Search

    Language Settings
    Select Website Language

    GDPR Compliance

    We use cookies to ensure you get the best experience on our website. By continuing to use our site, you accept our use of cookies, Privacy Policy, and Terms of Service.

    BijnorNews
    Bijnor news

    24 વર્ષ બાદ છોકરાઓથી આગળ નીકળી ભારતની દીકરીઓ:એશિયન ગેમ્સમાં 4 ગોલ્ડ વધુ જીત્યા; શૂટિંગ-એથ્લેટિક્સમાં આ વખતે 9 ગોલ્ડનું નુકશાન

    1 week ago

    એશિયન ગેમ્સ 2026માં ભારતનું અભિયાન પૂર્ણ થઈ ચૂક્યું છે. છેલ્લે દિવસે ઘોડેસવારીની બે ગોલ્ડ મેડલ ઇવેન્ટ્સ છે, પરંતુ તેમાં કોઈ ભારતીય ખેલાડી ભાગ લઈ રહ્યો નથી. ભારતે જાપાનના આઈચી-નાગોયામાં 21 ગોલ્ડ સહિત કુલ 85 મેડલ જીત્યા છે. ઉઝબેકિસ્તાને પણ ભારત જેટલા જ ગોલ્ડ જીત્યા છે, પરંતુ વધુ સિલ્વરના આધારે ભારત ચોથા સ્થાને છે. રવિવારે જો ઉઝબેકિસ્તાન કોઈ ગોલ્ડ નહીં જીતે તો ભારત ચોથા સ્થાને જ રહેશે. આગળ 5 પોઈન્ટ્સમાં વાંચો 2026 એશિયન ગેમ્સનો સાર 2002 પછી પહેલી વાર ભારતની મહિલાઓએ વધુ મેડલ જીત્યા ભારતે આ વખતે મહિલાઓની ઇવેન્ટમાં 11 અને પુરુષોની ઇવેન્ટમાં 7 ગોલ્ડ જીત્યા. 3 ગોલ્ડ મિક્સ્ડ ઇવેન્ટમાં મળ્યા. આ પહેલાં 2002માં બુસાનમાં યોજાયેલી એશિયન ગેમ્સમાં ભારતની મહિલાઓ આગળ રહી હતી. ત્યારે ભારતે મહિલાઓની ઇવેન્ટમાં 6 અને પુરુષોની ઇવેન્ટમાં 5 ગોલ્ડ જીત્યા હતા. બોક્સિંગ, રેસલિંગમાં પ્રદર્શન સુધર્યું, શૂટિંગ-એથ્લેટિક્સમાં પાછળ રહ્યા ભારતે 2023માં ચીનના ગ્વાંગઝૂમાં યોજાયેલી એશિયન ગેમ્સમાં 28 ગોલ્ડ સાથે 106 મેડલ જીત્યા હતા. ત્યારે ભારતે શૂટિંગમાં 7 અને એથ્લેટિક્સમાં 6 ગોલ્ડ જીત્યા હતા. આ વખતે શૂટિંગમાં 3 અને એથ્લેટિક્સમાં માત્ર 1 ગોલ્ડ મળ્યો. એટલે કે આ બે રમતોમાં જ ભારતને 9 ગોલ્ડનું નુકસાન થયું. ભારતે અગાઉ સ્ક્વોશમાં 2 અને ટેનિસ, બેડમિન્ટન તથા ઘોડેસવારીમાં 1-1 ગોલ્ડ જીત્યો હતો. આ રમતોમાં આ વખતે ભારતને એક પણ ગોલ્ડ મળ્યો નથી. બોક્સિંગ અને રેસલિંગમાં સારા પ્રદર્શનથી ગોલ્ડની કમીની અમુક અંશે ભરપાઈ થઈ છે. અગાઉ ભારતને આ બંને