Search

    Language Settings
    Select Website Language

    GDPR Compliance

    We use cookies to ensure you get the best experience on our website. By continuing to use our site, you accept our use of cookies, Privacy Policy, and Terms of Service.

    BijnorNews
    Bijnor news

    રથયાત્રાને લઈને અમદાવાદ પોલીસની ફ્લેગ માર્ચ:24 કલાકમાં ગુજરાત સહિત 5 રાજ્યમાંથી 190 વોન્ટેડ અને કુખ્યાત આરોપીઓ જેલભેગા; ઝોન 7નું ‘ઓપરેશન ક્લીન સ્વીપ 2.0’

    10 hours ago

    ભગવાન જગન્નાથજીની 149મી રથયાત્રાને શાંતિપૂર્ણ અને સુરક્ષિત રીતે સંપન્ન કરવા માટે અમદાવાદ સિટી પોલીસે કમર કસી છે. રથયાત્રાના રૂટ પર કાયદો-વ્યવસ્થા જળવાય તે માટે રવિવારે(5 જુલાઈ) મોડી રાત્રે પોલીસે ફ્લેગ માર્ચનું આયોજન કર્યું હતું. આ ફ્લેગ માર્ચમાં ઉચ્ચ અધિકારીઓ સહિત 500થી વધુ પોલીસકર્મીઓ જોડાયા હતા. સાથે જ ઝોન 7એ ‘ઓપરેશન ક્લીન સ્વીપ 2.0’ હાથ ધરી 24 કલાકમા ગુજરાત સહિત 5 રાજ્યમાંથી 190 વોન્ટેડ અને કુખ્યાત આરોપીઓને જેલભેગા કર્યા છે. 500થી વધુ પોલીસ કર્મચારીઓ જોડાયા સાંજે પણ નવા પોલીસ કમિશનર અનુપમસિંહ ગહેલોતની આગેવાનીમાં જમાલપુરથી રૂટનું નિરીક્ષણ કરવામાં આવ્યું હતું જે બાદ રાતે 11 વાગ્યાથી સેક્ટર 1 જેસીપી નીરજ બડગુજર અને DCP રૂપલ સોલંકીની આગેવાનીમાં સમગ્ર રૂટ પર ફ્લેગ માર્ચ યોજવામાં આવી હતી જેમાં ગાયકવાડ હવેલી,ખાડિયા,કાલુપુર,શહેરકોટડા, શાહપુર ,દરિયાપુર પોલીસ સ્ટેશનના પીઆઇ સહિત 500થી વધુ પોલીસ કર્મચારીઓ જોડાયા હતા. ઉલ્લેખનીય છે કે રથયાત્રાના રૂટ પર પોલીસની ફ્લેગ માર્ચ દરમિયાન સંવદેશીલ વિસ્તારમાં પોલીસ દ્વારા ખાસ તપાસ કરવામાં આવી હતી. પોલીસ ફ્લેગ માર્ચની તસવીર 24 કલાકમાં કુલ 190 આરોપીઓને ઝડપ્યા અમદાવાદમાં ભગવાન જગન્નાથજીની 149મી રથયાત્રાને હવે ગણતરીના દિવસો બાકી રહ્યા છે. લાખો શ્રદ્ધાળુઓની હાજરી વચ્ચે યોજાનારી રથયાત્રા શાંતિપૂર્ણ અને નિર્વિઘ્ન રીતે સંપન્ન થાય તે માટે અમદાવાદ શહેર પોલીસ દ્વારા તમામ પ્રકારની તૈયારીઓ અંતિમ તબક્કામાં પહોંચી ગઈ છે. રથયાત્રાના રૂટ પર ફ્લેગ માર્ચ, રૂટ ડોમિનેશન, સીસીટીવી સર્વેલન્સ અને ડ્રોન પેટ્રોલિંગની સાથે હવે ગુનાખોરો સામે પણ આક્રમક કાર્યવાહી શરૂ કરવામાં આવી છે. તેના ભાગરૂપે ઝોન-7 દ્વારા 'ઓપરેશન ક્લીન સ્વીપ 2.0' હાથ ધરવામાં આવ્યું હતું. માત્ર 