોકો- 2 તસવીરો પળેપળની અપડેટ્સ માટે નીચે આપેલો બ્લોગ વાંચો…
    Click here to Read More
    Previous Article
    ઈન્વેસ્ટમેન્ટ પોઈન્ટ:વૈશ્વિક અનિશ્ચિતતા વચ્ચે ભારતીય શેરબજારમાં નકારાત્મક સેન્ટિમેન્ટ...!!!
    Next Article
    ભાસ્કર એક્સક્લુઝિવ:આજવાના 62 નહિ હવે 20 દરવાજા

    Related International Updates:

    Are you sure? You want to delete this comment..! Remove Cancel

    Comments (0)

      Leave a comment