Search

    Language Settings
    Select Website Language

    GDPR Compliance

    We use cookies to ensure you get the best experience on our website. By continuing to use our site, you accept our use of cookies, Privacy Policy, and Terms of Service.

    BijnorNews
    Bijnor news

    છેલ્લા 24 કલાકમાં રાજ્યના 52 તાલુકામાં વરસાદ:સૌથી વધુ ખેડાના ગલતેશ્વરમાં 2.91 ઈંચ ખાબક્યો, આજે 16 જિલ્લામાં આગાહી; ચોમાસું 23 જૂને તેલંગાણાથી આગળ વધશે

    1 day ago

    રાજ્યમાં પ્રિ-મોનસુન એક્ટિવિટીને કારણે છેલ્લા 3 દિવસથી વરસાદી માહોલ જામ્યો છે. જોકે, હવામાન વિભાગે ગુજરાતમાં વિધિવત ચોમાસું ક્યારથી શરૂ થશે તેની કોઈ સત્તાવાર આગાહી કરી નથી. છેલ્લા 24 કલાકમાં રાજ્યના 52 તાલુકામાં વરસાદ નોંધાયો છે, જેમાં સૌથી વધુ ખેડાના ગલતેશ્વરમાં 2.91 ઈંચ અને સૌથી ઓછો વલસાડમાં 1 મિમી વરસાદ પડ્યો છે. શુક્રવારે ઉત્તર ગુજરાતના પંચમહાલ જિલ્લામાં છૂટાછવાયા સ્થળોએ અતિભારે વરસાદ ખાબક્યો છે. જ્યારે ભાવનગર, અમરેલી, વલસાડ, ગોધરા, નર્મદા, મહીસાગર, છોટાઉદેપુર સહિતમાં પણ હળવાથી મધ્યમ વરસાદ વરસ્યો. તાપમાનની વાત કરીએ તો, ગતરોજ રાજ્યમાં સૌથી વધુ મહત્તમ તાપમાન સુરેન્દ્રનગરમાં 40.3 ડિગ્રી અને અમદાવાદમાં 40.2 ડિગ્રી સેલ્સિયસ નોંધાયું હતું. દક્ષિણ ગુજરાત અને સૌરાષ્ટ્રના કેટલાક ભાગોમાં તાપમાન સામાન્ય કરતાં ઊંચું રહ્યું હતું, જ્યારે બાકીના વિસ્તારોમાં તે સામાન્ય નોંધાયું હતું. આગામી 7 દિવસ દરમિયાન રાજ્યમાં મહત્તમ તાપમાનમાં કોઈ મોટો ફેરફાર થવાની શક્યતા નથી. હવામાન વિભાગના જણાવ્યા અનુસાર, આગામી 24 કલાક દરમિયાન ઉત્તર ગુજરાતના છુટાછવાયા વિસ્તારમાં, દક્ષિણ ગુજરાતના તમામ જિલ્લાઓમાં અને સૌરાષ્ટ્રના ત્રણ જિલ્લામાં ગાજવીજ સાથે વરસાદની સંભાવના છે. સવારથી એકપણ તાલુકામાં સત્તાવાર વરસાદ નોંધાયો નથી. ⇒ અમદાવાદમાં વાદળછાયું આકાશ અને ગાજવીજ સાથે વરસાદની શક્યતા અમદાવાદ શહેરમાં 18 જૂને માત્ર 1 મિમી વરસાદ નોંધાયો હતો, જેના કારણે હવામાં ભેજ વધતા નાગરિકોએ અસહ્ય બફારાનો સામનો કરવો પડ્યો છે. આજે શહેરમાં મુખ્યત્વે વાદળછાયું વાતાવરણ રહેશે અને ગાજવીજ તથા વાવાઝોડા સાથે હળવાથી મધ્યમ વરસાદના એક કે બે રાઉન્ડ આવવાની સંભાવના છે. અમદાવાદમાં આજે મહત્તમ તાપમાન 40 ડિગ્રી સેલ્સિયસની આસપાસ રહેવાની સંભાવના છે. ગતરોજ શહેરનું મહત્તમ તાપમાન સામાન્ય કરતાં 2 ડિગ્રી વધુ અને લઘુત્તમ તાપમાન 26.8 ડિગ્રી સેલ્સિયસ (સામાન્ય કરતાં -0.6 ડિગ્રી ઓછું) નોંધાયું હતું. ભેજ અને વરસાદની ઘટ સવારે હવામાં ભેજનું પ્રમાણ 74% અને સાંજે 37% નોંધાયું હતું. ચાલુ સીઝનમાં 1 જૂનથી અત્યાર સુધીમાં શહેરમાં કુલ 7.6 મિમી વરસાદ પડ્યો છે, જે સામાન્ય