24 કલાક સુધી ચાલેલા આ વિશેષ ઓપરેશનમાં વર્ષોથી પોલીસને ચકમો આપતા વોન્ટેડ, ફરાર અને ગંભીર ગુનાઓમાં સંડોવાયેલા કુલ 190 આરોપીઓને ઝડપી લેવામાં આવ્યા હતા. એક જ દિવસમાં થયેલી આટલી મોટી કાર્યવાહીથી ગુનાખોરોમાં ફફડાટ ફેલાયો છે. જેલમાંથી છૂટ્યા બાદ ફરી ગુનાખોરીમાં સક્રિય આરોપીઓને શોધવા વિશેષ અભિયાન રથયાત્રા પહેલાં શહેરમાં કાયદો-વ્યવસ્થાની સ્થિતિ જળવાઈ રહે તે પોલીસ માટે સૌથી મોટો પડકાર હોય છે.અગાઉના વર્ષોના અનુભવને ધ્યાનમાં રાખીને પોલીસે આ વખતે માત્ર પેટ્રોલિંગ પૂરતું સીમિત ન રહી, પરંતુ જે આરોપીઓ વર્ષોથી ફરાર હતા અથવા જેલમાંથી છૂટ્યા બાદ ફરી ગુનાખોરીમાં સક્રિય હોવાની માહિતી હતી, તેઓને શોધી કાઢવા માટે વિશેષ અભિયાન શરૂ કર્યું હતું. ઝોન-7ના તમામ પોલીસ સ્ટેશનોને અગાઉથી જ વોન્ટેડ આરોપીઓની યાદી તૈયાર કરવા, તેમના હાલના સરનામા, મોબાઇલ નંબર, પરિવારજનો અને સંભવિત ઠેકાણાં અંગે માહિતી એકત્રિત કરવાની સૂચના આપવામાં આવી હતી. ત્યારબાદ અલગ-અલગ ટીમો બનાવી એક સાથે કાર્યવાહી શરૂ કરવામાં આવી હતી. 22-23 વર્ષથી ફરાર આરોપી પકડાયા આ ઓપરેશન દરમિયાન સૌથી મોટી સફળતા નકલી ચલણી નોટના કેસમાં છેલ્લા 23 વર્ષથી ફરાર રહેલા આરોપીની ધરપકડ રહી હતી. વર્ષો સુધી પોતાની ઓળખ બદલીને રાજસ્થાનમાં રહેતા આરોપીને ટેક્નિકલ સર્વેલન્સ અને સ્થાનિક પોલીસની મદદથી ઝડપી લેવામાં આવ્યો હતો. એટલું જ નહીં, કાર ચોરીના ગુનામાં છેલ્લા 22 વર્ષથી વોન્ટેડ આરોપી પણ પોલીસના હાથે ચઢ્યો હતો. બંને આરોપીઓ વર્ષોથી પોલીસ માટે પડકાર બન્યા હતા. લાંબા સમય બાદ તેમની ધરપકડ થતાં જૂના ગુનાઓની તપાસને પણ નવી ગતિ મળશે તેવી પોલીસને આશા છે. પોલીસની ટીમોએ મહારાષ્ટ્ર, મધ્યપ્રદેશ, રાજસ્થાન અને ઉત્તરાખંડ સુધી દરોડા પાડ્યા આ ઓપરેશન માત્ર અમદાવાદ પૂરતું મર્યાદિત રહ્યું નહોતું.આરોપીઓના ઠેકાણાં સુધી પહોંચવા માટે પોલીસની ટીમોએ મહારાષ્ટ્ર, મધ્યપ્રદેશ, રાજસ્થાન અને ઉત્તરાખંડ સુધી દરોડા પાડ્યા હતા. ગુજરાતમાં પણ ગાંધીનગર, મહેસાણા અને રાજકોટ સહિતના શહેરોમાં અલગ-અલગ ટીમોએ કાર્યવાહી કરી હતી. સ્થાનિક પોલીસ, ટેક્નિકલ ઇનપુટ અને બાતમીદારોની મદદથી વર્ષોથી ફરાર આરોપીઓને શોધી કાઢવામાં આવ્યા હતા. કેટલાક આરોપીઓ રોજગાર અને ઓળખ બદલીને રહેતા હતા, છતાં પોલીસ તેમની સુધી પહોંચી હતી. ‘અસામાજિક તત્વોમાં કાયદાનો ભય ઉભો થાય છે’ ઝોન-7 હેઠળ આવેલા વિસ્તારોમાં વર્ષોથી પકડથી દૂર રહેલા આરોપીઓ સામે આ કાર્યવાહી કરવામાં આવી હતી.