Search

    Language Settings
    Select Website Language

    GDPR Compliance

    We use cookies to ensure you get the best experience on our website. By continuing to use our site, you accept our use of cookies, Privacy Policy, and Terms of Service.

    BijnorNews
    Bijnor news

    'લોકો અડધો કલાક વીજળી માંગતા ત્યાં 24 કલાક આપી':'દેશમાં જાતિવાદ-પ્રાંતવાદ વચ્ચે PM મોદીએ આપી વિકાસની નવી રાજનીતિ', નેતૃત્વને 12 વર્ષ પૂર્ણ નિમિતે મંત્રી કનુ દેસાઈ

    11 hours ago

    નરેન્દ્ર મોદીને વડાપ્રધાન તરીકે 12 વર્ષ પૂર્ણ થવાની ઉજવણીના ભાગરૂપે સુરતમાં પત્રકાર પરિષદ યોજાઈ હતી. આ કોન્ફરન્સમાં રાજ્યના નાણામંત્રી અને સુરત મહાનગરના પ્રભારી મંત્રી કનુભાઈ દેસાઈએ હાજરી આપી હતી. તેમણે પત્રકારોને સંબોધતા વડાપ્રધાન મોદીના નેતૃત્વમાં ગુજરાતથી શરૂ થયેલી વિકાસયાત્રા અને દેશભરમાં આવેલા બદલાવ અંગે વિગતવાર માહિતી આપી હતી. આ પ્રસંગે આગામી દિવસોમાં યોજાનારા વિવિધ સેવાકીય અને વિકાસલક્ષી કાર્યક્રમોની રૂપરેખા પણ રજૂ કરવામાં આવી હતી. 2001નું ગુજરાત અને વિકાસની રાજનીતિની શરૂઆત નાણામંત્રી કનુભાઈ દેસાઈએ ભૂતકાળને યાદ કરતા જણાવ્યું હતું કે, જ્યારે વર્ષ 2001માં નરેન્દ્ર મોદીએ ગુજરાતનું સુકાન સંભાળ્યું ત્યારે રાજ્ય ભારે આર્થિક સંકટ અને કુદરતી આપત્તિઓથી ઘેરાયેલું હતું. તે સમયે દેશમાં જાતિવાદ, પ્રાંતવાદ અને ભાષાવાદ જેવા અનેક વાદો હાવી હતા. આવા કપરા સમયમાં નરેન્દ્ર મોદીએ રાષ્ટ્રવાદને સર્વોપરી રાખીને ગુજરાતની રાજનીતિને એક નવો વળાંક આપ્યો. તેમણે રાજ્યને 'વિકાસની રાજનીતિ'નો રાહ ચીંધ્યો, જે પાછળથી સમગ્ર દેશ માટે પ્રેરણારૂપ 'ગુજરાત મોડેલ' તરીકે ઉભરી આવ્યું. પ્રચંડ જનસમર્થન અને 2014ની ઐતિહાસિક ચૂંટણી વર્ષ 2014માં સમગ્ર દેશે ગુજરાતના આ સફળ મોડેલને સ્વીકાર્યું. ભારતના લોકશાહી ઈતિહાસમાં આ પ્રથમ એવી ઘટના હતી જ્યાં ચૂંટણી પહેલા જ વડાપ્રધાન પદના ઉમેદવારની સત્તાવાર જાહેરાત કરવામાં આવી હોય. દેશની જનતાએ વડાપ્રધાન નરેન્દ્ર મોદીના નેતૃત્વ પર અતુટ વિશ્વાસ મૂકીને ભારતીય જનતા પાર્ટી અને એનડીએ (NDA) સરકારને પ્રચંડ બહુમતીથી વિજયી બનાવી. ગુજરાતમાં જે યોજનાઓ અને આયામો સફળ રહ્યા હતા, તેને વડાપ્રધાને દેશવ્યાપી સ્તરે લાગુ કરીને વહીવટમાં મોટું પરિવર્તન આણ્યું. 'ગુજરાતના ખૂણે-ખૂણે 24 કલાક વીજળી આપવાનું ઐતિહાસિક કાર્ય કર્યું' મંત્રી કનુભાઈ દેસાઈએ એક કિસ્સો શેર કરતા કહ્યું કે, શરૂઆતના દિવસોમાં લોકો માત્ર સાંજે વાળુ (જમવા) કરવાના સમયે અડધો કલાક વીજળી માંગતા હતા. તેની સામે મોદીજીએ મક્કમ નિર્ધાર કરીને 'જ્યોતિગ્રામ યોજના' દ્વારા સમગ્ર ગુજરાતના ખૂણે-ખૂણે 24 કલાક વીજળી આપવાનું ઐતિહાસિક કાર્ય કર્યું. આ ક્રાંતિકારી યોજનાની શરૂઆત પણ તેમણે ડાંગના અંતરિયાળ આદિવાસી વિસ્તારથી કરીને સમાજના છેવાડાના માણસ સુધી વિકાસ પહોંચાડવાની પોતાની પ્રતિબદ્ધતા સાબિત કરી હતી. ક્લાઈમેટ ચેન્જ અને રિન્યુએબલ એનર્જીમાં ગુજરાત દેશમાં મોખરે આજે જ્યારે સમગ્ર વિશ્વ ક્લાઈમેટ ચેન્જના સંકટનો સામનો કરી રહ્યું છે, ત્યારે નરેન્દ્ર મોદીએ વર્ષો પહેલાં જ આ પડકારને ઓળખી લીધો હતો. ગુજરાત આખા દેશમાં એવું પ્રથમ રાજ્ય બન્યું જેણે ક્લાઈમેટ ચેન્જ માટે અલગ સરકારી વિભાગ શરૂ કર્યો. મોદીજીએ આ વિષય પર પુસ્તક લખવા સાથે જ સોલાર પોલિસી અને વિન્ડ પોલિસી જેવા દૂરોગામી નિર્ણયો લીધા. આ દીર્ઘદ્રષ્ટિના પરિણામે જ આજે ગુજરાત સૌર ઊર્જા અને પવન ઊર્જાના ક્ષેત્રમાં સમગ્ર દેશમાં નંબર વન સ્થાન પર બિરાજમાન છે.
    Click here to Read More
    Previous Article
    જેતપરમાં વીજપોલ મુદ્દે ખેડૂતોનો ઉગ્ર વિરોધ:15 ખેડૂતોએ મુંડન કરાવી ઉપવાસીઓને સમર્થન આપ્યું
    Next Article
    અમરેલીમાં મેઘરાજાની ધમાકેદાર એન્ટ્રી, આજે 16 જિલ્લામાં આગાહી:24 કલાકમાં રાજ્યના 52 તાલુકામાં વરસાદ, ચોમાસું 23 જૂને તેલંગાણાથી આગળ વધશે

    Related Gujarat Updates:

    Are you sure? You want to delete this comment..! Remove Cancel

    Comments (0)

      Leave a comment