Search

    Language Settings
    Select Website Language

    GDPR Compliance

    We use cookies to ensure you get the best experience on our website. By continuing to use our site, you accept our use of cookies, Privacy Policy, and Terms of Service.

    BijnorNews
    Bijnor news

    સિટી એન્કર:24ની ઉંમર કહી 32 વર્ષનો મુરતિયો પધરાવી દીધો, યુવતીના પિતાએ સગપણ તોડવાનું કહેતા યુવકના પરિવારે કર્યો હુમલો

    1 week ago

    રાજકોટના કોઠારિયા સોલવન્ટ વિસ્તારમાં દીકરીની સગાઈ તોડવાની બાબતે લોહિયાળ જંગ ખેલાયો છે. સગપણ વખતે છોકરાની ઉંમર ખોટી બતાવી અંધારામાં રાખ્યા હોવાનું જાણવા મળતા પિતાએ સગાઈ તોડી નાખી હતી. જેનાથી ઉશ્કેરાયેલા છોકરાના ભાઈ અને ફઈના દીકરાએ યુવતીના પિતા પર પાઈપ વડે હુમલો કરી માથું ફોડી નાખ્યું છે. આ ઘટનામાં ઘરમાં ઘૂસીને ગુંડાગીરીનું વરવું પ્રદર્શન કરાયું હોવા છતાં પણ આજી ડેમ પોલીસે કોઈ ફરિયાદ ન નોંધતા અનેક સવાલો ઉઠ્યા છે. હુમલામાં ઈજાગ્રસ્ત કમલેશભાઈ (જેઓ છૂટક વેલ્ડિંગ કામ કરી પરિવારનું ગુજરાન ચલાવે છે) તેમને તાત્કાલિક રાજકોટ સિવિલ હોસ્પિટલ ખસેડાયા છે. બનાવની જાણ થતા જ આજી ડેમ પોલીસ સ્ટેશનના સ્ટાફે હોસ્પિટલ પહોંચી કમલેશભાઈનું નિવેદન નોંધ્યું છે અને રવિ તથા મુકેશ વિરુદ્ધ કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે. સમૂહલગ્નના ડોક્યુમેન્ટે ‘નરેન્દ્ર’ની પોલ ખોલી યુવતીના પિતા: કમલેશ વશરામ વડેચા રહેઠાણ: હુસેની ચોક, કોઠારિયા સોલવન્ટ, રાજકોટ. છોકરો: નવી ઉર્ફે નરેન્દ્ર. છેતરપિંડી: સગપણ વખતે નરેન્દ્રની ઉંમર 24 વર્ષ હોવાનું જણાવાયું હતું. જોકે, સમૂહલગ્નનું ફોર્મ ભરતી વખતે રજૂ કરેલા દસ્તાવેજોમાં તેની સાચી ઉંમર 32 વર્ષ નીકળી હતી. 19 વર્ષની દીકરી માટે 13 વર્ષ મોટા છોકરાની વાત છુપાવતા પિતા કમલેશભાઈએ સગાઈ તોડી નાખી હતી. ‘બીજે લગ્ન કેમ કરે છે તે જોઈએ છીએ’ કહી આરોપીએ હુમલો કર્યો, ઈજાગ્રસ્ત હોસ્પિટલમાં સગાઈ તૂટતા ઉશ્કેરાયેલા છોકરાના પરિવારે ધાક-ધમકી શરૂ કરી હતી. બુધવારે સવારે 9 વાગ્યે જ્યારે કમલેશભાઈ પોતાના ઘરે હતા ત્યારે નરેન્દ્રનો મોટો ભાઈ રવિ અને તેના ફઈનો દીકરો મુકેશ ઘરે ધસી આવ્યા હતા. આરોપીઓએ ઝઘડો કરી ધમકી આપી કે, “અમે તારી દીકરીના લગ્ન બીજે નહીં થવા દઈએ, જોઈએ છીએ તું કઈ રીતે બીજે લગ્ન કરાવે છે.’ આટલું કહી બંનેએ કમલેશભાઈ પર પાઈપથી હુમલો કરી માથામાં ગંભીર ઈજા પહોંચાડી હતી. કમલેશભાઈએ જણાવ્યું કે, છોકરા પક્ષે અમને સાવ અંધારામાં રાખ્યા હતા. દીકરીની જિંદગી બગડતી બચાવવા મેં સગાઈ તોડી, જેનું વેર રાખી મારા પર હુમલો કરવામાં આવ્યો છે.
    Click here to Read More
    Previous Article
    રસ્તાઓ પર કર્ફ્યૂ જેવો માહોલ:બપોરે 26 કિ.મી.ની ઝડપે લૂ ફૂંકાઈ, લોકોની હાલત કફોડી બની
    Next Article
    આત્મહત્યા:પત્નીના આપઘાત બાદ અંતિમક્રિયા પૂરી કરી પતિએ પણ ઝેર પી જીવન ટૂંકાવ્યું

    Related Gujarat Updates:

    Are you sure? You want to delete this comment..! Remove Cancel

    Comments (0)

      Leave a comment