સરેરાશ કરતાં 26.5 મિમી જેટલો ઓછો છે. આગામી 7 દિવસની વરસાદની આગાહી ચોમાસાની સ્થિતિ, નવા રાજ્યો તરફ આગળ વધવા સાનુકૂળ સંજોગો નૈઋત્યનું ચોમાસું હાલમાં નિર્ધારિત સીમાઓ પર મજબૂત છે. ચોમાસાની આગળની લાઇન હાલમાં હરનાઈ, સોલાપુર, હૈદરાબાદ, ભદ્રાચલમ, કોરાપુટ, રાંચી અને મુઝફ્ફરપુર થઈને પસાર થઈ રહી છે. હવામાન વિભાગના જણાવ્યા મુજબ, આગામી 4થી 5 દિવસમાં ચોમાસું તેલંગાણા, ઓડિશા, ઝારખંડ, બિહાર અને છત્તીસગઢના વધુ ભાગોમાં આગળ વધે તે માટે પરિસ્થિતિઓ એકદમ સાનુકૂળ છે. દક્ષિણ-પશ્ચિમ મધ્યપ્રદેશ પર સાયક્લોનિક સર્ક્યુલેશન સક્રિય છે અને ત્યાંથી અરબી સમુદ્ર સુધી ટ્રફ લંબાયેલી છે, જેના કારણે નીચલા સ્તરે પશ્ચિમી પવનો ફૂંકાવવાનું ચાલુ છે, જે વરસાદી સિસ્ટમને બળ પૂરું પાડી રહ્યા છે. આ પણ વાંચો… ચોમાસું 23 જૂને તેલંગાણાથી આગળ વધશે:મધ્ય ભારતમાં ચોમાસું લાવનારી સિસ્ટમ સક્રિય થઈ; એમપી-બિહાર-ઝારખંડમાં વીજળી પડવાથી 16નાં મોત ચોમાસું ધીમે ધીમે આગળ વધી શકે છે. હવામાન વિભાગના જણાવ્યા અનુસાર 23 જૂન સુધીમાં તે છત્તીસગઢ પહોંચવાની સંભાવના છે. મહારાષ્ટ્ર, તેલંગાણા, ઓડિશા, ઝારખંડ, બિહાર અને છત્તીસગઢના કેટલાક ભાગોમાં ચોમાસા માટે જરૂરી સિસ્ટમ સક્રિય થઈ ગઈ છે. ચોમાસું 15 દિવસમાં 19 રાજ્યો સુધી પહોંચી ગયું છે, પરંતુ 8 જૂનથી તેલંગાણામાં અટવાયેલું છે. 11 દિવસ થઈ ગયા છે, તે આગળ વધી રહ્યું નથી. જ્યારે, યુપી અને રાજસ્થાન સહિત 8 રાજ્યોમાં પ્રી-મોન્સૂન હોવા છતાં તાપમાન 40 ડિગ્રી સેલ્સિયસથી ઉપર રહ્યું છે. બિહારના વૈશાલીમાં વીજળી પડવાથી 5 લોકોના મોત થયા છે. આમાંથી ત્રણ મોત વૈશાલી જિલ્લામાં થયા હતા, જ્યારે નવાદા અને જમુઈ જિલ્લામાં એક-એક વ્યક્તિનો જીવ ગયો હતો. નેપાળમાં ભારે વરસાદને કારણે કિશનગંજમાં પૂરનો ખતરો વધી ગયો છે. ઝારખંડમાં છેલ્લા 24 કલાકમાં વીજળી પડવાથી 8 લોકોના જીવ ગયા. મૃતકોમાં બે મહિલાઓ અને બે વર્ષનો બાળક પણ સામેલ છે. સૌથી વધુ 3 મોત હજારીબાગમાં થયા હતા. રાજસ્થાનના 12 જિલ્લામાં વાવાઝોડા-વરસાદનું એલર્ટ જાહેર કરવામાં આવ્યું છે. મધ્યપ્રદેશના રાજગઢમાં શુક્રવારે વીજળી પડવાથી કાકા-ભત્રીજાનું મોત થયું. વાંચો સંપૂર્ણ સમાચાર
    Click here to Read More
    Previous Article
    રાજકોટ મનપાની ત્રિપુટી બે ગુલ્લીબાજ- બેદરકાર તો એક ઉચાપતિઓ, CCTV:સ્વાતિબેન બે દિવસ ફેસ સ્કેન કરીને ઘરે રવાના થયા; કામચોર સામે ખાતાકીય તપાસની માગ કરી: મેનેજર
    Next Article
    Ambalal Patel LIVE | અંબાલાલની આગાહી પર ઉઠ્યા સવાલ, જુઓ જવાબ | Jayant Pandya | Monsoon Rain Forecast

    Related Gujarat Updates:

    Are you sure? You want to delete this comment..! Remove Cancel

    Comments (0)

      Leave a comment