Search

    Language Settings
    Select Website Language

    GDPR Compliance

    We use cookies to ensure you get the best experience on our website. By continuing to use our site, you accept our use of cookies, Privacy Policy, and Terms of Service.

    BijnorNews
    Bijnor news

    સફાઈ કામદારો મૂકવામાં અણઘડ આયોજન:ખોખરામાં 24 ઓફિસર્સ ક્વાટર્સ ખાલી ભાડે અપાશે, ચાંદખેડાના AC કોમ્યુનિટી હોલનું ભાડું 30થી 22 હજાર નક્કી

    15 hours ago

    દેશભરમાં સૌથી સ્વચ્છ શહેર તરીકે વિવિધ એવોર્ડ મેળવનારા અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશન (AMC)ની અંદર જ સફાઈ વ્યવસ્થાના આયોજનમાં કમિટીના ચેરમેને મોટી પોલ પકડી પાડી છે. મનપાની સ્ટેન્ડિંગ કમિટીની મહત્વની બેઠકમાં ચેરમેન કમલેશ પટેલે અધિકારીઓના અણઘડ આયોજનનો પર્દાફાશ કર્યો હતો. આ બેઠકમાં સફાઈ કામદારોની વહેંચણીમાં જોવા મળેલી ગંભીર વિસંગતતા ઉપરાંત ચાંદખેડાના નવા કોમ્યુનિટી હોલના દર નક્કી કરવા, સરકારી ક્વાર્ટર્સ ભાડે આપવા અને પ્રોપર્ટી ટેક્સના નિયમો સુધારવા સહિતના અનેક જનહિતના નિર્ણયો લેવામાં આવ્યા છે. ખાડિયા અને લાંભા વોર્ડના આંકડાથી ચેરમેન લાલઘૂમ સ્ટેન્ડિંગ કમિટીના ચેરમેન કમલેશ પટેલે મીડિયાને જણાવ્યું હતું કે, શહેરમાં સફાઈ કામદારોની બીટ ફાળવણીમાં અધિકારીઓએ ભારે અણઘડ આયોજન કર્યું છે. જે વિસ્તારો નાના છે ત્યાં કામદારોનો ભરાવો છે અને જે મોટા વિસ્તારો છે ત્યાં સફાઈકર્મીઓની ભારે અછત છે. તેમણે આંકડાકીય વિગતો આપતા તંત્રની પોલ ખોલી હતી. ચેરમેને આ વિસંગતતા તાકીદે દૂર કરવા અને શહેરના તમામ વોર્ડમાં ભૌગોલિક વિસ્તાર તથા જરૂરિયાતના આધારે સમાન ધોરણે સફાઈ કામદારોની સુચારુ ફાળવણી કરવા અધિકારીઓને કડક આદેશ આપ્યા છે. ચાંદખેડાના અદ્યતન AC કોમ્યુનિટી હોલના ભાડાના દર જાહેર શહેરના ચાંદખેડા વિસ્તારમાં SMVS સ્વામિનારાયણ મંદિર પાસે કોર્પોરેશન દ્વારા નવનિર્મિત એસી (AC) કોમ્યુનિટી હોલના ભાડાં અને ડિપોઝિટના દર સ્ટેન્ડિંગ કમિટી દ્વારા મંજૂર કરવામાં આવ્યા છે, જે સામાન્ય નાગરિકો માટે ટૂંક સમયમાં ખુલ્લો મુકાશે: વર્ષ 2012થી ખાલી પડેલા ઓફિસર્સ ક્વાર્ટર્સ હવે ભાડે અપાશે ખોખરા વિસ્તારમાં વર્ષ 2012માં મ્યુનિસિપલ કોર્પોરેશન દ્વારા ક્લાસ-1 અને ક્લાસ-2 કક્ષાના ઉચ્ચ અધિકારીઓ માટે લક્ઝુરિયસ 'ઓફિસર્સ ક્વાર્ટર્સ' બનાવવામાં આવ્યા હતા. આશ્ચર્યની વાત એ છે કે આજદિન