Search

    Language Settings
    Select Website Language

    GDPR Compliance

    We use cookies to ensure you get the best experience on our website. By continuing to use our site, you accept our use of cookies, Privacy Policy, and Terms of Service.

    BijnorNews
    Bijnor news

    24 કલાકમાં કપરાડામાં સાડા પાંચ ઇંચ વરસાદ:આજે 7 જિલ્લામાં ઓરેન્જ તો અમદાવાદ સહિત 11માં યલો એલર્ટ; ભારે વરસાદથી 42 હજાર લોકોનું સ્થળાંતર

    23 hours ago

    છેલ્લા 24 કલાકમાં 204 તાલુકામાં સૌથી વધુ વલસાડના કપરાડામાં 5.51 ઇંચ વરસાદ નોંઘાયો છે. તો ઓગડમાં 3.86, ખેરગામમાં 3.39, નડિયાદમાં 3.31, નાનાપોંઢા 3.11 ઇંચ અને અન્ય 13 તાલુકામાં 2 ઇંચથી વધુ વરસાદ નોંધાયો છે. આજે રવિવારે સવારના 6થી 8 વાગ્યા સુધીમાં 28 તાલુકામાં 1 મિમીથી લઈને 1 ઇંચ સુધીનો વરસાદ વરસ્યો છે. ગુજરાતમાં સાર્વત્રિક મેઘમહેર વચ્ચે ખાસ કરીને ઉત્તર ગુજરાતમાં આગામી 24 કલાકમાં ભારેથી અતિભારે વરસાદની આગાહી કરવામાં આવી છે, જેને પગલે મુખ્યમંત્રી ગતરોજ ભૂપેન્દ્ર પટેલે મોડી સાંજે 'સ્ટેટ ઇમરજન્સી ઓપરેશન સેન્ટર' (SEOC) ખાતે ઉચ્ચ અધિકારીઓ સાથે સમીક્ષા બેઠક યોજી હતી. પાટણ, મહેસાણા, વાવ-થરાદ અને બનાસકાંઠામાં વધુ વરસાદની સંભાવનાને ધ્યાનમાં રાખીને NDRF અને SDRFની ટીમો તૈનાત કરી દેવાઈ છે, જ્યારે રાજ્યભરમાંથી અત્યાર સુધીમાં 42,158 લોકોનું સુરક્ષિત સ્થળે સ્થળાંતર કરાયું છે. બીજી તરફ, દક્ષિણ ગુજરાતમાં વરસાદનું જોર ઘટતાં જ તંત્રે કેશ ડોલ્સ અને રાહત કામગીરી પર ધ્યાન કેન્દ્રિત કર્યું છે. ચારણકા સોલર પાવર પ્લાન્ટમાં વરસાદી પાણી ભરાતાં ભારે તારાજી પાટણ જિલ્લાના સાંતલપુર તાલુકાના ચારણકા ખાતે આવેલા એશિયાના સૌથી મોટા સોલર પાવર પ્લાન્ટમાં ભારે વરસાદના કારણે પાણી ભરાતાં મોટું નુકસાન થયું છે. પ્લાન્ટમાં કાર્યરત ReNew Power, Aditya Birla, Mahindra Teqo, GNFC અને GPCL સહિતની 36 કંપનીઓના ઇન્વર્ટર, ટ્રાન્સફોર્મર અને કંટ્રોલ રૂમ જેવા વિદ્યુત ઉપકરણો જળમગ્ન થતાં વીજ ઉત્પાદન પ્રભાવિત થયું છે. પાણી ઓસર્યા બાદ વિગતવાર સર્વે હાથ ધરાશે, પરંતુ પ્રાથમિક ધોરણે કરોડો રૂપિયાનું નુકસાન થયું હોવાની આશંકા સેવાઈ રહી છે. 25 જુલાઈના રાજ્યભરના વરસાદની પળેપળની અપડટે
    Click here to Read More
    Previous Article
    તેલંગાણાઃ ચૂંટણી લડવાની ઉંમર 21 વર્ષ કરવાની દરખાસ્ત:બિલ પસાર કરાવવા માટે વિધાનસભાનું વિશેષ સત્ર; કેન્દ્રની મંજૂરી જરૂરી
    Next Article
    Astronaut Anil Menon Shares Striking View Of Starbase Captured From Space

    Related Gujarat Updates:

    Are you sure? You want to delete this comment..! Remove Cancel

    Comments (0)

      Leave a comment