રમતોમાં એક પણ ગોલ્ડ મળ્યો નહોતો. આ વખતે બોક્સિંગમાં 3 અને રેસલિંગમાં 2 ગોલ્ડ મળ્યા છે. તીરંદાજીમાં ભારતે અગાઉના પ્રદર્શનનું પુનરાવર્તન કર્યું છે. ટીમ ઇવેન્ટ્સમાં દબદબો યથાવત્, હોકીમાં ગોલ્ડ સાથે 2 ઓલિમ્પિક ટિકિટ પણ ટીમ ઇવેન્ટ્સમાં ભારતે શાનદાર પ્રદર્શન કર્યું છે. ક્રિકેટ, હૉકી અને કબડ્ડીમાં ભારતે પુરુષ અને મહિલા બંને વર્ગોમાં ગોલ્ડ મેડલ જીત્યા છે. હૉકીમાં એશિયાડ ગોલ્ડ જીતવા બદલ સીધી ઓલિમ્પિકની ટિકિટ મળે છે, તેથી ભારતની બંને હૉકી ટીમો લૉસ એન્જલસમાં યોજાનારા 2028 ઓલિમ્પિક્સ માટે ક્વૉલિફાય થઈ ગઈ છે. આ પ્રથમ વખત છે જ્યારે ભારતની બંને વર્ગોની હૉકી ટીમોએ એક જ ઇવેન્ટમાં ગોલ્ડ જીત્યો છે. મેડલ ટેલીમાં 44 વર્ષથી ચીનનું વર્ચસ્વ યથાવત્ ચીને આ વખતે 169 ગોલ્ડ સહિત 341 મેડલ જીત્યા છે. બીજા ક્રમે રહેલા જાપાને 83 ગોલ્ડ જીત્યા છે, જે ચીનના અડધાથી પણ ઓછા છે. ચીન 1982થી અત્યાર સુધીની દરેક એશિયન ગેમ્સમાં ટેબલ ટોપર રહ્યું છે. ભારતે સ્થાનની દૃષ્ટિએ અગાઉની એશિયન ગેમ્સના પ્રદર્શનની બરાબરી કરી છે. પરંતુ આ વખતે 7 ગોલ્ડ સહિત કુલ 21 મેડલની કમી રહી છે. 53 વર્લ્ડ રેકોર્ડ તૂટ્યા, ભારતીય તીરંદાજી ટીમે વર્લ્ડ રેકોર્ડની બરાબરી કરી આ એશિયન ગેમ્સમાં અલગ-અલગ ઇવેન્ટ્સમાં કુલ 53 વર્લ્ડ રેકોર્ડ અને 76 એશિયન રેકોર્ડ તૂટ્યા છે. સાથે જ 166 નવા ગેમ્સ રેકોર્ડ પણ બન્યા છે. ભારતીય મહિલા કમ્પાઉન્ડ તીરંદાજી ટીમે ફાઇનલમાં ચીન સામે 238 પોઈન્ટ્સ બનાવ્યા. આ વર્લ્ડ રેકોર્ડની બરાબરી છે.
    Click here to Read More
    Previous Article
    8 ઓક્ટોબરે ઉજવવામાં આવશે વાયુસેના દિવસ:આ વર્ષની થીમ 'ઇન્ડિયન એર ફોર્સ - ઇનફેલિબલ, ઇમ્પર્વિયસ અને પ્રીસાઇઝ', જાણો ભારતીય વાયુસેનાની સફર
    Next Article
    લોહીલુહાણ કોકપિટ, તૂટેલું રડર અને ચીસાચીસ:કોણ છે એ બે ‘અજાણ્યા દેવદૂતો’, જેમણે હવામાં ગોથાં ખાતા વિમાનને ઉગાર્યું; હુમલો થતાં જ કંટ્રોલ સંભાળ્યું

    Related સપોર્ટ Updates:

    Are you sure? You want to delete this comment..! Remove Cancel

    Comments (0)

      Leave a comment