સુધી એક પણ સરકારી અધિકારી ત્યાં રહેવા આવ્યા નથી. થોડા સમય માટે IIT RAMના વિદ્યાર્થીઓ ત્યાં આશ્રય લેતા હતા, જેઓ હવે ખાલી કરીને ચાલ્યા ગયા છે. ખોખરા વોર્ડના કોર્પોરેટર અને ચેરમેન કમલેશ પટેલે જણાવ્યું કે, કરોડોના ખર્ચે બનેલી આ સરકારી મિલકત ખંઢેર ન બને અને તેની યોગ્ય જાળવણી થાય તે હેતુથી આ તમામ ક્વાર્ટર્સને હવે અન્ય સંસ્થાઓ કે નાગરિકોને ભાડે આપવાનો નિર્ણય કરાયો છે. ડિમોલિશન થયેલી મિલકતોના ટેક્સ બિલમાંથી મુક્તિ શહેરમાં રોડ કપાત, ટીપી સ્કીમ કે પઝેશન માટે એસ્ટેટ વિભાગ દ્વારા અવારનવાર જૂની મિલકતો તોડી પાડવામાં (ડિમોલિશન) આવે છે. ચોંકાવનારી બાબત એ સામે આવી છે કે મિલકત જમીનદોસ્ત થઈ ગઈ હોવા છતાં ટેક્સ વિભાગ દ્વારા વર્ષો સુધી તેના ટેક્સ બિલ મોકલવામાં આવતા હતા. આ ભૂલ સુધારવા માટે હવે એવો આદેશ કરાયો છે કે એસ્ટેટ વિભાગ જેવી મિલકત તોડશે, તેની સીધી જાણ ટેક્સ વિભાગને કરશે જેથી પ્રોપર્ટીને સરકારી રેકોર્ડમાંથી કાયમી દૂર કરી શકાય. આ અંતર્ગત છેલ્લા 25 વર્ષ જૂના રેકોર્ડ પણ તપાસવામાં આવશે અને જો કોઈ તોડી પડાયેલી મિલકતનું બિલ ચૂકવાઈ ગયું હશે તો તેને રેકોર્ડમાંથી હટાવી લેવાશે. મનપાના 5,790 પ્લોટ્સનું GPS અને CCTVથી મોનિટરિંગ કમિશનના પ્રોપર્ટી સેલને વધુ મજબૂત કરવા માટે સ્ટેન્ડિંગ કમિટીમાં મોટો નિર્ણય લેવાયો છે. અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશનની માલિકીના કુલ 5,790 પ્લોટ્સ આવેલા છે. આ તમામ પ્લોટ્સનું આઈડેન્ટિફિકેશન કરીને તેના પર થયેલા ગેરકાયદેસર દબાણો તાત્કાલિક હટાવવામાં આવશે. તમામ ખુલ્લા પ્લોટ્સની ફરતે મજબૂત ફેન્સિંગ (તારની વાડ) કરવામાં આવશે. આ ઉપરાંત, એક ખાનગી એજન્સીને કામ સોંપીને દરેક પ્લોટનું ફોટોગ્રાફ્સ સાથે ડિજિટલ મેપિંગ કરાશે અને જે પ્લોટ્સ મોટા કદના છે ત્યાં સુરક્ષાના ભાગરૂપે CCTV કેમેરા પણ સજ્જ કરવામાં આવ્યા છે.
    Click here to Read More
    Previous Article
    દિવસે રેકી કર્યા બાદ રાત્રીના બુકાની બાંધી ચોરીને અંજામ આપતા:રાજકોટમાં બાંધકામ સાઈટ પરથી એલ્યુમિનિયમની પ્લેટ્સ ચોરી કરતી ગેંગનો પર્દાફાશ, સગીર સહીત 6ની ધરપકડ
    Next Article
    Alpha box office collection day 1 early report: Alia Bhatt film to open between Rs 5-8 cr

    Related Gujarat Updates:

    Are you sure? You want to delete this comment..! Remove Cancel

    Comments (0)

      Leave a comment