પોલીસના જણાવ્યા મુજબ ઓપરેશન દરમિયાન પકડાયેલા આરોપીઓમાં છેતરપિંડી, હત્યાના પ્રયાસ, ઓર્ગેનાઈઝ્ડ ક્રાઈમ, અપહરણ, નકલી ચલણી નોટોનું કૌભાંડ, મંદિર ચોરી જેવા ગંભીર ગુનાઓમાં સંડોવાયેલા આરોપીઓનો પણ સમાવેશ થાય છે. ઘણા આરોપીઓ કોર્ટમાં હાજર ન રહેતાં અથવા સજા બાદ ફરાર થઈ જતાં તેમની સામે વોરંટ બાકી હતા. આવા આરોપીઓને પણ કાયદાના સકંજામાં લેવામાં આવ્યા છે. પોલીસ અધિકારીઓનું માનવું છે કે રથયાત્રા પહેલાં ગુનાખોરો સામે આવી કાર્યવાહી કરવાથી માત્ર વોન્ટેડ આરોપીઓ જ ઝડપાતા નથી, પરંતુ અસામાજિક તત્વોમાં પણ કાયદાનો ભય ઉભો થાય છે. ‘વોન્ટેડ આરોપીઓની શોધખોળ યથાવત રખાશે’ મોટા ધાર્મિક પ્રસંગો દરમિયાન શાંતિ ભંગ કરવાનો પ્રયાસ કરતા તત્વો પર પહેલેથી જ અંકુશ આવી જાય છે. આગામી દિવસોમાં પણ ઝોન-7 સહિત શહેરના અન્ય ઝોનમાં કોમ્બિંગ, વાહન ચેકિંગ, સંવેદનશીલ વિસ્તારોમાં પેટ્રોલિંગ અને વોન્ટેડ આરોપીઓની શોધખોળ યથાવત રાખવામાં આવશે.પોલીસનું કહેવું છે કે રથયાત્રા દરમિયાન શહેરમાં કાયદો-વ્યવસ્થા જળવાઈ રહે અને સામાન્ય નાગરિકો નિર્ભય બનીને ઉત્સવમાં ભાગ લઈ શકે તે માટે દરેક સ્તરે સઘન આયોજન કરવામાં આવ્યું છે. 'ઓપરેશન ક્લીન સ્વીપ 2.0' આ તૈયારીનો મહત્વપૂર્ણ ભાગ સાબિત થયું છે. કયા પોલીસ સ્ટેશનો જોડાયા? વેજલપુર પોલીસ સ્ટેશન સરખેજ પોલીસ સ્ટેશન આનંદનગર પોલીસ સ્ટેશન પાલડી પોલીસ સ્ટેશન એલિસબ્રિજ પોલીસ સ્ટેશન વાસણા પોલીસ સ્ટેશન બોડકદેવ પોલીસ સ્ટેશન સેટેલાઈટ પોલીસ સ્ટેશન ઓપરેશનની ટીમ 8 PI 37 PSI 261 પોલીસકર્મી ઓપરેશનના મુખ્ય આંકડા 24 કલાકનું સતત મેગા ઓપરેશન કુલ 190 આરોપીઓ ઝડપાયા 83 વોન્ટેડ આરોપીઓ ટાર્ગેટ પર 5 તડીપાર આરોપીઓ ઝડપાયા 28 દારૂના ગુનાના આરોપીઓ ઝડપાયા
    Click here to Read More
    Previous Article
    ચાંદી ₹2,046 ઘટીને ₹2.32 કિલો પર આવી:સોનું પણ ₹832 સસ્તું થયું, 10 ગ્રામનો ભાવ ₹1.46 લાખ થયો; જાણો તમારા શહેરનો લેટેસ્ટ ભાવ
    Next Article
    માલધારી પર સિંહના હુમલાનો LIVE VIDEO:વનરાજે પગને આંટી મારી ડણક મારી, લોહીલુહાણ કર્યો; પાલિતાણામાં વનવિભાગની ટીમ દોડતી થઈ

    Related Gujarat Updates:

    Are you sure? You want to delete this comment..! Remove Cancel

    Comments (0)

      Leave a comment